ઍડ્મિરેબલ ક્રાઇટન, ધી (1902) : સર જેમ્સ મૅથ્યુ બેરી (1860-1937)નું અંગ્રેજી નાટક. આ નાટકનું નામ સ્કૉટલૅન્ડની જેમ્સ ક્રાઇટન, ધી ઍડમિરેબલ (1560-85) નામની અલ્પવયમાં અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારી ઐતિહાસિક વ્યક્તિ પરથી રખાયું છે, પણ આ નાટક તે વ્યક્તિ વિશે નથી. આ ક્રાઇટન તો અર્લ ઑવ્ લોમના ધનપતિનો બટલર-બબરચી છે. લૉર્ડ લોમ…
વધુ વાંચો >