Cambyses II- an Achaemenid king of Persia-the eldest son of King Cyrus II the Great by Cassandane.

કૅમ્બાઇસીઝ 2જો

કૅમ્બાઇસીઝ 2જો (શાસન : ઈ. પૂ. 529-ઈ. પૂ. 522, સીરિયા) : ઈરાનનો સમ્રાટ. તે ઈરાનના સમ્રાટ મહાન સાયરસ 2જાનો જ્યેષ્ઠ પુત્ર હતો. તેના પિતાના રાજ્યઅમલ દરમિયાન કૅમ્બાઇસીઝ બૅબિલોનિયાનો વહીવટ સંભાળતો હતો. તેને ઈ. પૂ. 530માં બૅબિલોનમાં રીજન્ટ નીમવામાં આવ્યો હતો. તેના શાસનની મોટી સિદ્ધિ ઈ. પૂ. 525માં ઇજિપ્તના વિજયની હતી.…

વધુ વાંચો >