History of Gujarat

અહમદશાહનો રોજો

અહમદશાહનો રોજો : અમદાવાદમાં માણેકચોકમાં જામે મસ્જિદની પૂર્વે બાદશાહના હજીરાના નામે ઓળખાતો રોજો. તે બહુ મોટા નહિ તેવા વંડામાં આશરે 26.8 મીટર ચોરસ પીઠ પર બંધાયેલો છે. મધ્યમાં મોટો ખંડ અને ચારે ખૂણે ફરતા નાના ચાર ચોરસ ખંડ અને તેમની વચ્ચે પરસાળ છે. વચલા ખંડ પર સ્થાનિક હિંદુજૈન શૈલીનો સપ્રમાણ…

વધુ વાંચો >

અહવાલે સરકારે ગાયકવાડ

અહવાલે સરકારે ગાયકવાડ : વડોદરાના ગાયકવાડ રાજાઓનો તેમના રાજ્યના આરંભથી ઈ. સ. 1818 સુધીનો સંક્ષિપ્ત ઇતિહાસ. તેના કર્તા મુનશી સારાભાઈ બાપાભાઈ મહેતા છે, જે ભોળાનાથના પિતા અને મહાન ગુજરાતી સાહિત્યકાર નરસિંહરાવ દિવેટિયાના પિતામહ થાય છે. આ ઇતિહાસમાં મરાઠાકાલીન ગુજરાત વિશે માહિતી મળે છે. ઝિયાઉદ્દીન અ. દેસાઈ

વધુ વાંચો >

અંધૌ

અંધૌ : કચ્છ જિલ્લાનું એક ઐતિહાસિક ગામ. આ ગામેથી ક્ષત્રપ વંશના કાર્દમક કુળના છ શિલાલેખો મળ્યા છે : શક વર્ષ 11,52 અને 114 જે આવૃત, છે રુદ્રદામા 1લો અને રુદ્રસિંહ 1લાના છે. સો વર્ષના સમયગાળાના આ લેખોથી અંધૌનું રાજકીય મહત્વ સમજાય છે. સંભવ છે કે ક્ષત્રપ કાલમાં અંધૌ જિલ્લાનું (આહારનું)…

વધુ વાંચો >

અંબારામ મહારાજ

અંબારામ મહારાજ (જ. ઈ. સ. 1863, અનગઢ, જિ. વડોદરા; અ. 1933, ધર્મજ) : આત્મજ્ઞાની સિદ્ધ પુરુષ. મહીનદીને કાંઠે આવેલા અનગઢ ગામમાં સોળ વર્ષની વયે ભગવાનદાસ નામના સિદ્ધ પુરુષનો સમાગમ થતાં સાધનાના માર્ગે પ્રસ્થાન કર્યું અને એ માટે વતનનો ત્યાગ કરીને ધર્મજમાં જઈ એકાંતવાસ કર્યો. લોકોએ તેમને મઢી બનાવી આપી. ધર્મજમાં…

વધુ વાંચો >

અંબાલાલ સારાભાઈ

અંબાલાલ સારાભાઈ (જ. 23 ફેબ્રુઆરી 1890, ચંદ્રસૂરજ મહેલ, ખાનપુર, અમદાવાદ; અ. 13 જુલાઈ 1967) : ભારતના વિખ્યાત ઉદ્યોગપતિ અને અમદાવાદ શહેરના અગ્રગણ્ય નાગરિક. વ્યક્તિગૌરવ, વ્યક્તિસ્વાતંત્ર્ય તથા વ્યક્તિવિકાસ – આ ત્રણ સિદ્ધાંતોમાં અટળ શ્રદ્ધા અને તેને અનુરૂપ જીવનવ્યવહારની ગોઠવણ કરેલી. સમાજ કે જ્ઞાતિના જે રિવાજો બુદ્ધિગમ્ય ન હોય, વિકાસને રૂંધનારા હોય,…

વધુ વાંચો >

આઝમખાનની સરાઈ

આઝમખાનની સરાઈ (1637) : શાહજહાંના સમયના ગુજરાતના સૂબેદાર આઝમખાને અમદાવાદમાં બંધાવેલી સરાઈ. આ સરાઈ અમદાવાદના ભદ્રના કિલ્લાના મેદાને શાહ તરફ પડતા દરવાજાના અનુસંધાનમાં દક્ષિણ તરફ પડતા ખૂણામાં બંધાવી હતી. 72 મીટર લાંબી અને 63 મીટર પહોળી આ વિશાળ ઇમારતની ઉત્તરની પાંખ સદરહુ દરવાજાની દક્ષિણ દીવાલ સાથે સહિયારી હતી. સરાઈનું ભવ્ય…

વધુ વાંચો >

આઝમ-મુઆઝમનો રોજો

આઝમ–મુઆઝમનો રોજો : અમદાવાદમાં વાસણા પાસે સરખેજ જવાના માર્ગ પર આવેલો રોજો. આઝમખાં અને મુઆઝમખાં નામના બે ખુરાસાની ભાઈઓ હતા. તેઓ મહમૂદ બેગડાના સમયના અચ્છા તીરંદાજ હતા. આ બે ભાઈઓ સરખેજના રોજાના મિસ્ત્રીઓ હતા. એવી કિંવદંતી છે કે એ બાંધકામ દરમિયાન તેમણે ખોટી રીતે લાભ મેળવી પોતાનો રોજો બાંધ્યો હતો.…

વધુ વાંચો >

આણદાબાવા સેવા સંસ્થાન

આણદાબાવા સેવા સંસ્થાન : ગરીબો અને અનાથોની સેવા કરનારી જામનગરની જૂનામાં જૂની સંસ્થા. તેની સ્થાપના આણદાબાવા નામના સંતે ઈ. સ. 1691માં કરી હતી. મૂળમાં સૌરાષ્ટ્રમાં ધોરાજીના સોની જ્ઞાતિમાં થયેલા આણદાજીને નાનપણથી દરિદ્રોની સેવા કરવાની લગની લાગી હતી. ઉરમાં વૈરાગ્ય વધતાં તેઓ ઘર છોડીને હરસિદ્ધ-માતાના સ્થાનકમાં જઈ આત્મચિંતન કરતા રહ્યા. કોઈ…

વધુ વાંચો >

આત્મારામ ભૂખણ

આત્મારામ ભૂખણ : સત્તરમા સૈકાના અંતમાં સૂરતમાં શરૂ થયેલી શરાફી પેઢી. આ પેઢીના સ્થાપક વનમાળીદાસ મૂળ અમદાવાદના હતા, પણ સત્તરમા સૈકામાં સૂરત બંદર અને નગર વ્યાપારી અને શરાફી પ્રવૃત્તિઓથી ધબકતું હોઈ વનમાળીદાસે અમદાવાદથી સૂરતમાં સ્થળાંતર કર્યું હોવાનો સંભવ છે. વનમાળીદાસ, આત્મારામ, આત્મારામના બે પુત્રો : દયારામ અને ઝવેરચંદ, ઝવેરચંદના પુત્ર…

વધુ વાંચો >

આનર્તપુર

આનર્તપુર : જુઓ, આનંદપુર

વધુ વાંચો >