Sanskrit literature

મધુસૂદન સરસ્વતી

મધુસૂદન સરસ્વતી (સોળમી સદી) : સંસ્કૃત ભાષાના કવિ, આલંકારિક, શાસ્ત્રગ્રંથોના લેખક શાંકર-વેદાંતી સંન્યાસી. તેઓ વિષ્ણુના પરમ ભક્ત હતા. બંગાળના ફરીદપુર જિલ્લામાં આવેલા કોટાલીપાડા નામના ગામના વતની હતા. બંગાળની કનોજિયા ગૌડ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા અને કાશ્યપ ગોત્રના હતા. તેમના પિતાનું નામ પ્રમોદન પુરંદર અને ભાઈનું નામ યાદવાનંદ હતું. તેમના ભત્રીજાનું નામ…

વધુ વાંચો >

મધ્યમવ્યાયોગ

મધ્યમવ્યાયોગ : જુઓ ભાસ

વધુ વાંચો >

મમ્મટ

મમ્મટ (આશરે 1050–1150) : ભારતીય અલંકારશાસ્ત્રના પ્રાચીન આચાર્ય. ટીકાકાર ભીમસેનના જણાવ્યા મુજબ મમ્મટનો જન્મ કાશ્મીરમાં થયો હતો. તેઓ જૈયટના પુત્ર હતા. કૈયટ અને ઉપટ એ બે તેમના ભાઈઓ હતા. કાશ્મીરમાં આનંદપુરમાં તેમનો નિવાસ હતો. મમ્મટ કાવ્યશાસ્ત્રમાં, કૈયટ વ્યાકરણશાસ્ત્રમાં અને ઉપટ વેદ અને વેદાંતમાં સમર્થ વિદ્વાનો હતા. મમ્મટે ‘કાવ્યપ્રકાશ’નું સર્જન કાશીમાં…

વધુ વાંચો >

મયૂરકવિ

મયૂરકવિ (સાતમી સદીનો પૂર્વાર્ધ) : સંસ્કૃત ભાષામાં લખાયેલા સ્તોત્રકાવ્ય ‘સૂર્યશતક’ અથવા ‘આદિત્યશતક’ના કવિ. તેઓ ‘કાદંબરી’ના પ્રસિદ્ધ લેખક મહાકવિ બાણના સમકાલીન હતા; કાવ્યની બાબતમાં બાણના પ્રતિસ્પર્ધી હતા. જયમંગલ નામના લેખક તેમને ‘સરસ્વતીનો અવતાર’ કહે છે. અદ્વૈતવાદના આચાર્ય શંકરાચાર્યે કોઈ મયૂર નામના કવિને શાસ્ત્રાર્થમાં હરાવેલા એ આ જ મયૂરકવિ છે એમ કેટલાક…

વધુ વાંચો >

મરુતો

મરુતો : પ્રાચીન ભારતના, ઋગ્વેદમાં વર્ણવાયેલા, ઝંઝાવાતના દેવો. તેમના માટે 33 સૂક્તો રચાયાં છે. 7 સૂક્તોમાં ઇન્દ્રની સાથે અને એક એક સૂક્તમાં અગ્નિ તથા પૂષન્ની સાથે તેમનું વર્ણન જોવા મળે છે. મરુતનો એક સમૂહ છે. તેમની સંખ્યા 180 (60 × 3) કે 21 (7 × 3)ની ગણાય છે. તેઓ રુદ્રના…

વધુ વાંચો >

મલ્લિકામકરંદ

મલ્લિકામકરંદ : સોલંકીકાળના ગુજરાતી મહાકવિ રામચંદ્રે સંસ્કૃત ભાષામાં લખેલું નાટક. આ નાટક હજી સુધી પ્રગટ થયું નથી, પરંતુ હસ્તપ્રતમાં સચવાઈ રહેલું છે. ત્રણસો વર્ષ પહેલાં કાન્તિવિજયગણિએ પોતાના ગ્રંથાગારની યાદીમાં ‘મલ્લિકામકરંદ’ નામના રામચંદ્રે લખેલા નાટકની ગણના કરી છે અને તે 500 શ્ર્લોકપ્રમાણના લખાણવાળું નાટક છે એવો નિર્દેશ પણ સાથે સાથે કર્યો…

વધુ વાંચો >

મલ્લિનાથ (1)

મલ્લિનાથ (1) : પંદરમી સદીમાં થયેલા સંસ્કૃત ભાષાના લેખક અને ટીકાઓના રચયિતા. તેમના પુત્રનું નામ કુમારસ્વામી હતું. સંસ્કૃત સાહિત્યનાં પંચમહાકાવ્યોની ટીકા(વ્યાખ્યા)ના લેખક તરીકે તેમનું નામ વિદ્વાનોમાં અત્યંત જાણીતું છે. મલ્લિનાથ ‘કોલાચલ’ એવું ઉપનામ ધરાવતા તેલુગુ બ્રાહ્મણ હતા. ‘કોલાચલ’ પદનો નિર્દેશ કાલિદાસના ‘કુમારસંભવમ્’ની પુષ્પિકાઓમાં મળે છે. એ પણ શક્ય છે કે…

વધુ વાંચો >

મહાભારત

મહાભારત : પાંચમો વેદ ગણાયેલો અને વેદવિદ્યાના ઉપબૃંહણ અર્થે રચાયેલો સંસ્કૃત ભાષાના બે ઇતિહાસગ્રન્થોમાંનો એક. વિશ્વનું શ્રેષ્ઠ ભવ્યોદાત્ત મહાકાવ્ય. તેનું કદ ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ના એકત્ર વિસ્તાર કરતાં લગભગ આઠગણું મોટું છે. એક લાખ શ્લોક હોવાથી ‘શતસાહસ્રી સંહિતા’ તરીકે તે ઓળખાયું છે. ભારતની રાષ્ટ્રીય પ્રજ્ઞાનું તે વીરકાવ્ય છે. જીવનસ્પર્શી સર્વ બાબતોનો…

વધુ વાંચો >

મહાભાષ્ય

મહાભાષ્ય (ઈ. પૂ. 150) : સંસ્કૃત ભાષાનો વ્યાકરણશાસ્ત્રનો મહત્ત્વનો ગ્રંથ. ‘મહાભાષ્ય’ આચાર્ય પાણિનિની અષ્ટાધ્યાયી પર પતંજલિ મુનિએ ઈ. પૂ. 150માં રચેલી સૌથી પહેલી પ્રાચીન અને પ્રમાણભૂત વ્યાખ્યા છે. તેમાં પાણિનિના સૂત્રની સમજ આપવાની સાથે વ્યાકરણશાસ્ત્રના અનેક મુદ્દાઓની પૂર્ણ ચર્ચા કરી તે વિશે અંતિમ નિર્ણયો પણ આપવામાં આવ્યા છે. આ ગ્રંથમાં…

વધુ વાંચો >

મહિમ ભટ્ટ

મહિમ ભટ્ટ (આશરે 1020થી 1100) : ભારતીય અલંકારશાસ્ત્રના ગ્રંથ ‘વ્યક્તિવિવેક’ના લેખક. તેમને ‘રાજાનક’ એવું ઉપનામ આપવામાં આવ્યું હોવાથી તેઓ કાશ્મીરી લેખક હોવાનું મનાય છે. તેમને ‘મહિમન્’ અને ‘મહિમક’ એવાં નામોથી પણ ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ શ્રીધૈર્ય હતું. તેમના પુત્ર કે જમાઈનું નામ ભીમ હતું. ક્ષેમ, યોગ અને ભાજ…

વધુ વાંચો >