Physics
પ્રિગૉગીને ઇલ્યા
પ્રિગૉગીને ઇલ્યા (જ. 25 જાન્યુઆરી 1917, મૉસ્કો) : અપ્રતિવર્તી ઉષ્માગતિશાસ્ત્ર વિકસાવનાર રશિયન બેલ્જિયન ભૌતિક રસાયણવિદ્. રશિયામાં જન્મેલા પ્રિગૉગીને 1921માં કુટુંબ સાથે પશ્ચિમ યુરોપમાં વસાહતી તરીકે આવ્યા તથા 12 વર્ષની વયે બેલ્જિયમમાં બ્રસેલ્સ ખાતે અભ્યાસ શરૂ કર્યો. 1942માં બ્રસેલ્સની ફ્રી યુનિવર્સિટીમાંથી તેઓ પીએચ.ડી. થયા અને ત્યાં જ 1951થી પ્રોફેસર બન્યા. તેઓ…
વધુ વાંચો >પ્રિઝમ
પ્રિઝમ : ત્રિકોણાકાર ઘન કાચ, જેના વડે વક્રીભવનની પ્રક્રિયા દ્વારા શ્વેત પ્રકાશનું તેના સાત ઘટક રંગોમાં વિભાજન (dispersion) થઈ, સાત રંગનો એક રંગીન પટ્ટો – રંગપટ કે વર્ણપટ (spectrum) ઉદભવે છે. સુવિખ્યાત વિજ્ઞાની સર આઇઝેક ન્યૂટને એક તિરાડમાંથી અંધારા કક્ષમાં પ્રવેશી રહેલા પ્રકાશકિરણના માર્ગમાં પ્રિઝમ રાખીને સૌપ્રથમ આવો વર્ણપટ મેળવ્યો…
વધુ વાંચો >પ્રેસ, ફ્રૅન્ક
પ્રેસ, ફ્રૅન્ક (જ. 4 ડિસેમ્બર 1924, બ્રુકલીન, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ભૂભૌતિકશાસ્ત્રી. પૃથ્વીના પોપડા અને ભૂમધ્યાવરણના રચનાવિષયક અન્વેષણો અને ભૂકંપીય ક્રિયાપદ્ધતિના અભ્યાસ માટે તેઓ જાણીતા બનેલા છે. તેમણે સમુદ્રશાસ્ત્રી મોરિસ ઇવિંગના હાથે નીચે અભ્યાસ કરેલો. 1949માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા પછી, તે જ યુનિવર્સિટીમાં થોડાં વર્ષો સુધી…
વધુ વાંચો >પ્રોખોરોવ, ઍલેકસાન્દ્ર મિખાયલોવિક
પ્રોખોરોવ, ઍલેકસાન્દ્ર મિખાયલોવિક (Prochorov, Aleksandre Mikhailovic) (જ. 11 જુલાઈ 1916, ઍથરટન, ક્વીન્સલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, અ. 8 જાન્યુઆરી 2002, મોસ્કો, રશિયા) : મેસર-લેસર સિદ્ધાંત આધારિત દોલકો (oscillators) અને પ્રવર્ધકો(amplifiers)ની રચના માટે, ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉનિક્સના ક્ષેત્રે મૌલિક પ્રદાન માટે યુ.એસ.એસ.આર.ના નિકોલાઇ ઝેનાડાઇવિક બેસોવ(Nikolai Gennadievic Basov)ની સાથે 1964ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સંયુક્ત વિજેતા. (બાકીનું અડધું…
વધુ વાંચો >પ્રોજેક્ટર
પ્રોજેક્ટર : પારદર્શક વસ્તુ (object) યા છબીમાંથી ખૂબ તીવ્ર પ્રકાશ પસાર કરીને લેન્સની ગોઠવણીથી મોટું પ્રતિબિંબ મેળવવા માટેનું સાધન કે પ્રણાલી. આવા સાધનમાં મુખ્યત્વે પ્રકાશનો પ્રબળ સ્રોત, વસ્તુધારક (holder), લેન્સ-તંત્ર અને એક પડદો હોય છે. આ પ્રકારની સાદી રચનાને જાદુઈ ફાનસ (magic lantern) કહેવામાં આવે છે. ગતિમાન ચિત્રપ્રક્ષેપણ(motion picture projection)માં,…
