Allopathy
રાઇખસ્ટાઇન, ટેડ્યઝ
રાઇખસ્ટાઇન, ટેડ્યઝ (જ. 20 જુલાઈ 1897, પોલૅન્ડ અ. 1 ઑગસ્ટ 1996, બસેલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સન 1950ના ફિલિપ શ્વૉલ્ટર હેન્ચ અને એડવર્ડ સી. કેન્ડાલ સાથે તબીબી અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા તથા સ્વિટ્ઝર્લૅન્ડના નાગરિક. તેમને અધિવૃક્ક બાહ્યક નામની અંતસ્રાવી ગ્રંથિના અંતઃસ્રાવોની રાસાયણિક સંરચના, જૈવિક અસરો વગેરે બાબતો વિશે શોધ કરવા બદલ…
વધુ વાંચો >રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ
રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ : જુઓ આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય
વધુ વાંચો >રાંઝણ
રાંઝણ : જુઓ કટિપીડા, પીઠપીડા
વધુ વાંચો >રિચડર્ઝ જુનિયર, ડિકિન્સન ડબ્લ્યૂ.
રિચડર્ઝ જુનિયર, ડિકિન્સન ડબ્લ્યૂ. (જ. 30 ઑક્ટોબર 1895, ઑરેન્જ, ન્યૂ જર્સી, યુ.એસ.; અ. 23 ફેબ્રુઆરી 1973, લેકવિલે, કનેક્ટિક્ટ, યુ.એસ.) : 1956ના આન્ડ્રે ફ્રેડેરિક કોર્નન્ડ તથા વર્નર ફોર્સમન સાથેના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિકવિજેતા. આ અમેરિકન તબીબની ટુકડીને હૃદયમાં નિવેશિકા (catheters) નાંખીને તપાસ કરવાની પદ્ધતિના વિકાસ માટે તથા રુધિરાભિસરણતંત્રમાં થતા…
વધુ વાંચો >રિચાર્ડ ઍક્સલ
રિચાર્ડ ઍક્સલ (જ. 2 જુલાઈ 1946, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.) : 2004ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન વિજ્ઞાની. તેમણે 1970માં જ્હૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિન, બાલ્ટીમોરમાંથી એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1984માં હૉવર્ડ હ્યુઝીસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ(કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્ક સિટી)માં 1984માં જોડાયા. ઍક્સલ અને બકે 1991માં સીમાચિહનરૂપ સંશોધનપત્ર સંયુક્તપણે પ્રકાશિત કર્યું. તેમણે…
વધુ વાંચો >રિવર્સ, વિલિયમ હેલ્સ રિવર્સ
રિવર્સ, વિલિયમ હેલ્સ રિવર્સ (જ. 1864; અ. 1922) : ઇંગ્લૅન્ડના નૃવંશશાસ્ત્રી. તેમણે શાળાનું શિક્ષણ ટોનબ્રિજ સ્કૂલમાંથી લીધું. કૉલેજ-શિક્ષણ લંડનની સેન્ટ બોથોલોમ્યુ હૉસ્પિટલમાં મેળવ્યું. તબીબી પદવી મેળવ્યા પછી તેઓ રૉયલ કૉલેજ ઑવ્ ફિઝિશિયનમાં જોડાયા. ઈ. સ. 1879માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શરીરવિજ્ઞાન અને પ્રયોગાત્મક મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે સેવા આપી. આ દરમિયાન તેમણે જ્ઞાનેન્દ્રિયોના…
વધુ વાંચો >રીટા લેવિ-મોન્ટાલ્સિની (Rita Levi-Montalcini)
રીટા લેવિ-મોન્ટાલ્સિની (Rita Levi-Montalcini) (જ. 1909, ટ્યુરિન, ઇટાલી) : સન 1986ના નોબેલ પારિતોષિકના સ્ટેન્લી કોહેન સાથેનાં વિજેતા. તેઓને વૃદ્ધિકારક ઘટકો (growth factors) અંગેના સંશોધન માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. સન 1953માં આ બંને વૈજ્ઞાનિકોએ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં કરેલા સંશોધનમાં શરીરમાંના અપક્વ કોષોના વિકાસમાં કાર્યરત એવા પ્રોટીન–વૃદ્ધિઘટકો–માંથી પ્રથમ વૃદ્ધિકારક ઘટકને શોધી…
વધુ વાંચો >રીબોન્યૂક્લીક ઍસિડ
રીબોન્યૂક્લીક ઍસિડ : જુઓ ન્યૂક્લીઇક ઍસિડ.
વધુ વાંચો >રીશા, ચાર્લ્સ રૉબર્ટ (Richet, Charles Robert)
રીશા, ચાર્લ્સ રૉબર્ટ (Richet, Charles Robert) (જ. 26 ઑગસ્ટ 1850, પૅરિસ; અ. 4 ડિસેમ્બર 1935, પૅરિસ) : સન 1913ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમને ઍલર્જીને કારણે ઉદભવતી ઉગ્ર સંકટમય આઘાતની સ્થિતિ અંગે સંશોધન કરવા માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેઓ પૅરિસમાં ભણીને ત્યાંની મેડિસિન વિદ્યાશાખા(faculty)માં પ્રાધ્યાપક બન્યા…
વધુ વાંચો >રુધિર (blood)
રુધિર (blood) : શરીરની નસોમાં વહેતું લાલ રંગનું પ્રવાહી. શરીરમાં પ્રવાહીનું વહન કરતી નસોના મુખ્ય 3 પ્રકાર છે : ધમનીઓ (arteries), શિરાઓ (veins) અને લસિકાવાહિનીઓ (lymphatics). ધમનીઓ અને શિરાઓમાં વહેતા પ્રવાહીને રુધિર કહે છે, જ્યારે લસિકાવાહિનીઓમાંના પ્રવાહીને લસિકાતરલ (lymph) કહે છે. રુધિરને લોહી અથવા રક્ત પણ કહે છે. લોહી પ્રવાહી…
વધુ વાંચો >