Archibald Scott Couper-a Scottish chemist who proposed an early theory of chemical structure and bonding.
કૂપર આર્ચિબાલ્ડ સ્કૉટ
કૂપર, આર્ચિબાલ્ડ સ્કૉટ (Couper, Archibald Scott [kooper]) (જ. 31 માર્ચ 1831, કિરકિન્ટિલૉક, સ્કૉટલૅન્ડ; અ. 11 માર્ચ 1892, કિરકિન્ટિલૉક, સ્કૉટલૅન્ડ) : બ્રિટિશ કાર્બનિક રસાયણવિદ અને સંરચનાકીય કાર્બનિક રસાયણના અગ્રણી. તેમણે ઑગસ્ટ કેકુલેથી સ્વતંત્રપણે કાર્બનની ચતુ:સંયોજકતાનો અને એક કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે બંધ રચી શકે છે તેવો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો.…
વધુ વાંચો >કૂપર લીઓન એન.
કૂપર, લીઓન એન. (જ. 28 ફેબ્રુઆરી 1930, ન્યૂયૉર્ક) : ભૌતિકશાસ્ત્રમાં અતિવાહકતા(superconductivity)ની સામાન્ય સૈદ્ધાંતિક સમજૂતી આપવા માટે ઇલીનૉઇ યુનિવર્સિટીના જ્હૉન બાર્ડીન તથા પેન્સિલવેનિયા યુનિવર્સિટીના જ્હૉન રોબર્ટ શ્રાઇફરની સાથે, 1972માં નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર ત્રિપુટીમાંના, બ્રાઉન યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રી. [અતિવાહકતા : નિમ્નતાપવિજ્ઞાન(cryogenics)માં અતિ નિમ્ન તાપમાને – શૂન્ય અંશ નિરપેક્ષ કે કૅલ્વિન (K) નજીક,…
વધુ વાંચો >