Mathematics

ફોરિયે શ્રેઢી

ફોરિયે શ્રેઢી (Fourier Series) : આવર્તી (periodic) ઘટનાઓનો અભ્યાસ કરવામાં વપરાતું ગાણિતિક સાધન. પ્રકાશ અને ધ્વનિની તરંગગતિ(wave motion)માં તેમજ કંપમાન (vibrating) તાર અને ખગોલીય કક્ષા જેવા દોલાયમાન (oscillatory) યાંત્રિક તંત્રના અભ્યાસમાં પણ આ શ્રેઢી અનિવાર્ય ઉપકરણ તરીકે વપરાય છે. સંભાવ્યતા(probability)ના સિદ્ધાંતો અને આંશિક વિકલ સમીકરણ (partial differential equations) ગણિતની આ…

વધુ વાંચો >

બનાખ, સ્ટીફન

બનાખ, સ્ટીફન (જ. 30 માર્ચ 1892, ક્રેકાઉ, પોલૅન્ડ; અ. 31 ઑગસ્ટ 1945) : વીસમી સદીના વિશ્વના ઉચ્ચ કોટિના પોલિશ ગણિતજ્ઞ. બાળપણમાં પિતાનું વાત્સલ્ય ન મળતાં બનાખ રખડુ બની ગયા. પરિણામે નાની ઉંમરે ઘર છોડવાની પરિસ્થિતિ આવી. એક ધોબણ બહેનને ત્યાં તેમનો ઉછેર થયો. ગણિત પ્રત્યે તેમને ખૂબ લગાવ હતો તેથી…

વધુ વાંચો >

બર્કોફ, જ્યૉર્જ ડેવિડ

બર્કોફ, જ્યૉર્જ ડેવિડ (જ. 21 માર્ચ 1884, ઓવરીસેલ મિશીગન (overisel MI); અ. 12 નવેમ્બર 1944) : અમેરિકામાં જન્મેલા પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી. તેમણે વિકલ સમીકરણ, ટોપૉલોજીમાં નકશામાં રંગ પૂરવાના સિદ્ધાંતો અને પ્રશિષ્ટ (classical) યંત્રવિદ્યામાં ત્રિપિંડની નિયંત્રિત સમસ્યા (restricted three body problem) વગેરે પર કામ કર્યું હતું. તેમણે ગણિત પરનું પ્રથમ સંશોધનપત્ર અઢાર…

વધુ વાંચો >

બર્ટ્રાન્ડની પૂર્વધારણા

બર્ટ્રાન્ડની પૂર્વધારણા : દરેક વાસ્તવિક x > 1 માટે x અને 2x વચ્ચે કોક અવિભાજ્ય પૂર્ણાંક હોય જ છે એવું બર્ટ્રાન્ડે 1840માં કરેલું  અનુમાન સાચું હોય તો તેમાંથી અનેક સારાં પરિણામો ફલિત થઈ શકે; પણ બર્ટ્રાન્ડનું અનુમાન સાબિત કરવું કઠિન લાગતું હતું. તે અનુમાન બર્ટ્રાન્ડની પૂર્વધારણા (postulate) તરીકે ઓળખાયું. 1852માં…

વધુ વાંચો >

બર્ટ્રાન્ડ રસેલ

બર્ટ્રાન્ડ રસેલ : જુઓ રસેલ, બર્ટ્રાન્ડ

વધુ વાંચો >

બર્નૂલી, જેમ્સ/જેકબ

બર્નૂલી, જેમ્સ/જેકબ (જ. 6 જાન્યુઆરી 1655, બેસલ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 16 ઑગસ્ટ 1705, બેસલ) : પ્રથમ સ્વિસ ગણિતશાસ્ત્રી. બર્નૂલી કુટુંબમાં જે ડઝન ગણિતશાસ્ત્રીઓ થઈ ગયા તેમાંના એક. દવાના વેપારીના પુત્ર. જેમ્સ બર્નૂલી ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરે તેવી તેમના પિતાની ખાસ ઇચ્છા હતી; પરંતુ પિતાની ઇચ્છાનો અનાદર કરી ગણિતનો અભ્યાસ કરવા લાગ્યા. દરમિયાન…

વધુ વાંચો >

બર્નૂલી, જોહાન (જિન)

બર્નૂલી, જોહાન (જિન) (જ. 6 ઑગસ્ટ 1667, બેસલ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 1 જાન્યુઆરી 1748, બેસલ) : પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી. સ્વિટ્ઝર્લૅન્ડના ખ્યાતનામ ગણિતશાસ્ત્રીઓના બર્નૂલી કુટુંબમાં જન્મ. ઔષધનિર્માણ- વિદ(pharmacist)ના પુત્ર. તેમણે મેડિસિનનો અભ્યાસ કર્યો અને 1694માં બેસલમાંથી ડૉક્ટરની ઉપાધિ મેળવી, પણ પાછળથી ગણિત પ્રત્યે અભિરુચિ થવાથી તેમાં અધ્યયન અને સંશોધન કરવા લાગ્યા. 1691–92માં તેમણે…

વધુ વાંચો >

બર્નૂલી, ડેનિયલ

બર્નૂલી, ડેનિયલ (જ. 8 ફેબ્રુઆરી 1700, ગ્રોનિંગન, નેધરલૅન્ડ્ઝ; અ. 17 માર્ચ 1782, બેસલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : ખ્યાતનામ ગણિતશાસ્ત્રી. બર્નૂલી ઘરાનાના સ્વિસ ગણિતશાસ્ત્રીઓની બીજી પેઢીમાં તેમનો જન્મ. તેમણે ગણિત ઉપરાંત ઔષધવિદ્યા, જીવવિજ્ઞાન, યંત્રશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને સમુદ્રવિદ્યામાં સંશોધનો કર્યાં હતાં. જોહાન બર્નૂલીના તે દ્વિતીય પુત્ર હતા. તેમના પિતાએ તેમને ગણિત શીખવ્યું હતું.…

વધુ વાંચો >

બર્નૂલી સંખ્યાઓ

બર્નૂલી સંખ્યાઓ (Bernoulli numbers) : આ સંખ્યાશ્રેણીનો પરિચય જેકબ બર્નૂલીએ કરાવેલો, તેથી તેને ‘બર્નૂલી સંખ્યાઓ’ નામ આપવામાં આવ્યું. જેકબ બર્નૂલીએ અનુમાન કરવા અંગેની કલા (The Conjectural Art) નામના ગ્રંથમાં આ સંખ્યાશ્રેણી આપી છે. પ્રથમ n ધનપૂર્ણાંકો(natural numbers)ના K ઘાતનો સરવાળો nના K + 1 ઘાતની બહુપદી હોય છે તે તો…

વધુ વાંચો >

બહિર્મુખતા

બહિર્મુખતા (convexity) : અવકાશમાં ઉપગણ B એવો હોય કે જેથી તેની અંદર આવેલાં કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ Bમાં જ સમાયેલો હોય તો ગણ Bને બહિર્મુખ ગણ [આકૃતિ 1(a)] અને આવા ગુણધર્મને બહિર્મુખતા કહેવામાં આવે છે. આ ઉપરાંત રેખાખંડ, કિરણ, રેખા, સમતલ, અર્ધતલ, ખૂણાનો અંદરનો ભાગ, ત્રિકોણનો અંદરનો ભાગ,…

વધુ વાંચો >