વધુ વાંચો >પ્રોટૉન-ક્ષય (proton decay)
પ્રોટૉન-ક્ષય (proton decay) : પ્રોટૉન(P)નું વિભંજન થઈ પૉઝિટ્રૉન (e+) અને વિદ્યુત-તટસ્થ પાયૉન(πo)માં રૂપાંતર થવાની ઘટના. P → e+ + π0 અહીં પૉઝિટ્રૉન ઇલેક્ટ્રૉનનો પ્રતિકણ (antiparticle) છે; પાયૉન (πo) એટલે કે પાઇ-મેસૉન (pimeson-pion) ઇલેક્ટ્રૉન કરતાં ભારે અને પ્રોટૉન કરતાં હલકો એવો વિદ્યુતતટસ્થ કણ છે. મહાએકીકૃત સિદ્ધાંત(grand unification theory –GUT)ને આધારે પ્રોટૉન-ક્ષયની આગાહી…
વધુ વાંચો >પ્લાઝ્મા
પ્લાઝ્મા સૂર્ય અને તારાઓમાં અતિ ઊંચા તાપમાને મળતો ખૂબ જ આયનિત (ionised) વાયુરૂપ પદાર્થ. આવો પ્લાઝ્મા લગભગ સરખી સંખ્યા ધરાવતા મુક્ત ઘનઆયનો અને ઇલેક્ટ્રૉનનો સમૂહ હોય છે, જે સમગ્રપણે વિદ્યુતતટસ્થ હોય છે. પ્લાઝ્મા પદાર્થનું ચોથું સ્વરૂપ છે. અવકાશમાં ઘણા પદાર્થો પ્લાઝ્મા સ્વરૂપ ધરાવે છે. ચોમાસામાં થતા વિદ્યુત-ધડાકા દરમિયાન તેની આસપાસનો…
વધુ વાંચો >પ્લાઝ્મા ક્ષેત્રસીમા (plasma pause)
પ્લાઝ્મા ક્ષેત્રસીમા (plasma pause) : પૃથ્વીથી આશરે 26,000 કિમી. દૂર પૃથ્વી સાથે ભ્રમણ કરતો મૅગ્નેટોસ્ફિયરનો ભાગ. જે વિસ્તારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અસર કરે છે તેને મૅગ્નેટોસ્ફિયર કહે છે. સૂર્યમાંથી નીકળતું ઇલેક્ટ્રૉન ધરાવતું વિકિરણ, પવન તરીકે વર્તે છે, જે મૅગ્નેટોસ્ફિયરને લાંબી પૂંછડી જેવો આકાર આપે છે. આ મૅગ્નેટોસ્ફિયરમાં પૃથ્વીના પૂર્વ અને…
વધુ વાંચો >પ્લાન્ક, મૅક્સ કાર્લ અર્ન્સ્ટ લુડવિગ
પ્લાન્ક, મૅક્સ કાર્લ અર્ન્સ્ટ લુડવિગ [(જ. 23 એપ્રિલ 1858, કીલ, (શ્લેસ્વિગહોલ્સ્ટાઇન); અ. 3 ઑક્ટોબર 1947 (ગોટિંગન), બંને પશ્ચિમ જર્મનીમાં આવેલાં)] : ભૌતિકશાસ્ત્રી. ઊર્જાકણો(quanta)ની શોધ દ્વારા ભૌતિકશાસ્ત્રની પ્રગતિમાં જે પ્રદાન કર્યું તે બદલ 1918ના ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક તેમને મળ્યું હતું. તેઓ જુલિયસ વિલહેમ પ્લાન્ક તથા ઈમ્મા પૅટઝિગના પુત્ર હતા. તેમનો ઉછેર…
વધુ વાંચો >પ્લાંકનો અચળાંક (Planck’s Constant)
પ્લાંકનો અચળાંક (Planck’s Constant) : 6.626 × 10–34 જૂલ-સેકન્ડ મૂલ્ય ધરાવતો વૈશ્વિક અચળાંક. કાળા પદાર્થનું વિકિરણ, ફોટોઇલેક્ટ્રિક અસર અને કૉમ્પ્ટન અસર જેવી ઘટનાઓ પ્રશિષ્ટવાદને આધારે સમજાવી શકાતી નથી. તેમની સમજૂતી માટે સૌપ્રથમ પ્લાંકે 1900માં ક્વૉન્ટમ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. પ્લાંકના સિદ્ધાંતમાં કાળા પદાર્થનો ખ્યાલ વિશિષ્ટ છે. પદાર્થ ઉપર આપાત થતી બધી ઊર્જાનું…
વધુ વાંચો >