અખાના છપ્પા : છ-ચરણી (ક્વચિત્ આઠ ચરણ સુધી ખેંચાતી) ચોપાઈનો બંધ ધરાવતા અને વેશનિંદા, આભડછેટ, ગુરુ વગેરે 45 અંગોમાં વહેંચાઈને 755 જેટલી સંખ્યામાં મળતા અખા ભગતકૃત છપ્પા. એમાં વિધાયક તત્ત્વવિચારની સામગ્રી ભરપૂર છે, છતાં એની લોકપ્રિયતા વિશેષપણે એમાંનો નિષેધાત્મક ભાગ, જેમાં ધાર્મિક–સાંસારિક આચારવિચારોનાં દૂષણોનું વ્યંગપૂર્ણ નિરૂપણ મળે છે, તેને કારણે…
વધુ વાંચો >