Indravāyū – a Sanskrit compound consisting of the terms indra and vāyū (वायू).
ઇન્દ્રવાયૂ
ઇન્દ્રવાયૂ : ઋગ્વેદનાં 7 સૂક્તોમાં સંબોધિત આ દેવતાયુગ્મ. તેમનું મહદંશે, સોમપાન માટે (सोमस्य पीतये) (1, 23, 2) આવાહન કરવામાં આવે છે. शवस्पती, सहस्राक्ष, धियस्पती જેવાં વિશેષણો ધરાવતા આ દેવો સ્તોતાઓને યુદ્ધમાં સહાય કરે છે અને જીવનોપયોગી સંપત્તિનું પ્રદાન કરે છે. જયાનંદ દવે
વધુ વાંચો >