Physics
રેડિયો-ઍક્ટિવ કચરો (radio-active waste)
રેડિયો-ઍક્ટિવ કચરો (radio-active waste) : ન્યૂક્લિયર બળતણની દહન-પ્રક્રિયા દરમિયાન રિઍક્ટરમાં આડપેદાશ રૂપે નીપજતાં હાનિકારક રેડિયો-ઍક્ટિવ તત્વો. સામાન્ય રીતે ભૌતિક પદાર્થો કે રસાયણોના ઉત્પાદન તેમજ બીજી ઔદ્યોગિક ગતિવિધિઓના કારણે આડપેદાશ રૂપે જે કચરો ઉત્પન્ન થાય છે તે માનવજીવન તેમજ પર્યાવરણ માટે હાનિકારક હોય છે. આ કચરો ઝેરી હોય કે સળગી જાય…
વધુ વાંચો >રેડિયો-ઍક્ટિવ કાલગણના (radio active dating)
રેડિયો-ઍક્ટિવ કાલગણના (radio active dating) : રેડિયો-ઍક્ટિવ ન્યૂક્લાઇડોની મદદ વડે કોઈ પણ પ્રાચીન ખડક કે વનસ્પતિની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ. યુરેનિયમ, રેડિયમ જેવાં ભારે તત્વો રેડિયો-ઍક્ટિવ હોય છે, અર્થાત્ આપમેળે તેમાંથી વિકિરણો નીકળે છે. આ પ્રક્રિયામાં એક તત્વનું બીજા તત્વમાં રૂપાંતરણ થાય છે. દરેક રેડિયો-ઍક્ટિવ તત્વને પોતાનો અર્ધજીવનકાળ અથવા અર્ધઆયુષ્ય…
વધુ વાંચો >રેડિયો-ઍક્ટિવ ક્ષય
રેડિયો-ઍક્ટિવ ક્ષય : યુરેનિયમ, થોરિયમ, રેડિયમ જેવાં ભારે તત્વોમાં પરમાણુઓની સ્વયંભૂ વિભંજન થવાની ઘટના. આવી પ્રક્રિયા અથવા રેડિયો-ઍક્ટિવ ક્ષયને કારણે તત્વનો પરમાણુ-ક્રમાંક બદલાય છે. પરિણામે એક તત્વનું બીજા તત્વમાં રૂપાંતર થાય છે. ક્ષયની પ્રક્રિયા દરમિયાન વિકિરણનું ઉત્સર્જન થાય છે. આ વિકિરણમાં આલ્ફા, બીટા અને ગૅમાનો સમાવેશ થાય છે. આલ્ફા અને…
વધુ વાંચો >રેડિયો-ઍક્ટિવ તત્વો
રેડિયો-ઍક્ટિવ તત્વો : રેડિયો-સક્રિયતા ધરાવતાં એવાં તત્ત્વો કે જેમના પરમાણુઓ અસ્થિર હોઈ વધારાની ઊર્જા સ્વયંભૂપણે (spontaneously) આલ્ફા (α), બીટા (β) કે ગૅમા (β) – વિકિરણ રૂપે ઉત્સર્જિત કરે છે. જો પરમાણુ α-કણ (હીલિયમ નાભિક) ઉત્સર્જિત કરે તો તેના પરમાણુક્રમાંક(atomic number)માં 2 એકમનો અને પરમાણુભાર(atomic weight)માં 4 એકમનો ઘટાડો થાય છે.…
વધુ વાંચો >રેડિયો-ઍક્ટિવ શ્રેણી
રેડિયો-ઍક્ટિવ શ્રેણી : એક જ પિતૃ પરમાણુ(તત્વ)માંથી ક્રમિક રીતે નિર્માણ થતું નીપજ(પુત્રી)-તત્વ. કુદરતમાં મળી આવતાં રેડિયો-ઍક્ટિવ તત્ત્વો રેડિયો-ઍક્ટિવિટીનું પ્રદર્શન કરે છે. તાજેતરમાં ઘણું કરીને ન્યૂટ્રૉનનો મારો કરવાથી પ્રયોગશાળામાં કેટલાક હજાર રેડિયો-ઍક્ટિવ સમસ્થાનિકો પેદા કરી શકાય છે. આવાં તત્વ કૃત્રિમ રેડિયો-ઍક્ટિવિટી દર્શાવે છે. કૃત્રિમ રેડિયો-ઍક્ટિવ તત્વોની સંખ્યાની સરખામણીમાં કુદરતી રેડિયો-ઍક્ટિવ તત્વોની…
વધુ વાંચો >રેડિયો-ઍક્ટિવિટી
