Physics

સિરોહી, રાજપાલ સિંહ

સિરોહી, રાજપાલ સિંહ (જ. 7 એપ્રિલ 1943) : આંતરરાષ્ટ્રીય ઑપ્ટિકલ સાયન્ટિસ્ટ તથા ટૅકનૉલૉજિસ્ટ. તેઓ આઈ.આઈ.ટી. દિલ્હીના નિર્દેશક હતા. તેમણે 1964માં આગરા વિશ્વવિદ્યાલયમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકોત્તર તથા ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, દિલ્હીમાંથી ઍપ્લાઇડ ઑપ્ટિક્સમાં પોસ્ટ-એમ.એસસી. તેમજ ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, મદ્રાસ(ચેન્નાઈ)ના મિકૅનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં 1971-1979 સુધી આસિસ્ટંટ પ્રોફેસર…

વધુ વાંચો >

સિંક્રોટ્રૉન

સિંક્રોટ્રૉન : ઇલેક્ટ્રૉન અને પ્રોટૉનને ઉચ્ચ ઊર્જાએ પ્રવેગિત કરતી પ્રયુક્તિ. તે એક પ્રકારનું કણ-પ્રવેગક (accelerator) છે, જે કણોને વર્તુળાકાર કક્ષામાં ગતિ કરાવે છે. પારમાણ્વિક ન્યૂક્લિયસની સંરચના તથા તેમાં પ્રવર્તતાં બળોનો અભ્યાસ કરવા માટે ભૌતિક વિજ્ઞાનીઓ સિંક્રોટ્રૉનનો ઉપયોગ કરતા હોય છે. સામાન્ય રીતે બીટાટ્રૉન એક ચક્રીય પ્રવેગક છે; જેના ચુંબકીય પ્રેરણ…

વધુ વાંચો >

સિંક્રોટ્રૉન-વિકિરણ

સિંક્રોટ્રૉન–વિકિરણ : ચુંબકીય અવમંદક વિકિરણ (magnetic bremsstrahlung) : પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં સાપેક્ષિકીય (relativistic) ઝડપે પ્રવેગી ગતિ કરતો ઉચ્ચ ઊર્જાવાળો વિદ્યુતભારિત કણ વિદ્યુત-ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર પથમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણ આવું વિકિરણ પેદા કરે છે. ઉદાહરણ રૂપે, સિંક્રોટ્રૉનમાં આવું વિકિરણ ઉત્સર્જિત થાય છે. આવા વિકિરણમાં માઇક્રો-તરંગોથી…

વધુ વાંચો >

સિંહ, લાલજી

સિંહ, લાલજી (ડૉ.) (જ. 5 જુલાઈ 1947, જૌનપુર, ભારત; અ. 10 ડિસેમ્બર 2017, વારાણસી, ઉત્તરપ્રદેશ, ભારત) : સેન્ટર ફોર સેલ્યુલર ઍન્ડ મોલેક્યુલર બાયૉલૉજી, હૈદરાબાદના નિર્દેશક. તેઓએ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય, વારાણસીથી એમ.એસસી. તથા પીએચ.ડી.ની પદવીઓ મેળવી હતી. તેઓ લિંગ-નિર્ધારણ કે અણુ-જૈવિક આધાર, ડી.એન.એ. અંગુલિછાપ (finger-print), માનવપ્રકૃતિ વિશ્લેષણ, વન્યજીવ ન્યાયિક વિજ્ઞાન અને…

વધુ વાંચો >

સીગમાન, કેઇ માન બૉર્જ

સીગમાન, કેઇ માન બૉર્જ (Siegbahn, Kai Manne Borje) (જ. 20 એપ્રિલ, 1918 લૂન્ડ, સ્વીડન અ. 20 જુલાઈ, 2007 એન્જલહોમ, સ્વીડન) : ફોટો ઇલેક્ટ્રૉન સ્પેક્ટ્રોસ્કોપીની પદ્ધતિ વિકસાવવા માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા નિકોલાસ બ્લૂમ્બર્ગન અને આર્થર લિયૉનાર્દ સ્કાઉલો વચ્ચે વિભાજિત થયો હતો. સીગમાને 1944માં યુનિવર્સિટી…

