Physics

ક્વૉન્ટમ-નીપજ અથવા ક્વૉન્ટમક્ષમતા

ક્વૉન્ટમ-નીપજ અથવા ક્વૉન્ટમક્ષમતા : એક ક્વૉન્ટમ શોષાયેલી ઊર્જાને લીધે રાસાયણિક પરિવર્તન પામતા અણુઓની સંખ્યા Φ. ગણિતીય રૂપે કહેતાં :           ક્વૉન્ટમ-નીપજનો સૌપ્રથમ ખ્યાલ સ્ટાર્ક તથા આઇન્સ્ટાઇને (1910) આપેલો. તેનું મૂલ્ય એક કરતાં ઓછાથી માંડીને લાખ સુધીનું હોય છે. પ્રકાશ-રાસાયણિક સમતુલ્યતાના નિયમ મુજબ અણુ દ્વારા શોષાયેલા વિકિરણનો પ્રત્યેક ક્વૉન્ટમ પ્રકાશ-રાસાયણિક…

વધુ વાંચો >

ક્વૉન્ટમ યાંત્રિકી (Quantum mechanics) અને ક્વૉન્ટમ સિદ્ધાંત (Quantum theory)

ક્વૉન્ટમ યાંત્રિકી (Quantum mechanics) અને ક્વૉન્ટમ સિદ્ધાંત (Quantum theory) દ્રવ્ય, વીજચુંબકીય વિકિરણ તથા દ્રવ્ય અને વિકિરણ વચ્ચેની આંતરક્રિયાઓ માટેનો આધુનિક સિદ્ધાંત. આ સિદ્ધાંત લાગુ પાડી શકાય એવી ઘટનાઓ માટેની તે યાંત્રિકી છે. ક્વૉન્ટમ યાંત્રિકીને તરંગ યાંત્રિકી (wave mechanics) પણ કહે છે. તે વ્યાપક સ્વરૂપ ધરાવે છે અને તે ચિરસંમત યાંત્રિકી…

વધુ વાંચો >

ક્વૉન્ટમ વીજગતિશાસ્ત્ર

ક્વૉન્ટમ વીજગતિશાસ્ત્ર (quantum electrodynamics) : વીજ ચુંબકીય વિકિરણના ગુણધર્મો અને વીજભારિત પરમાણુઓ તથા ઇલેક્ટ્રૉન જેવા કણ સાથે વીજચુંબકીય વિકિરણની આંતરક્રિયાઓનો અભ્યાસ. ક્વૉન્ટમ વીજગતિશાસ્ત્રનાં પાયાનાં સમીકરણો સમગ્ર પરમાણુ ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, સ્થૂળ દ્રવ્યના ગુણધર્મો અને ચિરસંમત (classical) વીજચુંબકીય સિદ્ધાંતને આવરી લે છે. જ્ઞાનેન્દ્રિયો વડે અનુભવી શકાતી ઘણીખરી ઘટનાઓ અંતે તો ક્વૉન્ટમ વીજગતિશાસ્ત્રના…

વધુ વાંચો >

ક્ષય-અચલાંક

ક્ષય-અચલાંક (decay constant) : રેડિયોઍક્ટિવિટીની ઘટનામાં ઉદભવતો એક અચલાંક. પરમાણુની નાભિ(nucleus)માં ધનવિદ્યુતભારિત પ્રોટૉન અને વિદ્યુતભારરહિત ન્યૂટ્રૉન આવેલા છે જે ન્યૂક્લિયૉનના સંયુક્ત નામે ઓળખાય છે. ન્યૂક્લિયસમાં બે પ્રકારનાં ન્યૂક્લીય બળો ઉદભવતાં હોય છે : (1) બે પ્રોટૉન વચ્ચે લાગતું ગુરુ-અંતરી (long range) અપાકર્ષણનું કુલંબીય બળ; (2) બે પ્રોટૉન કે બે ન્યૂટ્રૉન…

