History of India
દાર્જિલિંગ
દાર્જિલિંગ : પશ્ચિમ બંગાળનો જિલ્લો તથા જિલ્લામથક. ભારતનું જાણીતું પર્યટનસ્થળ, પશ્ચિમ બંગાળ રાજ્યનું ઉનાળુ પાટનગર તથા ગુરખા સ્વાયત્ત પરિષદનું વહીવટી મથક. તિબેટી ભાષામાં ‘દાર્જેલિંગ’ એટલે કે ‘વીજળીનો ભયંકર કડાકો’ શબ્દ પરથી આ સ્થળને તે નામ આપવામાં આવ્યું છે. ભૌગોલિક સ્થાન : 26° 50’ ઉ અ. અને 88° 20’ પૂ. રે.. …
વધુ વાંચો >દાસ, ચિત્તરંજન (દેશબંધુ)
દાસ, ચિત્તરંજન (દેશબંધુ) (જ. 5 નવેમ્બર 1870, કૉલકાતા, બંગાળ; અ. 16 જૂન 1925, દાર્જિલિંગ) : ‘દેશબંધુ’ તરીકે જાણીતા બંગાળના પીઢ રાષ્ટ્રીય નેતા. તેમનો અભ્યાસ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં પૂરો કરીને (1890) આઇ.સી.એસ.ની પરીક્ષા માટે ઇંગ્લૅન્ડ ગયા. પરંતુ તેમાં સફળતા ન મળતાં ઇનર ટેમ્પલમાંથી કાયદાની પરીક્ષા પાસ કરીને બૅરિસ્ટર થયા (1894). તેમના…
વધુ વાંચો >દાંડીકૂચ
દાંડીકૂચ (12 માર્ચ 1930 – 5 એપ્રિલ 1930; મીઠાનો સત્યાગ્રહ : 6 એપ્રિલ 1930) : પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની કાયદેસરતાને સંપૂર્ણ અહિંસક રીતે પડકારતી ગાંધીજીની ઐતિહાસિક કૂચ. ભારતના સ્વાતંત્ર્ય આંદોલનના ઇતિહાસમાં 1930ના વર્ષમાં બ્રિટિશ શાસનના અસ્તિત્વને પડકારવા ગાંધીજીએ તેમના 79 સાથીઓ સાથે અમદાવાદના હરિજન આશ્રમથી (12 માર્ચ)…
વધુ વાંચો >દિદ્દા
દિદ્દા (દશમી સદીનો ઉત્તરાર્ધ) : સુપ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન અભિનવગુપ્તના પૌત્ર પર્વગુપ્તથી શરૂ થયેલા કાશ્મીરના એક રાજવંશની રાજમાતા અને ક્ષેમગુપ્ત(950)ની પત્ની. લોહર પ્રદેશના રાજા ખશ સિંહરાજની આ કુંવરી મહત્વાકાંક્ષી, ખટપટી, મેધાવી અને પ્રતિભાવંત હતી. ક્ષેમગુપ્ત આઠ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યો ત્યારે તેનો પુત્ર અભિમન્યુ સગીર હતો. આથી રાજમાતા દિદ્દાએ વાલી…
વધુ વાંચો >દિમિત્ર
દિમિત્ર (ઈ. સ. પૂ. ત્રીજી સદી) : એઉથીદિમનો પુત્ર અને બૅક્ટ્રિયાનો રાજા. ભારત અને બૅક્ટ્રિયાના રાજકીય ઇતિહાસમાં દિમિત્રનું યોગદાન ધ્યાનાર્હ રહ્યું છે. સિકંદર પછી ભારતમાં સિંધુ નદીની પૂર્વમાં ગ્રીક સત્તાને પ્રસારવા માટે દિમિત્ર જવાબદાર હતો. એના રાજ્યઅમલ દરમિયાન ભારતનો ગ્રીસ સાથેનો રાજકીય તેમજ સાંસ્કૃતિક સંબંધ ગાઢ બન્યો હતો. જોકે ભારતમાંની…