વધુ વાંચો >

સીગ્બાહન કાર્લ માને જ્યૉર્જ (Siegbahn Carl Manne George)

સીગ્બાહન, કાર્લ માને જ્યૉર્જ (Siegbahn, Carl Manne George) (જ. 3 ડિસેમ્બર 1886, ઑરેબ્રો (Oerebro), સ્વીડન; અ. 26 સપ્ટેમ્બર 1978, સ્ટૉકહોમ) : X-કિરણ વર્ણપટવિજ્ઞાન-(spectroscopy)ના ક્ષેત્રે શોધો અને સંશોધન કરવા બદલ વર્ષ 1924નો નોબેલ પુરસ્કાર મેળવનાર સ્વીડિશ ભૌતિકવિજ્ઞાની. ઉચ્ચ શાલેય શિક્ષણ મેળવ્યા બાદ, 1906માં તેમણે લુંદ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. અહીં સંશોધન કરીને…

વધુ વાંચો >

સીપી (CP) ઉલ્લંઘન

સીપી (CP) ઉલ્લંઘન : સંયુક્તપણે વિદ્યુતભાર (C) અને સમતા (P)ના સંરક્ષણના નિયમનો ભંગ થતો હોય તેવી ન્યૂક્લિયર પ્રક્રિયા. તમામ ન્યૂક્લિયર પ્રક્રિયાઓમાં વિદ્યુતભાર(charge)નું સંરક્ષણ થાય છે અને તેમાં કોઈ અપવાદ હજુ સુધી જોવા મળ્યો નથી. સમતા(parity)નો સિદ્ધાંત દર્શાવે છે કે જગત (world) અને તેના દર્પણ-પ્રતિબિંબ (mirror image) વચ્ચે સમમિતિ (symmetry) પ્રવર્તે…

વધુ વાંચો >

સીબૅક અસર

સીબૅક અસર : જુદી જુદી બે ધાતુઓનાં જંક્શનોને અસમાન તાપમાને રાખતાં વિદ્યુત-ચાલક બળ (electro motive force – EMF) પેદા થવાની ઘટના. તેની શોધ સીબૅકે 1821માં કરી હતી. આવી રચનામાં વિદ્યુત-ચાલક બળને લીધે પરિપથમાં વિદ્યુત-પ્રવાહનું વહન થાય છે. આવી ગોઠવણીને થરમૉકપલ (thermocouple) કહે છે અને આ ઘટનાને સીબૅક અસર કહે છે.…

વધુ વાંચો >

સીમાસ્તર (boundary layer)

સીમાસ્તર (boundary layer) : ઘન સીમાઓ નજીક શ્યાનતા(સ્નિગ્ધતા – viscosity)નું મહત્વ ધરાવતા તરલનું પાતળું સ્તર. ઘન સીમાના સંદર્ભમાં જો ઓછી શ્યાનતાવાળું તરલ (જેવું કે હવા, પાણી) સાપેક્ષ ગતિ ધરાવે તો સીમાઓથી ઘણે દૂર ઘર્ષણ-અવયવ (friction factor) જડત્વીય અવયવ(inertial factor)ની સરખામણીમાં નગણ્ય હોય છે, જ્યારે સીમાની નજીક ઘર્ષણ-અવયવ નોંધપાત્ર હોય છે.…

વધુ વાંચો >

સુગલન(ગલન-ક્રાંતિક eutectic)-બિંદુ

સુગલન(ગલન–ક્રાંતિક, eutectic)-બિંદુ : પ્રવાહી અવસ્થામાં એકબીજામાં દ્રાવ્ય હોય તેવા બે અથવા વધુ પદાર્થો (સામાન્ય રીતે ધાતુઓ) ધરાવતી પ્રણાલીનું એવું ન્યૂનતમ તાપમાન કે જ્યારે પ્રવાહીમાંથી એક અથવા બીજો ઘટક ઘન સ્વરૂપે અલગ પડવાને બદલે સમગ્ર જથ્થો એક ઘટક હોય તે રીતે ઠરી જાય. આ સમયે મિશ્રણનું જે સંઘટન હોય તેને સુગલનસંઘટન…

વધુ વાંચો >