Sociology
બજાજ, જાનકીદેવી
બજાજ, જાનકીદેવી (જ. 1893, જાવરા, મધ્યપ્રદેશ; અ. 21 મે 1979, વર્ધા) : સ્વાતંત્ર્યસૈનિક, ભૂદાન કાર્યકર. તેમનાં લગ્ન આશરે નવ વર્ષની વયે જમનાલાલ બજાજ સાથે થયાં હતાં. 1915માં તેઓ બંને ગાંધીજીના સંપર્કમાં આવ્યાં. 1920થી જાનકીદેવી ગાંધીભક્ત બન્યાં અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. તેમણે પરદા-પ્રથા બંધ કરી, કીમતી રેશમી કપડાં તથા અલંકારોનો…
વધુ વાંચો >બર્નસ્ટાઇન, એડુઅર્ડ
બર્નસ્ટાઇન, એડુઅર્ડ (જ. 6 જાન્યુઆરી 1850, બર્લિન, જર્મની; અ. 18 ડિસેમ્બર 1932, બર્લિન, જર્મની) : અગ્રણી જર્મન ઇતિહાસકાર અને સમાજવાદી ચિંતક. તેમણે સમાજવાદને નવા સંદર્ભમાં અભિવ્યક્ત કર્યો અને લોકશાહી – ઉત્ક્રાંતિવાદી સમાજવાદનો પાયો નાંખ્યો. જન્મ યહૂદી કુટુંબમાં. પિતા ઇજનેર તથા કાકા આરોન બર્નસ્ટાઇન પ્રગતિશીલ વર્તમાનપત્રના સંપાદક હતા. આ વર્તમાનપત્ર કામદારોનો…
વધુ વાંચો >બસવેશ્વર (બસવણ્ણા)
બસવેશ્વર (બસવણ્ણા) (જ. 1131, ઇંગાલેશ્વર બાગેવાડી, જિ. બીજાપુર, કર્ણાટક; અ. 1167, સંગમેશ્વર) : કર્ણાટકના એક મહાન આધ્યાત્મિક નેતા, ક્રાંતિકારી સંત, કન્નડ ભાષાના મહાન કવિ, વિખ્યાત રહસ્યવાદી તથા સમાજસુધારક. પિતા મદિરાજ કે મદારસ બાગેવાડી અગ્રહારના પ્રધાન હતા, જે ‘ગ્રામ નિમાની’ કહેવાતા. માતા મદાલંબિ કે મદાંબિ ધર્મનિષ્ઠ મહિલા અને બાગેવાડીના મુખ્ય દેવતા…
વધુ વાંચો >બહુજનસમાજ
બહુજનસમાજ : દલિતો સહિતના નિમ્ન ગણાતા શોષિતો-પીડિતોનો સમુદાય. બહુજનસમાજનો ખ્યાલ ઐતિહાસિક રીતે ગૌતમ બુદ્ધના સમયથી પ્રચલિત છે. પરંતુ વીસમી સદીના અંતિમ દાયકામાં ‘દલિત-બહુજન’ એ રીતે આ ખ્યાલ પ્રચલિત બન્યો છે. ‘બહુજનહિતાય, બહુજન સુખાય’ – એવી ભાવના અને વિચારસરણી સ્થાપિત અસમાનતાને પોષતી હિંદુ સમાજવ્યવસ્થામાં માળખાગત પરિવર્તનો માટેનો બુદ્ધ–મહાવીરનો પ્રયાસ હતો. બ્રાહ્મણવાદી…
વધુ વાંચો >બહુપતિપ્રથા
બહુપતિપ્રથા : એક સ્ત્રી બે કે વધારે પુરુષો સાથે એકસાથે લગ્ન-જીવન ગાળે અને તે બધાને પતિ તરીકે સ્વીકારે તેવી પ્રથા. જ્યારે આવા લગ્નમાં પતિઓ બધા સગા ભાઈઓ હોય ત્યારે આ સંબંધને સહોદર અથવા ભ્રાતૃક-બહુપતિલગ્ન (adephic or fraternal polyandry) કહે છે. આ પ્રકારના લગ્નમાં સંતાનોનો પિતા કેવળ મોટો ભાઈ ગણાય છે.…
