Petrology-the branch of geology dedicated to the study of rocks-encompassing their origin and their descriptive characteristics.

ખડકવિદ્યા

ખડકવિદ્યા : ખડકોના પદ્ધતિસરના અભ્યાસ માટેની એક શાખા. તેમાં પૃથ્વીના બંધારણમાં રહેલા વિવિધ પ્રકારના ખડકોની ઉત્પત્તિ (petrogenesis) તેમજ તેમનાં રાસાયણિક, ખનિજીય અને કણરચનાત્મક લક્ષણોને સ્પર્શતા વર્ણનાત્મક અભ્યાસ (petrography)નો સમાવેશ થાય છે. ખડકવિદ્યાના પણ ત્રણ પેટા વિભાગો છે જેવા કે અગ્નિકૃત ખડકવિદ્યા, જળકૃત ખડકવિદ્યા અને વિકૃત ખડકવિદ્યા. વ્રિજવિહારી દીનાનાથ દવે

વધુ વાંચો >