રેડિયો-ઍક્ટિવિટી : આલ્ફા અને બીટા-કણો તથા ઉચ્ચ-ઊર્જા ગૅમા- કિરણોના ઉત્સર્જન સાથે ભારે તત્વોના સમસ્થાનિકો(રેડિયો સમસ્થાનિકો)ની ન્યૂક્લિયસનું આપમેળે થતું વિભંજન (disintegration). જુદા જુદા 2,300થી વધુ જાણીતા પરમાણુઓમાં 2,000થી વધુ પરમાણુઓ રેડિયો-ઍક્ટિવ છે. આશરે 90 રેડિયો-ઍક્ટિવિટી જાતો કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે. બાકીના બીજા બધા રેડિયો-ઍક્ટિવ પરમાણુઓ વિજ્ઞાનીઓ કૃત્રિમ રીતે તૈયાર કરે છે.…
વધુ વાંચો >રેડિયો-ટેલિસ્કોપ
રેડિયો-ટેલિસ્કોપ : અવકાશીય પિંડો(પદાર્થો)માંથી નીકળતા મંદ રેડિયો-તરંગોને એકત્રિત કરી તેમનું માપન કરનાર ઉપકરણ. જેમ પ્રકાશીય (optical) ટેલિસ્કોપ પ્રકાશને એકત્રિત કરે છે, તેમ રેડિયો-ટેલિસ્કોપ રેડિયો-તરંગોને ભેગા કરે છે. હકીકતમાં તો પ્રકાશ અને રેડિયો-તરંગો વિદ્યુત-ચુંબકીય તરંગો જ છે, કારણ કે તે વિદ્યુત-ચુંબકીય વિકિરણના ભાગ (અંશ) છે. પ્રકાશના તરંગોની તરંગલંબાઈ આશરે 4000 Åથી…
વધુ વાંચો >રેડિયો તસવીર
રેડિયો તસવીર : રેડિયો-તરંગોની મદદથી દૂરના અવકાશીય પદાર્થોની મેળવવામાં આવતી તસવીરો. રેડિયો-તરંગો વિદ્યુતચુંબકીય વિકિરણનો અંશ છે. તે ઓછી આવૃત્તિ અને મોટી તરંગલંબાઈ ધરાવતું વિદ્યુત-ચુંબકીય વિકિરણ છે. રેડિયો-તરંગોની આવૃત્તિ આશરે 10 કિલોહર્ટ્ઝ અને 1,00,000 મેગાહર્ટ્ઝ વચ્ચે હોય છે. તેમની તરંગલંબાઈનો ક્રમ મિલિમીટરથી કિલોમીટર વચ્ચે હોય છે. રેડિયો-તરંગો, વિદ્યુત-ચુંબકીય વિકિરણ હોઈ, પ્રકાશની…
વધુ વાંચો >રેડિયો-સંસૂચકો (radio detectors)
રેડિયો-સંસૂચકો (radio detectors) : રેડિયોધર્મી પદાર્થમાંથી ઉત્સર્જિત થતાં જુદાં જુદાં વિકિરણોની ઉપસ્થિતિ નોંધવા તથા તેની શક્તિ માપવા માટે વપરાતાં સાધનો. 1896માં બૅક્વેરેલે (Bacquerel) શોધ્યું કે યુરેનિયમનો સ્ફટિક એવા પ્રકારનાં વિકિરણો ઉત્સર્જિત કરે છે, જે ઉચ્ચ વિભેદન-શક્તિ (penetration power) ધરાવે છે. તે ફોટોગ્રાફિક તકતીની ઉપર અસર ઉપજાવી શકે છે અને વાયુમાં…
વધુ વાંચો >રેડિયોસ્રોતો
રેડિયોસ્રોતો : રેડિયોતરંગો જેવાં મોટી તરંગલંબાઈવાળા વિદ્યુતચુંબકીય તરંગો ઉત્સર્જન કરતા સ્રોત. તારાઓ તેમજ અન્ય ખગોળીય ઊર્જાસ્રોતો પ્રકાશી તરંગો ઉપરાંત એક્સ-કિરણો, પારજાંબલી, ઇન્ફ્રારેડ તેમજ રેડિયોતરંગો જેવા વીજચુંબકીય વર્ણપટના અન્ય વિસ્તારોમાં પણ ઉત્સર્જન કરે છે. પરંતુ આમાંના કેટલાક સ્રોતો એવા વિશિષ્ટ પ્રકારના છે કે જે તેમની ઊર્જાનું વિપુલ પ્રમાણમાં ઉત્સર્જન રેડિયોતરંગોના વિસ્તારમાં…
વધુ વાંચો >