વધુ વાંચો >બહુપત્નીપ્રથા
બહુપત્નીપ્રથા (polygamy) : પુરુષ દ્વારા એક કરતાં વધુ પત્ની સાથે સંસાર માંડવાની પ્રથા. સામાન્ય રીતે પ્રાચીન પ્રણાલી અનુસાર પુરુષ અને સ્ત્રી બંને માટે હિંદુ લગ્નનો આદર્શ એકસાથી લગ્નનો હતો. આમ છતાં પુરુષ માટે ધાર્મિક અને આધ્યાત્મિક હેતુ માટે તથા કુટુંબના સાતત્ય માટે બીજી પત્નીની છૂટ અપાતી હતી. પ્રથમ પત્ની વંધ્યા…
વધુ વાંચો >બળાત્કાર
બળાત્કાર : સ્ત્રીની ઇચ્છા તથા સંમતિ વગર બળજબરીથી તેની સાથે કરવામાં આવતો જાતીય સંબંધ. ભારતીય દંડસંહિતાની કલમ 375 મુજબ 16 વર્ષથી નાની ઉંમરની કન્યા સાથે તેની ઇચ્છા વિરુદ્ધ, તેની સંમતિ (consent) વિના કે અયોગ્ય રીતે મેળવાયેલી સંમતિ સાથે અથવા 15 વર્ષ કે તેથી નાની પત્ની સાથે કરાયેલો જાતીય સંબંધ બળાત્કાર…
વધુ વાંચો >બાક, એમિલી ગ્રીન
બાક, એમિલી ગ્રીન (જ. 8 જાન્યુઆરી 1867, મૅસેચૂસેટ્સ, અ. 9 જાન્યુઆરી 1961, કેમ્બ્રિજ, અમેરિકા ) : અગ્રણી સમાજસુધારક તથા 1946ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા. તેઓ મૃત્યુ પામ્યાં ત્યાં સુધી તેમણે સમાજસુધારક, રાજકારણનાં વૈજ્ઞાનિક, અર્થવિદ્ અને શાંતિદૂત તરીકે કાર્ય કર્યું. અમેરિકામાં આવી વસેલી સ્લાવિક પ્રજાના પ્રશ્નો અને મુશ્કેલીઓ પ્રત્યે તેમની…
વધુ વાંચો >બાર્ટન, ક્લારા
બાર્ટન, ક્લારા (જ. 1821, ઑક્સફર્ડ; અ. 1912) : અમેરિકાની રેડક્રૉસ સંસ્થાનાં સ્થાપક. તેઓ ક્લૅરિસા બાર્ટનના નામે બહુ લોકપ્રિય હતાં. 1836થી 1854 દરમિયાન તેમણે સ્કૂલની શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. 1861થી 1865 દરમિયાન, આંતરવિગ્રહના વિકટ સમયમાં ઘવાયેલા સૈનિકો માટે તેમણે ખાદ્યસામગ્રીનો પુરવઠો તથા અન્ય સવલતોની રાહત-સામગ્રી મેળવવામાં ખૂબ સહાય કરી. ફ્રાન્કો-પ્રશિયન યુદ્ધ…
વધુ વાંચો >બાલ-અપરાધ અને કાયદો
બાલ-અપરાધ અને કાયદો : બાલઅપરાધ : સગીર વયની વ્યક્તિ દ્વારા અવારનવાર જાણ્યે-અજાણ્યે કરવામાં આવતા ગુનાઓ. અપરાધ એટલે રાષ્ટ્રના કાયદા દ્વારા નિષિદ્ધ થયેલ કાર્ય. તે માટે નિર્ધારિત સજા કે દંડ પણ હોય છે. બાલ-અપરાધ એ બાળકે કરેલું એવું સમાજવિરોધી ગેરવર્તન છે, જેની સામે કાનૂની કાર્યવાહી કરવાનું અનિવાર્ય થઈ પડે છે. વિવિધ…
વધુ વાંચો >