Physics

જૉલી તુલા

જૉલી તુલા : ઘન અને પ્રવાહી પદાર્થનું વિશિષ્ટ ઘનત્વ (સાપેક્ષ ઘનતા) શોધવાની કાલગ્રસ્ત રચના. જર્મન ભૌતિકશાસ્ત્રી ફિલિપ ફૉન જૉલીએ શોધેલી આ તુલામાં એક છેડે બાંધેલી પાતળી, લાંબી અને પેચદાર સ્પ્રિંગ હોય છે. સ્પ્રિંગના નીચેના છેડે વજન પલ્લું (weight pan) હોય છે અને તેની નીચે નમૂનો મૂકવા માટે પાતળા તારની બનેલી…

વધુ વાંચો >

જોસેફસન અસર

જોસેફસન અસર (Josephson effect) : અવાહક દ્રવ્યના પાતળા સ્તર વડે અલગ કરેલા બે અતિવાહક (super conducting) દ્રવ્યના ટુકડા વચ્ચે થતું વિદ્યુતપ્રવાહનું વહન. આવા પ્રવાહનું વહન બે અતિવાહકને અલગ કરતા પાતળા પરાવૈદ્યુત (dielectric) સ્તરની આરપાર સુરંગ(tunnel)ની જેમ અતિવાહક વચ્ચે નબળા જોડાણ (જોસેફસન જંક્શન) દ્વારા યુગ્મિત (paired) ઇલેક્ટ્રૉન(કૂપર જોડ)ના માર્ગ દ્વારા થતું…

વધુ વાંચો >

જોસેફસન, બ્રિયાન ડી.

જોસેફસન, બ્રિયાન ડી. (જ. 4 જાન્યુઆરી 1940, કાર્ડિફ, વેલ્સ) : ‘જોસેફસન અસર’ માટે એસાકી લીયો અને જેવર ઇવાર સાથે 1973નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ. થઈ 1964માં ત્યાંથી જ પીએચ.ડી.ની ઉપાધિ પણ મેળવી. માત્ર 22 વર્ષની યુવાન વયે કૅમ્બ્રિજના વિદ્યાર્થી તરીકે તેમણે ‘જોસેફસન…

વધુ વાંચો >

ઝર્નિક ફ્રિટ્ઝ

ઝર્નિક, ફ્રિટ્ઝ (Zernike, Frits) (જ. 16 જુલાઈ 1888, એમ્સટર્ડમ, નેધરલૅન્ડ્ઝ; અ. 10 માર્ચ 1966, એમર્સફૂટ, નેધરલૅન્ડ્ઝ) : પ્રાવસ્થા વ્યતિરેક (phase contrast) કાર્યપદ્ધતિ અને વિશેષ રૂપે 1953નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ફ્રિટ્ઝ ઝેર્નિકનાં માતા-પિતા બંને ગણિતના શિક્ષક હતાં. પિતાના ભૌતિકશાસ્ત્ર પ્રત્યેના વિશેષ લગાવને કારણે ઝેર્નિકની તે વિષયમાં રુચિ કેળવાઈ. તેમણે યુનિવર્સિટી…

વધુ વાંચો >

ઝાયલિંગર, એન્ટન

ઝાયલિંગર, એન્ટન (Zeillinger, Anton) (જ. 20 મે 1945, રિડ ઈમ ઇન્ક્રીસ, ઑસ્ટ્રિયા) : ગૂંચવાયેલા ફોટૉન (entangled photon) પરના પ્રયોગો માટે, જેને કારણે બેલ અસમાનતાનું ઉલ્લંઘન પુરવાર થયું તથા ક્વૉન્ટમ માહિતી વિજ્ઞાનના પ્રારંભ માટે 2022નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે એન્ટન ઝાયલિંગર, આસ્પેક્ટ એલન તથા જ્હૉન ક્લૉસરને…

