Political science
કૉટ્સ્કી – કાર્લ યોહાન
કૉટ્સ્કી, કાર્લ યોહાન (જ. 16 ઑક્ટોબર 1854, પ્રાગ; અ. 17 ઑક્ટોબર 1938, ઍમસ્ટરડૅમ) : જર્મન સમાજવાદી વિચારક, તથા જર્મન સોશિયલ ડેમોક્રૅટિક પક્ષના અગ્રણી. વિયેના યુનિવર્સિટીમાં શિક્ષણ દરમિયાન ઑસ્ટ્રિયન સોશિયલ ડેમોક્રૅટ્સ જૂથમાં જોડાયા. શરૂઆતના તબક્કામાં વિખ્યાત રાજ્યશાસ્ત્રી એડવર્ડ બર્નસ્ટાઈન(1850-1932)ના વિચારોથી પ્રભાવિત થયા, પરંતુ 1880માં ઝુરિકની મુલાકાત દરમિયાન માર્ક્સવાદનો અંગીકાર કર્યો. 1883માં…
વધુ વાંચો >કોઠારી – રજની
કોઠારી, રજની (જ. 16 ઑગસ્ટ 1928, પાલનપુર, ઉ. ગુજરાત; અ. 19 જાન્યુઆરી 2015, દિલ્હી) : રાજકારણના અગ્રગણ્ય અને ખ્યાતનામ અભ્યાસી, નિરીક્ષક અને સમીક્ષક. તેમના અભ્યાસનું ફલક ભારતીય રાજકારણથી વિશ્વરાજકારણ, બૌદ્ધિક વિશ્લેષણથી સક્રિય પ્રવૃત્તિ, ધરાતલ સ્થાનિક આંદોલનથી આંતરરાષ્ટ્રીય ફોરમ સુધી વિસ્તર્યું હતુ. મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક-અનુસ્નાતક અભ્યાસ પછી તેમણે ઇંગ્લૅન્ડમાંથી બી.એસસી.(અર્થશાસ્ત્ર)ની પદવી…
વધુ વાંચો >કૉન્ડા કેનેથ
કૉન્ડા, કેનેથ (જ. 28 એપ્રિલ 1924, લુબવા, ઉત્તર ઝામ્બિયા; અ. 17 જૂન 2021, લુસાકા, ઝામ્બિયા) : ઝામ્બિયાના સ્વાતંત્ર્ય આંદોલનના નેતા અને તેના પ્રથમ પ્રમુખ. ઝામ્બિયાની સૌથી મોટી જાતિ બૅમ્બામાં જન્મ. માતા અને પિતા બંને શિક્ષકો. કેનેથ તેમનું આઠમું સંતાન હતા. શાળાકીય શિક્ષણ પ્રથમ લુબવામાં અને પછી લુસાકામાં લઈને થોડો સમય…
વધુ વાંચો >કૉન્સલ
કૉન્સલ : આંતરરાષ્ટ્રીય રાજ્યવ્યવહારના અંગરૂપે દેશનાં હિતોનું રક્ષણ કરવા તથા વ્યાપારી સંબંધો વિકસાવવા માટે વિદેશમાં નિમાયેલ ઉચ્ચ કક્ષાનો સનદી અધિકારી. આ પ્રથા મધ્યયુગમાં શરૂ કરવામાં આવી હતી. તે પહેલાં (પ્રાચીન રોમમાં) ઈ.પૂર્વે 510માં રોમ પ્રજાસત્તાક બન્યું ત્યારે કોમીશિયા સેન્ચુરિયાટા નામની કમિટી દ્વારા બે વ્યક્તિઓને એક વર્ષના ગાળા માટે કૉન્સલ તરીકે…
વધુ વાંચો >કૉમનવેલ્થ
કૉમનવેલ્થ : ઇંગ્લૅન્ડ તથા બ્રિટિશ સામ્રાજ્યની પૂર્વ વસાહતોનાં સાર્વભૌમ સ્વતંત્ર રાજ્યોનું સહિયારું મંડળ. તેમાં 2000 સુધીમાં ચોપન સાર્વભૌમ રાજ્યો જોડાયેલાં છે. બ્રિટિશ સામ્રાજ્યના અનુગામી તરીકે તેને ઓળખવામાં આવે છે. તેની રચના ખતપત્ર, સંધિકરાર કે પછી બંધારણ દ્વારા નહિ પરંતુ સહકાર, મંત્રણા તેમજ પરસ્પર સહાયના પાયા પર થઈ છે. તેનાં સભ્યરાજ્યો…
વધુ વાંચો >કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ
કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (C.I.S.) : સોવિયેટ સંઘ- (Union of Soviet Socialist Republic – U. S. S. R.)ના વિઘટન (1991) પછી અસ્તિત્વમાં આવેલો રાષ્ટ્રસમૂહ. 1917ની બૉલ્શેવિક ક્રાન્તિ પછી સામ્યવાદી વિચારસરણી ઉપર પ્રતિષ્ઠિત થયેલા અને બીજા વિશ્વયુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી અમેરિકા પછી બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરનાર સોવિયેટ સંઘનું 74 વર્ષ…
વધુ વાંચો >કોમવાદ
કોમવાદ : રાષ્ટ્ર કે સમાજના બદલે કોમને કેન્દ્રમાં રાખી સ્વહિત અને સલામતી આદિનો આગ્રહ રાખવાનું વલણ. કોમવાદ મનો-રાજકીય અને મનો-સામાજિક ખ્યાલ છે. જ્યારે આ લાગણીને રાજકીય ર્દષ્ટિ અને હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તે મનો-રાજકીય ઘટના બને છે. અહીં રાજકીય સત્તા અને પ્રભાવ વિસ્તારવા માટે કોમી લાગણીને ઉશ્કેરવામાં…
વધુ વાંચો >કૉમિન્ટર્ન (કૉમિન્ફૉર્મ)
કૉમિન્ટર્ન (કૉમિન્ફૉર્મ) : રશિયાના સામ્યવાદી પક્ષના નેતૃત્વ હેઠળ ઊભું કરવામાં આવેલું વિશ્વના સામ્યવાદી પક્ષોનું સંગઠન. આખું નામ કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલ. વિશ્વભરનાં ક્રાંતિકારી પરિબળોને સંગઠિત કરવાં તથા યુરોપમાં ચાલતી ક્રાંતિકારી ચળવળને માર્ગદર્શન પૂરું પાડવું એ તેના મુખ્ય ઉદ્દેશ હતા. તેથી યુરોપના ક્રાંતિકારીઓને આંતરરાષ્ટ્રીય ટેકો તથા માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે તે વિચારથી કૉમિન્ટર્નની…
વધુ વાંચો >કૉમ્યુનિસ્ટ મેનિફેસ્ટો
કૉમ્યુનિસ્ટ મેનિફેસ્ટો (1848) : માર્ક્સવાદ અને સામ્યવાદના ઇતિહાસમાં પ્રસિદ્ધ ફ્રેડરિક એન્જેલ્સના સહયોગમાં કાર્લ માર્ક્સે તૈયાર કરેલ રાજકીય ખત. શ્રમિકોના કૉમ્યુનિસ્ટ લીગ નામના નાના આંતરરાષ્ટ્રીય પક્ષના ઉદબોધન સમું આ ખત 1848ની ક્રાન્તિ સમયે પ્રસિદ્ધ થયું હતું. ‘દાસ કૅપિટલ’માં વિસ્તૃત રીતે આલેખાયેલી માર્ક્સની ‘વૈજ્ઞાનિક સમાજવાદ’ની ફિલસૂફીના મહત્ત્વના અંશો તેમાં છે. તેમાં પ્રારંભનું…
વધુ વાંચો >કોરમ
કોરમ : સંસદ કે મંડળીની કાર્યવાહીના પ્રારંભ માટે નિશ્ચિત કરેલી ઓછામાં ઓછી સભ્યસંખ્યા. સભા કે સમિતિમાં કોરમ ન થાય ત્યાં સુધી તેની કામગીરી શરૂ થતી નથી, અને જો શરૂ થાય તો તેણે લીધેલ નિર્ણયો કાયદેસર ગણાતા નથી. આ કારણથી જ કેટલીક સંસ્થાઓમાં એવો બંધારણીય પ્રબંધ કરવામાં આવતો હોય છે કે…
વધુ વાંચો >