Literary genre

રેખતા

રેખતા : એક પ્રકારની ગઝલ તેમજ ઉર્દૂ ભાષાના આરંભિક સ્વરૂપનો નિર્દેશ કરતી સંજ્ઞા. મૂળ ફારસી ધાતુ ‘રેખ્તન’ અર્થાત્ રેડવું ઉપરથી ‘રેખતા’ શબ્દ બન્યો છે. એની રૂપનિર્મિતિ અરબી, ફારસી, તુર્કી, હિંદી શબ્દોને આભારી છે. ઓગણીસમી સદીના આરંભ સુધી ઉર્દૂને હિંદી, હિંદવી, દહેલવી, રેખ્તા, હિંદુસ્તાની, દકની, ગુજરાતી વગેરે નામોથી ઓળખવામાં આવતી હતી.…

વધુ વાંચો >

રેખાચિત્ર

રેખાચિત્ર : સામાન્ય રીતે ચરિત્રચિત્રણ સાથે સંકળાયેલો એક સાહિત્યપ્રકાર. એક મહત્વના ગદ્યપ્રકાર તરીકે તેની પ્રતિષ્ઠા છે. આમ છતાં પદ્યમાં તે ન જ હોઈ શકે એવું નથી. કવિ ન્હાનાલાલનાં ‘ચિત્રદર્શનો’માં કેટલેક ઠેકાણે રેખાચિત્રના સત્વ-તત્વના અંશો જોવા મુશ્કેલ નથી. વળી તે આમ તો જ્ઞાનલક્ષી સાહિત્ય(Literature of knowledge)ના સીમાપ્રાન્તનો સાહિત્યપ્રકાર મનાય છે, પણ…

વધુ વાંચો >

રેસ્ટરેશન કૉમેડી

રેસ્ટરેશન કૉમેડી : અંગ્રેજી નાટ્યસાહિત્યનો એક હાસ્યરસિક નાટ્યપ્રકાર. 1660માં ઇંગ્લૅન્ડની રાજગાદીએ ચાર્લ્સ બીજાનું પુન:રાજ્યારોહણ થયું ત્યારથી માંડીને અઢારમી સદીના પૂર્વાર્ધમાં ‘સેન્ટિમેન્ટલ કૉમેડી’ના આગમન સુધી તેનો પ્રસાર રહ્યો. તે ‘આર્ટિફિશિયલ કૉમેડી’ અથવા ‘કૉમેડી ઑવ્ મૅનર્સ’ તરીકે પણ ઓળખાય છે. રાજવી સત્તાના ઉદય સાથે લંડનનાં નાટ્યગૃહો ફરીથી ધમધમતાં થવા માંડ્યાં અને નાટ્યભજવણી…

વધુ વાંચો >

લઘુકથા

લઘુકથા : ગુજરાતી કથાત્મક ગદ્યપ્રકારોમાં સૌથી વધુ લાઘવયુક્ત સાહિત્યપ્રકાર. વિષયવસ્તુના ફલકવ્યાપના આધારે પદ્યમાં જેમ લઘુકાવ્ય, ખંડકાવ્ય, મહાકાવ્ય, વિરાટકાવ્ય જેવી કાવ્યશ્રેણી તેમ ગદ્યમાં લઘુકથા, ટૂંકી વાર્તા, લઘુનવલ, નવલકથા અને બૃહન્નવલકથા જેવી લઘુથી બૃહદના ક્રમમાં કથાશ્રેણી સર્જાયેલી જોઈ શકાય છે. લઘુકથામાં નાનો સુઘટ્ટ, સુઘડ, સ્વયંસંપૂર્ણ, વ્યંજનાગર્ભ ને આકર્ષક કથાપિંડ એવી રીતે પ્રગટ…

વધુ વાંચો >

લઘુનવલ – સ્વરૂપ અને વિકાસ

લઘુનવલ – સ્વરૂપ અને વિકાસ : નવલકથાનું હાડ અને હાર્દ ધરાવતું સંક્ષિપ્ત કથાસ્વરૂપ. ‘લઘુનવલકથા’ Novelette કે Novellaનો ગુજરાતી પર્યાય છે. એમાં શબ્દના ઇટાલિયન મૂળને લક્ષમાં રાખીએ તો ‘કથા’ અથવા ‘સ્ટોરી’નો અંશ વિશેષ રૂપે અભિપ્રેત છે. ગુજરાતીમાં કેટલાક લઘુનવલકથા જેવા અલગ પ્રકારને સ્વીકારવાના મતના નથી. તેઓ તેને નવલકથા-સ્વરૂપના જ એક નવ્ય…