વધુ વાંચો >

ઝારણ

ઝારણ (soldering) : નીચા ગલનબિંદુવાળી પૂરક ધાતુની મદદથી બે ધાતુઓને જોડવાની પ્રક્રિયા, રેણ. આ માટેની ધાતુનું ગલનબિંદુ 427° સે. હોય છે. ઝારણનો ઉપયોગ વિશ્વાસપાત્ર વિદ્યુતજોડાણો, પ્રવાહી અથવા વાયુચુસ્ત જોડાણો અને બે ભાગોને ભૌતિક રીતે (physically) જોડવા માટે થાય છે. ઝારણમાં વપરાતી મુખ્ય ધાતુ સીસું અને કલાઈની મિશ્રધાતુ છે. આ ધાતુ…

વધુ વાંચો >

ઝીટા કણ

ઝીટા કણ (zeta particle) : વિદ્યુતભારવિહીન વજનદાર ઉપ-પરમાણ્વીય (subatomic) કણ. હૅમ્બર્ગની ડૉઇશ ઇલેક્ટ્રૉનેન સિંક્રોટોન’ (DESY) નામની રિસર્ચ લૅબોરેટરીમાં, ઉચ્ચ ઊર્જા-ભૌતિકશાસ્ત્રીઓના એક જૂથ દ્વારા 1984માં તેની શોધ થઈ હતી. આ સંસ્થાના સંશોધકોએ 9.5 ગીગા ઇલેક્ટ્રૉન વોલ્ટ (GeV) જેટલી ઊર્જા ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉન –ધનવિદ્યુતભાર ધરાવતા ઇલેક્ટ્રૉનના પ્રતિકણ – વચ્ચે થતા સંઘાત (collision)…

વધુ વાંચો >

ઝીમન અસર

ઝીમન અસર (Zeeman effect) : ચુંબકીય ક્ષેત્રની અસર નીચે વર્ણપટની રેખાઓ બેવડાઈ કે ત્રેવડાઈ જવાની ઘટના. તેના અભ્યાસ માટેની પ્રાયોગિક ગોઠવણી આાકૃતિ 1માં દર્શાવી છે, જેમાં પ્રકાશસ્રોત S, માત્ર એક જ તરંગલંબાઈ λ0 અને આવૃત્તિ 0ના પ્રકાશનું ઉત્સર્જન કરે છે : આ સંજોગોમાં આકૃતિ 1માં રાખેલા વર્ણપટમાપક-(spectrometer)માં ચુંબકીય ક્ષેત્ર Hની…

વધુ વાંચો >

ઝીમન, પીટર

ઝીમન, પીટર (જ. 25 મે 1865, ઝોનમેર, નેધરલૅન્ડ્ઝ; અ. 9 ઑક્ટોબર 1943, ઍમસ્ટરડૅમ) : વિકિરણ પર ચુંબકત્વની અસર અંગેના સંશોધન માટે એચ. એ. લૉરેન્ટ્સ સાથે 1902નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર વૈજ્ઞાનિક. પિતા કૅથેરિનમ ફોરાન્ડિનસ અને માતા વિલ્હેમિના વૉસ્ટે. પીટરે માધ્યમિક શિક્ષણ સ્કુવેન ટાપુના મુખ્ય શહેર ઝિરિકઝીમાં લીધું હતું. 1883માં…

વધુ વાંચો >

ઝેપલિન (ઝેપેલિન)

ઝેપલિન (ઝેપેલિન) : બલૂનમાં સુધારાવધારા કરીને બનાવવામાં આવેલું એક પ્રકારનું હવાઈ જહાજ. તેની આંતરિક રચના આકૃતિમાં દર્શાવી છે. 1900માં જ્યારે આજના ઍરોપ્લેનનાં પગરણ હજી થવાનાં હતાં, ત્યારે કાઉન્ટ ફર્ડિનાન્ડ વૉન ઝેપલિને જર્મનીમાં 128 મીટર લાંબું અને 27 કિમી./કલાકની ઝડપવાળું સિગાર-આકારનું અને લંબગોળ LZ-1 નામનું પહેલું ઝેપલિન જહાજ બનાવ્યું. માત્ર ત્રણ…

વધુ વાંચો >