Cumbrian Mountains -A domed mountain range in the north-west of England- the highest point in England.

કુમ્બ્રિયન પર્વતો

કુમ્બ્રિયન પર્વતો : ઇંગ્લૅન્ડના વાયવ્ય ભાગમાં આવેલું ગુંબજાકાર પર્વતીય ક્ષેત્ર. તે કેલિડોનિયન ગિરિનિર્માણક્રિયાથી રચાયેલા છે. તેનો મધ્યનો ભાગ વિશેષત: ઓર્ડોવિસિયન અને સાઇલ્યુરિયન કાળના પ્રાચીન ખડકોનો બનેલો છે. સ્કેફેલ તેનું ઊંચામાં ઊંચું શિખર આશરે 980 મી. જેટલું છે. વિન્ડરમિયર તેનું મોટામાં મોટું સરોવર છે. ઇડેન, ડરવેન્ટ, લુને, લાઉડર અને સેન્ટર જૉન…

વધુ વાંચો >