Physics

ન્યૂટ્રૉન

ન્યૂટ્રૉન : શૂન્ય વિદ્યુતભાર અને 1.67492 × 10–27 કિલોગ્રામ સ્થિર દળ ધરાવતો મૂળભૂત કણ. આવો ન્યૂટ્રૉન ન્યૂક્લિયસનો અને પરિણામે દ્રવ્યનો ઘટક કણ છે. તે વિદ્યુતભારરહિત હોઈ તેના ઉપર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થતી નથી. આથી જ તો તે પરમાણુની સંરચના વચ્ચેના ખાલી અવકાશમાં થઈને વિના વિરોધે પસાર થઈ…

વધુ વાંચો >

ન્યૂટ્રૉન તારક (neutron star)

ન્યૂટ્રૉન તારક (neutron star) : ન્યૂક્લિયર ઊર્જાનો સ્રોત ખલાસ થઈ જતાં, પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળને કારણે ઇલેક્ટ્રૉન-અપભ્રષ્ટતા(electron degeneracy)ની હદ સુધી સંકોચન પામતો તારક. ન્યૂટ્રૉન તારકનું દળ અને તેનું દ્રવ્ય પાણીની ઘનતા કરતાં 1014થી 1015 ગણી ઘનતા ધરાવે છે. અહીં સૂર્યનું દળ છે. તારાની અંદર દહન પામતું દ્રવ્ય ખલાસ થઈ જતાં, તારાનો…

વધુ વાંચો >

ન્યૂટ્રૉન પ્રકાશિકી (neutron optics)

ન્યૂટ્રૉન પ્રકાશિકી (neutron optics) : ન્યૂટ્રૉનની તરંગ-પ્રકૃતિની સ્પષ્ટતા અને અભ્યાસ માટે, વ્યાપક પ્રયોગોને લગતી, ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનની શાખા. આ પ્રયોગોમાં ન્યૂટ્રૉનની તરંગ-પ્રકૃતિનાં લક્ષણો જાણવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. ઇલેક્ટ્રૉન જેવા સૂક્ષ્મ કણોની જેમ ન્યૂટ્રૉન પણ અમુક સંજોગોમાં તરંગની જેમ વર્તે છે. તેથી ન્યૂટ્રૉન કણ ઉપરાંત તરંગ-પ્રકૃતિ ધરાવે છે. પ્રકાશ અથવા…

વધુ વાંચો >

ન્યૂટ્રૉન પ્રગ્રહણ (neutron capture)

ન્યૂટ્રૉન પ્રગ્રહણ (neutron capture) : લક્ષ્ય (target) ન્યૂક્લિયસ ઉપર ન્યૂટ્રૉનનું પ્રતાડન (bombardment) કરતાં, ન્યૂટ્રૉન શોષાઈ જવાની પ્રક્રિયા. વિદ્યુતભારિત કણ પરમાણુ સાથે અથડાય ત્યારે તે પરમાણુમાં સૌથી બહારની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રૉન સાથે આંતરક્રિયા કરીને, તેને પરમાણુની બહાર ધકેલી દે છે. પરિણામે વિદ્યુત-તટસ્થ પરમાણુ ધન આયન બને છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન…

વધુ વાંચો >

ન્યૂટ્રૉન બૉમ્બ

ન્યૂટ્રૉન બૉમ્બ : એક પ્રકારનું સ્ફોટક શસ્ત્ર. મોટેભાગે જોરદાર પ્રહાર કરાય ત્યારે ધડાકા સાથે તે ફાટી ઊઠે એવી તેની રચના હોય છે. બૉમ્બ અને તોપગોળામાં એટલો તફાવત છે કે બૉમ્બમાં કેવળ ભારે ધડાકા સાથે ફાટી ઊઠે તેવી સામગ્રી ધરબેલી હોય છે અને કેટલીક વાર તેમાં આગ ફેલાવનારી સામગ્રી પણ હોય…

વધુ વાંચો >

ન્યૂટ્રૉન વિવર્તન (neutron diffraction)

