Physics
સ્ટ્રીકલૅન્ડ, ડોના (Strickland, Donna)
સ્ટ્રીકલૅન્ડ, ડોના (Strickland, Donna) (જ. 27 મે, 1959, ગ્વેલ્ફ, ઑન્ટારિયો, કૅનેડા) : ઉચ્ચ-તીવ્રતા તથા અતિલઘુ પ્રકાશીય સ્પન્દનો ઉત્પન્ન કરવાની કાર્યપદ્ધતિ માટે 2018નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ જેરાર્ડ મોરો તથા આર્થર ઍશ્કિનને પ્રાપ્ત થયો હતો. મૅકમાસ્ટર યુનિવર્સિટી ઑવ્ હૅમિલ્ટન, ઑન્ટારિયોમાં…
વધુ વાંચો >સ્ટ્રોબોસ્કોપ
સ્ટ્રોબોસ્કોપ : તીવ્ર સ્ફુર-પ્રકાશ (flashing light) આપી તેની આવૃત્તિને ભ્રમણ કે કંપન ગતિ કરતા પદાર્થની કોઈ ગુણક આવૃત્તિ સાથે અથવા કોઈક બીજી આવર્તક ઘટના સાથે સમક્રમિત (synchronise) કરીને સ્થિરતાનું શ્ય ખડું કરે એવું ઉપકરણ. ઘણી વસ્તુઓની ગતિનું ફરીફરીને પુનરાવર્તન થાય છે; દા. ત., ઘરમાં વપરાતા પંખાનાં પાંખિયાંની ગતિ. સીવવાના સંચાની…
વધુ વાંચો >સ્તરીય પ્રવાહ
સ્તરીય પ્રવાહ : સમાંતર સ્તરો રૂપે ગતિ કરતા તરલ(fluid)નો સ્થિર (steady) પ્રવાહ. નિશ્ચિત જાડાઈના સ્તરો એકબીજામાં ખાસ સંમિશ્રિત થયા સિવાય એકબીજાની સાપેક્ષ ગતિ કરે છે. અહીં દરેક સ્તરમાં રહેલા પ્રત્યેક તરલ કણનો વેગ એકસરખો હોય તેવું જરૂરી નથી. સીધી સમક્ષિતિજ નળીમાં તરલની ગતિમાં પ્રત્યેક સ્તરમાં કણોનો વેગ જ્યાં સુધી ક્રાંતિક…
વધુ વાંચો >સ્થળાવકાશ (space)
સ્થળાવકાશ (space) : એકબીજાને લંબ એવી ત્રણ દિશાઓને લંબાવતાં (વિસ્તારતાં) મળતો વિશ્વને લગતો ગુણધર્મ. આ ગુણધર્મ–સ્થળાવકાશ–ને જુદા જુદા સંદર્ભે જાણી-જોઈ શકાય તેમ છે. ન્યૂટનની વિચારસરણી મુજબ સ્થળાવકાશ દ્રવ્ય (matter) ધરાવી શકે છે, પણ દ્રવ્ય સિવાય સ્થળાવકાશનું અસ્તિત્વ હોઈ શકે છે. વપરાશને કારણે (આધારે) સ્થળાવકાશનો વ્યાપક અર્થ બાહ્યાવકાશ થતો આવ્યો છે…
વધુ વાંચો >સ્થિત તરલની યાંત્રિકી (mechanics of static fluid)
સ્થિત તરલની યાંત્રિકી (mechanics of static fluid) : વિરામવાળા પ્રવાહી અને વાયુની યાંત્રિકી. પ્રવાહી અને વાયુ તરલ તરીકે ઓળખાય છે. તરલ એવો પદાર્થ છે જે વહી શકે છે. આથી ‘તરલ’ શબ્દમાં પ્રવાહીઓનો અને વાયુઓનો સમાવેશ થાય છે. આવાં વર્ગીકરણ હંમેશાં સ્પષ્ટ હોતાં નથી. કાચ અને ડામર જેવાં કેટલાંક તરલો એટલાં…
વધુ વાંચો >સ્થિતિજ ઊર્જા