વધુ વાંચો >

ક્ષેત્રોનું એકીકરણ

ક્ષેત્રોનું એકીકરણ : જુઓ એકીકૃત ક્ષેત્રસિદ્ધાંત

વધુ વાંચો >

ગતિ

ગતિ (motion) : અવકાશમાં આવેલા પદાર્થનું સ્થાન બદલાય ત્યારે ઉદભવતી રાશિ. ગતિ માટે નિરપેક્ષ ખ્યાલ વિચારવા કરતાં સાપેક્ષ ખ્યાલ વિચારવો વધુ યોગ્ય છે. કોઈ એક પદાર્થ બીજા પદાર્થના સંદર્ભમાં સાપેક્ષ ગતિમાં હોય પરંતુ તે ત્રીજા પદાર્થના સંદર્ભમાં સ્થિર પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે, ટ્રેનમાંનો મુસાફર રેલવે લાઇન પાસે જમીન ઉપર…

વધુ વાંચો >

ગતિજ ઊર્જા

ગતિજ ઊર્જા (kinetic energy) : ગતિમાન પદાર્થ સાથે સંકળાયેલી ઊર્જા. આ ઊર્જાને ગતિશક્તિ પણ કહે છે. પદાર્થની ગતિજ ઊર્જા તેના અર્ધા દ્રવ્યમાન અને તેના વેગના વર્ગના ગુણાકાર જેટલી હોય છે. ગતિજ ઊર્જાને E, પદાર્થના દ્રવ્યમાનને m અને તેના વેગને v વડે દર્શાવીએ તો પદાર્થની સ્થાનેતર ગતિ માટે, E = ½mv2…

વધુ વાંચો >

ગતિજ સિદ્ધાંત

ગતિજ સિદ્ધાંત (kinetic theory) પદાર્થની પરમાણ્વીય તથા આણ્વીય સંરચના પર આધારિત, માપી શકાય તેવા ઘન, પ્રવાહી તથા વાયુ સ્વરૂપના ચોક્કસ ગુણધર્મોને સમજાવવા માટે રજૂ થયેલ વિભાવના (concept). ઉષ્માનું સ્વરૂપ : પ્રાગૈતિહાસિક સમયથી ઘર્ષણ વડે ઉષ્મા ઉત્પન્ન કરવાની રીત પ્રચલિત હતી. ગ્રીસના પ્રૉમીથિયસ માટે, કોઈ દૈવી શક્તિએ લાકડાના બે ટુકડા ઘસીને અગ્નિ…

વધુ વાંચો >

ગતિશાસ્ત્ર (ગતિવિદ્યા)

ગતિશાસ્ત્ર (ગતિવિદ્યા) : યંત્રશાસ્ત્રની જે શાખામાં પદાર્થ ઉપર કાર્ય કરતાં બળો અને તેનાથી ઉત્પન્ન થતી ગતિનો અભ્યાસ કરવામાં આવે છે તે શાસ્ત્ર. ગતિશાસ્ત્રમાં ન્યૂટનના ગતિના નિયમોને સ્વયંસિદ્ધ વિધાનો (axioms) તરીકે સ્વીકારવામાં આવે છે. આ નિયમો નીચે મુજબ છે : નિયમ 1 : કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડવામાં ન આવે,…

વધુ વાંચો >

ગતિશીલતા

ગતિશીલતા (mobility) : ઘન સ્થિતિ ભૌતિકી(solid state physics)માં અમુક પ્રકારનો વીજભારિત કણ ઘન દ્રવ્યમાં વીજક્ષેત્રની અસર નીચે જે સરળતાથી ગતિ કરે તેનું માપ. આવા કણો વીજક્ષેત્ર દ્વારા તેની દિશામાં ખેંચાય છે અને ઘન પદાર્થના અણુઓ સાથે નિશ્ચિત સમયાન્તરે સંઘાત અનુભવે છે. વીજક્ષેત્ર તેમજ સંઘાતની સંયુક્ત અસર નીચે કણો જે સરેરાશ…

વધુ વાંચો >