Adjustment

અનુકૂલન (માનસશાસ્ત્ર)

અનુકૂલન (માનસશાસ્ત્ર) (adjustment) : પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે અને અન્ય લોકો સાથે સંતોષકારક રીતે તે સંબંધો જાળવવા માટે વ્યક્તિ દ્વારા પોતાનામાં, અન્ય લોકોમાં કે પરિસ્થિતિમાં કરવામાં આવતા ફેરફારોની પ્રક્રિયા. સામાન્ય મનુષ્યને જીવનમાં ભાતભાતના ‘મુશ્કેલ’ લોકો સાથે પનારો પડતો હોય છે. ક્રોધી પિતા, રોદણાં રડતી માતા, ઈર્ષાળુ સગાંસંબંધીઓ, વઢકણી સાસુ, નાની…

વધુ વાંચો >