વધુ વાંચો >

લિમરિક

લિમરિક : ટૂંકું, રમૂજી, વૃત્તબદ્ધ, હળવી શૈલીનું પાશ્ચાત્ય કાવ્યસ્વરૂપ. તે ઘણુંખરું અર્થહીન કે વાહિયાત અને ક્યારેક બીભત્સ કે અશ્લીલ ભાવ પણ રજૂ કરતું હોય છે. અંગ્રેજી કાવ્યમાં પ્રચલિત આ કાવ્યનો મુખ્ય છંદ ઍનેપેસ્ટિક છે. તે પાંચ પંક્તિઓમાં પૂરું થાય છે. તે aabba રીતિમાં પ્રાસાનુપ્રાસમાં રચાય છે. તેની પ્રથમ, દ્વિતીય અને…

વધુ વાંચો >

લીજંડ

લીજંડ : કોઈ વ્યક્તિ, ઘટના કે સ્થળ અંગે પુરાણા કાળથી પ્રચલિત થયેલી વાત. તેમાં  રહેલા તથ્ય અંગે કોઈ તર્ક કરતું નથી. વાતને યથાવત્ સ્વીકારીને તેનો પ્રતીકાત્મક અર્થ પ્રચલિત બને છે અને પેઢીઓ સુધી તે એમનો એમ જળવાઈ રહે છે. પુરાણોમાં આવતી વાતો, દંતકથાઓમાં આવતાં પાત્રો લીજંડ બનીને દેશની પ્રજાના સંસ્કારવારસામાં…

વધુ વાંચો >

લેખ (article)

લેખ (article) : જે તે વિષયની સમજ આપતું મુદ્દાસર લખાણ, જે અખબાર-સામયિકમાં પ્રકાશિત થતું હોય છે અને ટૂંકું નિબંધ-સ્વરૂપી હોય છે. અખબાર-સામયિકોમાં મુખ્યત્વે તંત્રીલેખ, કટારલેખ (કૉલમ), ચર્ચાપત્ર અને વિશ્ર્લેષણલેખ વગેરે લખાતાં હોય છે, જેમનાથી વાચકોને જે તે વિષય ઉપર વિગતવાર વિસ્તૃત અને ઉપયોગી માહિતી મળે. અખબાર-સામયિકોનું સૌથી મહત્વનું પાસું તંત્રીલેખ…

વધુ વાંચો >

વાકા

વાકા : જાપાની કવિતાનું સ્વરૂપ. તેના રાજદરબારમાં છઠ્ઠીથી ચૌદમી સદી દરમિયાન રાજકવિઓ વાકા, ચૉકા અને સેદૉકા જેવાં સ્વરૂપોમાં લાંબી, ટૂંકી કાવ્યરચનાઓ કરતા. પાછળથી રેંગા, હાયકાઈ અને હાઇકુ જેવાં કાવ્યસ્વરૂપો પ્રગટ્યાં. તેના મૂળમાં ‘વાકા’ છે. વાકાને તાન્કા પણ કહેતા અને જાપાની કવિતાનું તે મૂળ કાવ્યરૂપ છે. ચૉકા દીર્ઘકાવ્યનો પ્રકાર છે; પરંતુ…

વધુ વાંચો >

વાઙ્મયસૂચિ

વાઙ્મયસૂચિ : વિદ્વાનો અને સંશોધકો માટે ધોરી માર્ગ પર પહોંચવાનું અતિ મહત્વનું સાધન. ગ્રંથવર્ણનની કળા કે તેના વિજ્ઞાન તરીકે વાઙ્મયસૂચિએ વીસમી સદીમાં એક મહત્વપૂર્ણ સ્થાન અર્જિત કર્યું છે. ગ્રંથ-ઉત્પાદનક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ પ્રગતિએ, તેમજ અવિકસિત દેશોમાં વિશ્વની વૈજ્ઞાનિક અને યાંત્રિક માહિતી મેળવવા માટે ઊભી થયેલી નવી જરૂરિયાતે વાઙ્મયસૂચિના સર્જનમાં મહત્વપૂર્ણ ફાળો…

વધુ વાંચો >