Physics

માઇક્રોવેવ

માઇક્રોવેવ (Microwaves) : એક પ્રકારના વીજચુંબકીય તરંગો (electromagnetic waves). તરંગલંબાઈ મુજબ તેમને ડેસિમીટર તરંગ, સેન્ટિમીટર તરંગ અને મિલિમીટર તરંગ તરીકે વિભાજિત કરવામાં આવે છે. આ આયનીકરણ કરતા ન હોય (non-ionizing) એવા તરંગો છે. તેની શક્તિ 10–5 eVથી 0.01 eV જેટલી હોય છે. વીજચુંબકીય વર્ણપટમાં માઇક્રોવેવની પડોશમાં ઓછી તરંગ-લંબાઈના વિસ્તારમાં પારરક્ત વિકિરણો…

વધુ વાંચો >

માઇક્રોવેવ ઘટકો

માઇક્રોવેવ ઘટકો (microwave elements) માઇક્રોવેવ ઉપર ખાસ પ્રકારની અસરો ઉપજાવતા ભૌતિક ઘટકો. તે માઇક્રોવેવ પરિપથ ઘટકો (microwave circuit elements) તરીકે પણ ઓળખાય છે. આ વિવિધ ભૌતિક ઘટકો (physical elements) નીચે પ્રમાણે છે : જુઓ આકૃતિ 1. તરંગપથક (waveguide) : કોઈ એક પ્રણાલીમાં માઇક્રોવેવનું પ્રસરણ (transmission) એક સ્થાનેથી બીજા સ્થાને કરવા…

વધુ વાંચો >

માઇક્રોસ્કોપ

માઇક્રોસ્કોપ : અતિસૂક્ષ્મ વસ્તુ(નમૂના)ને વિવર્ધિત કરી જોવા માટેનું ઉપકરણ. તેના વડે સૂક્ષ્મ વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. માઇક્રોસ્કોપ વડે જોવાની વસ્તુને સામાન્યત: ‘નમૂનો’ કહેવામાં આવે છે. માઇક્રોસ્કોપ વિજ્ઞાન-ક્ષેત્રે અતિ મહત્વનું ઉપકરણ છે. તેના વડે જ રોગનાં જંતુઓનું નિરીક્ષણ શક્ય બન્યું. નરી આંખે ન જોઈ શકાતા જીવાણુઓનું રહસ્ય માઇક્રોસ્કોપે છતું…

વધુ વાંચો >

માથેર, જ્હૉન ક્રોમવેલ

માથેર, જ્હૉન ક્રોમવેલ (જ. 7 ઑગસ્ટ 1946, રૉનોક, વર્જિનિયા) : અમેરિકન ખગોળ-ભૌતિકવિજ્ઞાની અને બ્રહ્માંડવિદ. તેમના COBE (Cosmic Background Explorer) ઉપરના સંશોધનકાર્ય માટે જ્યૉર્જ સ્મૂટની ભાગીદારીમાં 2006નો નોબેલ પુરસ્કાર તેમને મળેલો. 1964માં ન્યૂટન હાઈસ્કૂલ ન્યૂટન(ન્યૂ જર્સી)માં માધ્યમિક શિક્ષણ લીધું. 1968માં સ્વાર્થમોર કૉલેજમાંથી બી.એસસી. (ભૌતિકવિજ્ઞાન સાથે) થયા. 1974માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલે)માંથી પીએચ.ડી.ની ઉપાધિ…

વધુ વાંચો >

માપન (measurement)

માપન (measurement) : વિજ્ઞાન અને ટૅકનૉલૉજીનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રયોજાતી રાશિઓ(quantities)નાં મૂલ્યો કોઈ ચોક્કસ એકમોમાં શોધવાનું કાર્ય અથવા તેની પ્રક્રિયા. માપનક્રિયાનું મહત્વ તેમાં રહેલ ચોકસાઈ પર આધારિત છે. ખગોળશાસ્ત્રમાં તારાઓનાં અંતર જેવી બાબતો પ્રત્યક્ષ નહિ, પણ પરોક્ષ માપન પર આધાર રાખે છે. ગણિતશાસ્ત્રમાં માપ-સિદ્ધાંત (measure theory) એ વાસ્તવિક રેખા (real line)…

