Physics

કંપન ગૅલ્વેનોમીટર (ચલિત ગૂંચળાવાળું ગૅલ્વેનોમીટર)

કંપન ગૅલ્વેનોમીટર (ચલિત ગૂંચળાવાળું ગૅલ્વેનોમીટર) : વિદ્યુતપ્રવાહ જાણવા અને માપવા માટે ઉપયોગમાં લેવાતું સાધન (ઉપકરણ). અહીં જેમાં થઈને વિદ્યુતપ્રવાહ પસાર થાય છે તેવા ગુંચળાને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે. બિનચુંબકીય ધાત્વિક (metallic) ચોકઠા ઉપર અવાહક પડવાળા પાતળા તાંબાના મોટી સંખ્યામાં આંટા ધરાવતું લંબચોરસ ગૂંચળું હોય છે. ચોકઠું અને ગૂંચળું પ્રમાણમાં…

વધુ વાંચો >

કંપવિસ્તાર : જુઓ કંપન

કંપવિસ્તાર : જુઓ કંપન.

વધુ વાંચો >

કાચવીજ ધ્રુવ

કાચવીજ ધ્રુવ : એક પ્રકારનો આયન-વરણાત્મક ધ્રુવ. તેનો ઉપયોગ ચોક્કસ પ્રકારના આયનો અથવા દ્રાવણના pH માપનમાં કરવામાં આવે છે. તેની શોધ એફ. હેબરે 1909માં કરેલ. પટલ (membrane) ધ્રુવોમાં બીજા ધાતુ-ધ્રુવોની જેમ ઇલેક્ટ્રૉનની લેવડદેવડ થતી નથી. પટલ અમુક પ્રકારનાં આયનોને પ્રવેશવા દે છે, જ્યારે અન્ય આયનોનો અટકાવે છે. દ્રાવણનો pH નક્કી…

વધુ વાંચો >

કાચ-સ્થિતિ

કાચ-સ્થિતિ (glassy state) : પીગળેલા પદાર્થની અતિશીતિત સ્થિતિ (supercooled state). કાચ-સ્થિતિ કે કાચ-સર્દશ સ્વરૂપ એ ઊંચો શ્યાનતા-ગુણાંક (coefficient of viscosity) ધરાવતા પદાર્થનું એક અસ્ફટિક (non-crystalline), ચીકટ (viscous) સ્વરૂપ છે, જેને નિશ્ચિત (sharp) ગલનબિંદુ હોતું નથી. પૉલિથીલીન, ફિનૉલ-ફૉર્માલ્ડિહાઇડ વગેરે બહુલકો (polymers), ક્રાંતિક (critical) તાપમાને આવું કાચ-સર્દશ સ્વરૂપ ધરાવતા હોય છે. પીગળેલા…

વધુ વાંચો >

કાપિત્સા પ્યોત્ર લિયોનિદોવિચ

કાપિત્સા પ્યોત્ર લિયોનિદોવિચ (જ. 8 જુલાઈ 1894, ક્રોન્સ્ટાડ, રશિયા; અ. 8 એપ્રિલ 1984, મૉસ્કો) : ભૌતિકશાસ્ત્રની નિમ્નતાપિકી (cryogenics) શાખામાં, 1978માં બીજા વૈજ્ઞાનિકો પેન્ઝિયાસ તથા વિલ્સન રૉબર્ટ વૂડ્રો સાથે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર રશિયન ભૌતિકશાસ્ત્રી. 1918 સુધી રશિયામાં પૅન્ટોગ્રેડમાં આવેલી પૉલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ મેળવ્યા બાદ ત્યાં જ વ્યાખ્યાતા તરીકે કામ કર્યુ.…

વધુ વાંચો >

કાર્નો ચક્ર: જુઓ ઉષ્માગતિશાસ્ત્ર

કાર્નો ચક્ર : જુઓ ઉષ્માગતિશાસ્ત્ર.

વધુ વાંચો >

કાર્નો, નિકોલસ લિયોનાર્દ સાદી

કાર્નો, નિકોલસ લિયોનાર્દ સાદી (જ. 1 જૂન 1796, પૅરિસ; અ. 24 ઑગસ્ટ 1832, પૅરિસ) : ઉષ્માયંત્રોના સિદ્ધાંત સાથે સંબંધ ધરાવનાર, ઉત્ક્રમણીય (reversible) આદર્શ કાર્નો ચક્ર(Carnot cycle)નું વર્ણન કરનાર ફ્રેન્ચ ઇજનેર તથા ભૌતિકશાસ્ત્રી. વિખ્યાત ફ્રેન્ચ ક્રાંતિવીર લાઝારે કાર્નોના જ્યેષ્ઠ પુત્ર થાય. તેમના જન્મ સમયે પૅરિસમાં, ઈરાનના શીરાઝ શહેરના મધ્યકાલીન કવિ અને…

વધુ વાંચો >

કાર્ય (યંત્રશાસ્ત્ર)

કાર્ય (યંત્રશાસ્ત્ર) : જડત્વ (inertia) વિરુદ્ધ કે અવરોધ (resistance) વિરુદ્ધ લાગતા બળ વડે, કોઈ પદાર્થમાં ઉત્પન્ન થતી અસર. આ અસર કાં તો વિકૃતિ(strain)માં પરિણમે અથવા તો પદાર્થમાં ગતિ ઉત્પન્ન કરે. વાસ્તવમાં, કુલ કાર્ય વહેંચાઈ જતું હોય છે. તેનો અમુક ભાગ જ ઉપયોગી નીવડે છે અને બાકીનો ભાગ ઘર્ષણનો વિરોધ કરવામાં…

વધુ વાંચો >

કાર્ય અને કાર્યપદ્ધતિ અભ્યાસ (work and method study)

કાર્ય અને કાર્યપદ્ધતિ અભ્યાસ (work and method study) : જુઓ, સમય અને ગતિઅભ્યાસ.

વધુ વાંચો >

કાલવિસ્તરણ

કાલવિસ્તરણ (time dilatation) : વિશિષ્ટ સાપેક્ષવાદ (special theory of relativity) અનુસાર, ઘડિયાળ પરત્વે સાપેક્ષ ગતિ ધરાવતા કોઈ અવલોકનકાર દ્વારા, નિર્ણીત થતું તે ઘડિયાળનું ‘ધીમું પડવું’. ધારો કે કોઈ અવલોકનકાર A જડત્વવાળી પ્રવેગવિહીન ગતિ ધરાવે છે. આપેલી કોઈક ઘટના સાથે, કઈ ઘટનાઓ એકીસમયે (simultaneously) ઉદભવે છે તે નિર્ણીત કરવા માટે તેની…

વધુ વાંચો >