ન્યૂટ્રૉન વિવર્તન (neutron diffraction) : ઘન, પ્રવાહી અને વાયુ રૂપ પદાર્થોમાં રહેલા પરમાણુઓ દ્વારા ન્યૂટ્રૉન પુંજ(beam)ના પ્રકીર્ણન(વિખેરણ)(scattering)ને કારણે ઉદ્ભવતા વ્યતિકરણ (interference) સાથે સંકળાયેલી ઘટના. જેમ બહુલકો (polymers) અથવા બૃહદણુઓ(macromolecules)નાં દ્રાવણો દ્વારા થતા પ્રકાશના પ્રકીર્ણન વડે આવા અણુઓના આકાર સંબંધી માહિતી મળે છે, તેમ સ્ફટિકમાંથી X-કિરણો પસાર કરવામાં આવે ત્યારે થતા…

વધુ વાંચો >

ન્યૂનતમ ગતિના નિયમો

ન્યૂનતમ ગતિના નિયમો : આઇઝેક ન્યૂટન (1642-1727) નામના વૈજ્ઞાનિકે પદાર્થકણની ગતિ, તેનાં કારણો અને તેની અસરોનો અભ્યાસ કરીને તારવેલા ત્રણ સ્વયંસિદ્ધ (empirical) નિયમો. આ નિયમો યંત્રશાસ્ત્રના પાયાના સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે. તેમની સૈદ્ધાંતિક સાબિતી સીધી રીતે મળતી નથી, પરંતુ પ્રશિષ્ટ તંત્રમાં પ્રાયોગિક પરિણામો પરથી તેમની યથાર્થતા સાબિત થાય છે. પહેલો…

વધુ વાંચો >

પટેલ, (ડૉ.) સી. કે. એન

પટેલ, (ડૉ.) સી. કે. એન (જ. 2 જુલાઈ 1938, બારામતી) : વાયુ (ખાસ કરીને કાર્બન-ડાયૉક્સાઇડ) લેસરના સર્જક અને પુરસ્કર્તા. તે નડિયાદ(ગુજરાત)ના વતની છે. પાયાનું શિક્ષણ મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રમાંથી લીધું. ચૌદ વર્ષની નાની વયે માધ્યમિક શિક્ષણ પૂરું કરીને 1958માં યુ.એસ.ની સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા. આ યુનિવર્સિટીમાંથી તેમણે એમ. એસ. અને પીએચ.ડી.ની…

વધુ વાંચો >

પરમ-શૂન્યાંક ઊર્જા (zero point energy)

પરમ–શૂન્યાંક ઊર્જા (zero point energy) : જે કમ્પન-ઊર્જા (vibrational energy) પદાર્થના અણુઓ, નિરપેક્ષ શૂન્ય તાપમાને પણ જાળવી રાખે છે તે ઊર્જા. ભૌતિકશાસ્ત્રમાં, તાપમાનને પદાર્થના અણુઓની યાદૃચ્છિક ગતિ(random motion)ની તીવ્રતાની માત્રા તરીકે લેવામાં આવે છે. તેથી જો તાપમાનમાં ઘટાડો કરીને નિરપેક્ષ શૂન્ય કરવામાં આવે ત્યારે બધી જ ગતિ બંધ પડી જઈ,…

વધુ વાંચો >

પરમાણુ-ઘડિયાળ (atomic clock)

પરમાણુ–ઘડિયાળ (atomic clock) : અતિસૂક્ષ્મ અને ચોક્કસાઈભર્યું સમયનું માપન કરતી એક પ્રયુક્તિ. પરમાણુની ધરા-અવસ્થા(ground state)ના બે અતિસૂક્ષ્મ ઊર્જાસ્તરો (energy levels) વચ્ચેની સંક્રાંતિ(transition)ને અનુલક્ષીને વિકિરણદોલનો (oscillations) માટેના સૂક્ષ્મ સમયના ગાળાની નોંધ એકમાત્ર ન્યૂક્લિયર ઘટના પરથી મળી શકે છે. આ ન્યૂક્લિયર ઘટના પરમાણુના બે ઊર્જાસ્તરો વચ્ચેના વિકિરણના દોલન પરથી મેળવી શકાય તથા…

વધુ વાંચો >