Chemistry

નૉરિશ, રૉનાલ્ડ જ્યૉર્જ રેફર્ડ

નૉરિશ, રૉનાલ્ડ જ્યૉર્જ રેફર્ડ (જ. 9 નવેમ્બર 1897, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 7 જૂન 1978, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : સ્ફૂર પ્રકાશઅપઘટન (flash photolysis) તથા ગતિજ સ્પેક્ટ્રમિતિવિજ્ઞાનના પ્રણેતા અને નોબેલ પુરસ્કારના સહવિજેતા કેમ્બ્રિજ બ્રિટિશ રસાયણવિદ. પર્સેસ્કૂલ, કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યા બાદ નૉરિશ ઇમૅન્યુઅલ કૉલેજમાં રસાયણના અભ્યાસ માટે જોડાયા. પ્રથમ વિશ્વવિગ્રહ દરમિયાન લશ્કરમાં જોડાવાથી તથા…

વધુ વાંચો >

નૉર્થ્રપ, જૉન હાવર્ડ

નૉર્થ્રપ, જૉન હાવર્ડ (જ. 5 જુલાઈ 1891, યોકર્સ, ન્યૂયૉર્ક; અ. 27 મે 1987, વિકેનબર્ગ, ઍરિઝોના, યુ.એસ.) : અનેક ઉત્સેચકોને સ્ફટિકમય સ્વરૂપમાં મેળવનાર 1946ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન જૈવરસાયણવિદ. નૉર્થ્રપના પિતા કોલમ્બિયા યુનિવર્સિટીમાં ઇન્સ્ટ્રક્ટર હતા અને અવસાનના થોડા સમય પહેલાં પ્રયોગશાળામાં થયેલા જીવલેણ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા હતા. તેમનાં માતા એલિસ…

વધુ વાંચો >

નોલ્સ, વિલિયમ સ્ટૅન્ડિશ (Knowles, William Standish)

નોલ્સ, વિલિયમ સ્ટૅન્ડિશ (Knowles, William Standish) (જ. 1 જૂન 1917, ટૉનટન(Taunton), મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 13 જૂન 2012, ચેસ્ટરફિલ્ડ, મિસૌરી, યુ.એસ.) : અમેરિકન રસાયણવિદ અને 2001ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. શરૂઆતમાં શાળાકીય શિક્ષણ માટે શેફિલ્ડ, મૅસચૂસેટ્સની બર્કશાયર સ્કૂલ(Berkshire School)માં દાખલ થયેલા. ત્યાં તેમણે સારી પ્રગતિ કરી હતી અને કૉલેજ બોર્ડ…

વધુ વાંચો >

ન્યૂક્લિયર મૅગ્નેટિક રેઝનન્સ (N.M.R.) (નાભિકીય ચુંબકીય અનુનાદ) (રસાયણશાસ્ત્ર)

ન્યૂક્લિયર મૅગ્નેટિક રેઝનન્સ (N.M.R.) (નાભિકીય ચુંબકીય અનુનાદ) (રસાયણશાસ્ત્ર) હાર્વર્ડના પર્સેલ તથા સ્ટૅનફૉર્ડના બ્લૉખ દ્વારા 1946માં એકબીજાથી સ્વતંત્ર રીતે વિકસાવાયેલ પરમાણુકેન્દ્રના ચુંબકીય ગુણધર્મો પર આધારિત વિશ્લેષણની અતિ મહત્વની પદ્ધતિ. તેના દ્વારા ચોક્કસ પરિસ્થિતિમાં રેડિયો-આવૃત્તિ પરિસર(radio-frequency range)ના તરંગો વાપરીને કાર્બનિક તેમજ જૈવિક સંયોજનોની સંરચના અંગેની વિગતપૂર્ણ માહિતી મળી શકે છે. રેડિયો-સ્પેક્ટ્રમિતીય પ્રવિધિના…

વધુ વાંચો >

ન્યૂક્લિયર રસાયણ (nuclear chemistry)