વધુ વાંચો >દિલ્હી
દિલ્હી : ભારતનું પાટનગર. 1956માં તે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું તથા 1991માં નૅશનલ કૅપિટલ ટેરિટરી ઍક્ટ અન્વયે તેને રાજ્યનો વિશિષ્ટ દરજ્જો અને વિધાનસભા બક્ષવામાં આવ્યાં. ત્યારથી તે દિલ્હી રાજ્યનું પણ પાટનગર છે. આ રાજ્ય 28° 23’ થી 28° 55’ ઉ. અ. અને 76° 05’થી 77° 25’ પૂ. રે. પર આવેલું છે.…
વધુ વાંચો >દિલ્હી દરબાર
દિલ્હી દરબાર : બ્રિટનનાં રાજા-રાણીના રાજ્યાભિષેક પ્રસંગે ભારતમાં વિવિધ સમયે યોજાયેલા દરબાર. ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન ડિઝરાયલીના અમલ દરમિયાન બ્રિટિશ પાર્લમેન્ટે ઈ. સ. 1876માં રૉયલ ટાઇટલ્સ ઍક્ટ પસાર કરીને ઇંગ્લૅન્ડની રાણી વિક્ટોરિયાને ‘કૈસરે હિન્દ’ એટલે કે ભારતની સમ્રાજ્ઞીનો ઇલકાબ આપ્યો. ભારતના તત્કાલીન વાઇસરૉય લૉર્ડ લિટને રાણી વિક્ટોરિયા દ્વારા ‘કૈસરે હિન્દ’નો ખિતાબ…
વધુ વાંચો >દિલ્હી સલ્તનત
દિલ્હી સલ્તનત કુત્બુદ્દીન અયબેક (1206–1210) : કુત્બુદ્દીન અયબેકને શિહાબુદ્દીન મોહમ્મદ ગોરીએ ગુલામ તરીકે ખરીદ્યો હતો. તેના પ્રશંસનીય ગુણોને લીધે શિહાબુદ્દીને તેને લશ્કરની ટુકડીનો નાયક બનાવી અમીરોના વર્ગમાં દાખલ કર્યો અને ‘અમીરે આખૂર’ (શાહી તબેલાનો દારોગો) નીમ્યો. અયબેકે પોતાના માલિક સાથે રહીને ઘણી લડાઈઓમાં મહત્વપૂર્ણ કામગીરી કરી. ચૌહાણ રાજા પૃથ્વીરાજ સાથે…
વધુ વાંચો >દિવાકર (ઐક્ષ્વાકુ)
દિવાકર (ઐક્ષ્વાકુ) : મનુ વૈવસ્વતના પુત્ર ઇક્ષ્વાકુએ અયોધ્યામાં પ્રવર્તાવેલો રાજવંશ. આ વંશમાં કકુત્સ્થ, માન્ધાતા, હરિશ્ચંદ્ર, સગર, ભગીરથ, દિલીપ, રઘુ, દશરથ અને રામ જેવા અનેક પ્રતાપી રાજાઓ થયા. પાંડવો અને શ્રીકૃષ્ણના સમયમાં આ વંશમાં બૃહદબલ નામે રાજા થયા, જે ભારતયુદ્ધમાં મરાયા હતા. બૃહદબલ પછી આ વંશમાં બૃહત્ક્ષય, ઉરુક્ષય, વત્સવ્યૂહ અને પ્રતિવ્યોમ…
વધુ વાંચો >દિવાકર, રંગા રાવ
દિવાકર, રંગા રાવ (રંગનાથ) (જ. 30 સપ્ટેમ્બર 1894, મડીહાલ, કર્ણાટક; અ. 16 જાન્યુઆરી 1990, બૅંગાલુરુ) : સંયુક્ત કર્ણાટકના સ્થાપક અને ગાંધીવાદી વિચારક. પિતા રામચંદ્ર વેંકટેશ અને માતા સીતા. નિમ્ન મધ્યમવર્ગીય પરિવારના રામચંદ્ર વેંકટેશ રેલવેમાં એક સામાન્ય કર્મચારી હતા. તે રૂઢિચુસ્ત બ્રાહ્મણ હોઈને પોતાનાં સંતાનોને પારંપરિક રીતે ઉછેર્યાં. સંતાનોમાં રંગા રાવ…
વધુ વાંચો >