સ્થિતિજ ઊર્જા : સ્થાન કે અવસ્થાને કારણે પદાર્થની ઊર્જા પદાર્થને પ્રમાણભૂત અવસ્થા(configuration)માંથી વર્તમાન સ્થિતિમાં લાવવા માટે તેના ઉપર કરવા પડતા કાર્યને પણ સ્થિતિજ (potential) ઊર્જા કહે છે. યંત્રશાસ્ત્રમાં ઊર્જાનું મહત્વ ઘણું છે. પદાર્થની ગતિ સાથે સંકળાયેલી ઊર્જાને ગતિ-ઊર્જા કહે છે. તેવી જ રીતે ઊર્જાનું બીજું અગત્યનું સ્વરૂપ ગતિ દરમિયાન પદાર્થના…
વધુ વાંચો >સ્થિતિશાસ્ત્ર (statics)
સ્થિતિશાસ્ત્ર (statics) : દૃઢ (rigid) પદાર્થ ઉપર બળોના સમતોલન(equillibrium)નો સિદ્ધાંત. તે યંત્રશાસ્ત્ર(mechanics)ની એક શાખા છે. બીજી રીતે સ્થિર કે અચળ ગતિ કરતા પદાર્થ ઉપર લાગતાં બળોની અસરનું વિજ્ઞાન છે. સ્થિર કે અચળ ગતિ અને એક જ દિશા ધરાવતા પદાર્થ સાથે સ્થિતિશાસ્ત્ર નિસબત ધરાવે છે. આવો પદાર્થ સમતોલનમાં હોય છે. સ્થિતિશાસ્ત્રનો,…
વધુ વાંચો >સ્થિતિ(સ્થાન)-સદિશ (position vector)
સ્થિતિ(સ્થાન)-સદિશ (position vector) : યંત્રશાસ્ત્રમાં, કણના ગતિપથ ઉપરના કોઈક બિંદુ અને સંદર્ભબિંદુને જોડતી રેખા કે સદિશ. અવકાશમાં કોઈ એક બિંદુ Pનું સ્થાન નિરપેક્ષ રીતે દર્શાવી શકાતું નથી. P બિંદુનું સ્થાન દર્શાવવા માટે કોઈ એક સંદર્ભતંત્રનો આધાર લેવો પડે છે. એ સંદર્ભતંત્રના ઊગમબિંદુ O અને P બિંદુને જોડતા સદિશ ને તે…
વધુ વાંચો >સ્થિર તરંગ (standing wave)
સ્થિર તરંગ (standing wave) : દોલનો કે કંપનો જે અવકાશમાં ગતિ કરતાં ન હોય તેથી પ્રત્યેક બિંદુ કોઈ પણ ફેરફાર સિવાય દોલન કે ગતિ કરે તેવી તરંગ-ગતિ. સમાન તરંગલંબાઈવાળા બે તરંગોનો કંપવિસ્તાર (amplitude) સમાન હોવો જોઈએ, તેમની આવૃત્તિ (frequency) સમાન હોવી જોઈએ અને પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન વેગથી ગતિ કરી…
વધુ વાંચો >સ્થૂલ પ્રત્યાસ્થ ગુણાંક (bulk elasticity modulus)
સ્થૂલ પ્રત્યાસ્થ ગુણાંક (bulk elasticity modulus) : હૂકના નિયમનું પાલન કરતા પદાર્થ માટે પ્રતિબળ (stress) અને વિકૃતિ(strain)નો ગુણોત્તર. સ્થિતિસ્થાપકતા એ દ્રવ્યનો અગત્યનો યાંત્રિક ગુણધર્મ છે. આવો ગુણધર્મ આંતર-અણુ અથવા પરમાણુ બળો અને પદાર્થના સ્ફટિક બંધારણ પર આધાર રાખે છે. સ્થૂલ પ્રત્યાસ્થ ગુણાંક (કદ સ્થિતિસ્થાપકતા અંક) B : જ્યારે પદાર્થ પર…
વધુ વાંચો >