ન્યૂક્લિયર રસાયણ (nuclear chemistry) : પરમાણુના કેન્દ્ર(નાભિક)માં થતા ફેરફાર અથવા કેન્દ્રના રૂપાંતરણ (transformation) સાથે સંકળાયેલ રસાયણવિજ્ઞાનની શાખા. તેમાં સ્વયંભૂ (spontaneous) અને પ્રેરિત (induced) વિકિરણધર્મિતા (radioactivity), નાભિકો(nuclei)નાં ખંડન (fission) અથવા વિપાટન (splitting) અને તેમનાં સંગલન (fusion) અથવા સમ્મિલન(union)નો તેમજ પ્રક્રિયા-નીપજોના ગુણધર્મો, તેમના વર્તન તથા અલગીકરણ અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. ન્યૂક્લિયર…

વધુ વાંચો >

ન્યૂક્લીઇક ઍસિડ

ન્યૂક્લીઇક ઍસિડ સજીવોમાં આનુવંશિક લક્ષણોની જાળવણી, અભિવ્યક્તિ (expression) અને સંચારણ સાથે સંકળાયેલાં એક પ્રકારનાં સંકીર્ણ સંયોજનો. તેઓ સામાન્ય રીતે પ્રોટીન સાથે પરિબદ્ધ થઈ ન્યૂક્લિયોપ્રોટીન બનાવે છે. 1869માં યુવાન સ્વિસ કાયચિકિત્સક (physician) ફ્રિડિશ માયશરે પરુમાં રહેલા શ્વેતકણોમાંથી કોષકેન્દ્રો પ્રાપ્ત કરવા તેમને હાઇડ્રોક્લોરિક ઍસિડની ચિકિત્સા આપતાં પ્રાપ્ત થયેલા અવક્ષેપોમાં કાર્બન, હાઇડ્રોજન, ઑક્સિજન,…

વધુ વાંચો >

પરક્લોરિક ઍસિડ (HClO4)

પરક્લોરિક ઍસિડ (HClO4) :  એક પ્રબળ ઉપચયનકારક ઍસિડ. પોટૅશિયમ પરક્લોરેટને 96 % જલદ સલ્ફયુરિક ઍસિડ સાથે આંશિક શૂન્યાવકાશમાં 140° – 190° સે. તાપમાને તૈલતાપક દ્વારા નિસ્યંદિત કરવાથી મેળવવામાં આવે છે. સાંદ્ર ઍસિડનું મૅગ્નેશિયમ પરક્લોરેટની હાજરીમાં નિસ્યંદન કરવાથી નિર્જળ ઍસિડ મળે છે. પરક્લોરિક ઍસિડ રંગવિહીન, ધૂમાયમાન, જળશોષક પ્રવાહી છે તથા સંકેન્દ્રિત…

વધુ વાંચો >

પરમાણુ-ક્રમાંક

પરમાણુ–ક્રમાંક : તત્ત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રાથમિક ધનવીજભારીય કણો(પ્રોટૉન)ની સંખ્યા. સંજ્ઞા Z. વીજતટસ્થ પરમાણુ માટે, તેના નાભિકની ફરતે વિવિધ કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રૉનોની સંખ્યા પણ પ્રોટૉન જેટલી જ હોય છે. આ સંખ્યા આવર્તક કોષ્ટકમાં તત્ત્વનું સ્થાન દર્શાવવા ઉપરાંત તેના ગુણધર્મો નક્કી કરે છે. પરમાણુ-ક્રમાંક તત્ત્વની સંજ્ઞાની પહેલાં નીચેના ભાગમાં લખવામાં આવે…

વધુ વાંચો >

પરમાણુભાર

પરમાણુભાર : ચોક્કસ સમસ્થાનિકીય સંઘટન ધરાવતા રાસાયણિક તત્ત્વના પરમાણુઓના સરેરાશ દળ (mass) અને કાર્બન 12 (126C) પરમાણુના દળના 1/12 ભાગનો ગુણોત્તર. પરમાણુ અત્યંત નાનો હોવાથી તેનું ખરેખર વજન ઘણું ઓછું હોય છે; દા. ત., કાર્બનના એક પરમાણુનું વજન 2.0 × 1023 ગ્રા. થાય. આ આંકડો ઘણો નાનો હોવાથી પરમાણુનાં દળ…

વધુ વાંચો >

પરાચુંબકત્વ

પરાચુંબકત્વ : જુઓ, ચુંબકીય રસાયણ.

વધુ વાંચો >