વધુ વાંચો >

માર્કોની, ગુલ્યેલ્મૉ

માર્કોની, ગુલ્યેલ્મૉ (જ. 1874, બોલોન્યા, ઇટાલી; અ. 1937) : પ્રસિદ્ધ ઇટાલિયન સંશોધક, વિજ્ઞાની અને ઇલેક્ટ્રિકલ ઇજનેર. તેણે જગતને બિનતારી (wireless) સંચારની અણમોલ ભેટ આપી છે. માર્કોની વિદ્યાર્થી-અવસ્થાથી જ જિજ્ઞાસુ હતા. જોકે તેઓ બોલોન્યા યુનિવર્સિટીની પ્રવેશ-પરીક્ષામાં નિષ્ફળ ગયેલા. ત્યારપછી તેમણે જાતે વૈજ્ઞાનિક અભ્યાસ આગળ ધપાવ્યો. ઓગણીસમી સદીના એક ભૌતિકવિજ્ઞાની હાન્રિખ હર્ટ્ઝ(Hertz)ની…

વધુ વાંચો >

મિતસ્થાયી અવસ્થા

મિતસ્થાયી અવસ્થા (Metastable state) : ક્વૉન્ટમ યાંત્રિકીમાં લાંબો જીવનકાળ ધરાવતી ઉત્તેજિત અવસ્થા. સામાન્ય રીતે કેટલાક રેડિયો-સમસ્થાનિકો લાંબી ઉત્તેજિત અવસ્થા ધરાવે છે. તે ગૅમા કિરણોનું ઉત્સર્જન કરીને વધુ સ્થાયી અને ઓછી ઊર્જાવાળી અવસ્થામાં ક્ષય પામે છે; ઉદાહરણ તરીકે, સમસ્થાનિક ટેક્નેશિયમ –99m ક્ષય થતાં ટેક્નેશિયમ –99 મળે છે. અહીં m મિતસ્થાયી અવસ્થાનું…

વધુ વાંચો >

મિત્ર, શિશિરકુમાર

મિત્ર, શિશિરકુમાર (જ. 24 ઑક્ટોબર 1890, કૉલકાતા; અ. 13 ઑગસ્ટ 1963) : ભારતના એક ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. તેમણે શાળા અને સ્નાતકકક્ષા સુધીનું શિક્ષણ કૉલકાતામાં લીધું હતું. કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાંથી ભૌતિકવિજ્ઞાનના વિષય સાથે 1912માં અનુસ્નાતક અને 1919માં ડૉક્ટર ઑવ્ સાયન્સ- (ડી.એસસી.)ની ઉપાધિઓ મેળવી. ત્યારબાદ તેઓ વધુ અભ્યાસાર્થે ફ્રાંસ ગયા અને ત્યાંથી પૅરિસની…

વધુ વાંચો >

મિલર-બ્રેવાઇસ સૂચિકાંકો

મિલર-બ્રેવાઇસ સૂચિકાંકો (Bravais Indices) : ષટ્કોણીય (hexagonal) અને ત્રિ-સમતલક્ષ (trigonal) પ્રણાલીમાં અવારનવાર વપરાતા સૂચિકાંકો. બીજા કોઈ પણ સૂચિકાંકો કરતાં આ સૂચિકાંકો વધુ સ્પષ્ટ રીતે સમમિતિને ખુલ્લી પાડે છે. ષટ્કોણીય પ્રણાલીમાં અક્ષો a1, a2, a3  એ અક્ષ Cને લંબ રૂપે હોય છે (જુઓ આકૃતિ 1) અને તે અક્ષો એકબીજા સાથે 120°નો…

વધુ વાંચો >

મિલર-સૂચિકાંકો

મિલર-સૂચિકાંકો (Miller-indices) : સ્ફટિકમાં જુદા જુદા સમતલોને સરળતાથી વ્યક્ત કરવા માટે જરૂરી સૂચિકાંકો. તેનો ખ્યાલ સૌપ્રથમ વાર મિલરે આપ્યો. સ્ફટિકનાં ખાસ લક્ષણો સરળતાથી આ પ્રમાણે અવલોકી શકાય છે : (1) સ્ફટિકના સ્વરૂપની બાહ્ય સંમિતિ; (2) વિદલન(સંભેદ)(cleavage)ની ઘટના; (3) વિષમદિગ્ધર્મી (anisotropic) પણ સમાંગ (homogeneous) લક્ષણો. OX, OY, OZ ત્રણ અક્ષ છે.…

વધુ વાંચો >