Film
ફિલ્મનિર્માણ
ફિલ્મનિર્માણ : છબીઘરના પડદા પર પ્રદર્શિત કરાતા ચલચિત્રનું નિર્માણ. ચલચિત્ર અથવા ફિલ્મને નિર્માણના અનેક તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. ફિલ્મનિર્માણની પ્રક્રિયામાં જુદા જુદા તબક્કે જુદા જુદા કસબીઓ સંકળાયેલા હોય છે. આ બધામાં બે જણ સૌથી મહત્વના હોય છે. એક તો નિર્માતા, જે ફિલ્મ બનાવવાનો ઇરાદો ધરાવે છે, અને તે માટે…
વધુ વાંચો >ફિલ્મપ્રકારો
ફિલ્મપ્રકારો : ચલચિત્રની વાર્તાનો વિષય, તેની પ્રસ્તુતિ, શૈલી આદિના આધારે કરાતું ચલચિત્રોનું વર્ગીકરણ. વિદેશી ફિલ્મોમાં આ વર્ગીકરણ જેટલું સ્પષ્ટપણે કરી શકાય છે એવું ભારતીય ફિલ્મોમાં કરી શકાતું નથી. ભારતીય ફિલ્મોમાં વાર્તાનો મુખ્ય વિષય ગમે તે હોય. અમુક ઘટકો તેમાં સામાન્ય હોવાને કારણે મોટાભાગની ફિલ્મો કોઈ સમાન વર્ગમાં આવી જતી હોય…
વધુ વાંચો >ફિલ્મપ્રભાગ (ફિલ્મ્સ ડિવિઝન)
ફિલ્મપ્રભાગ (ફિલ્મ્સ ડિવિઝન) : દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ કરતી દુનિયાભરની અગ્રણી સંસ્થાઓમાંની એક. ભારતની ભાતીગળ સંસ્કૃતિ, રીતરિવાજ, જાતિ-ધર્મ, રહેણીકરણી, પરંપરાઓ વગેરે અંગે દેશના અને વિદેશના લોકોને માહિતી મળી રહે, દેશના લોકો એકબીજાની નિકટ આવે, સરકારી કાર્યક્રમોના અમલમાં ભાગ લેવા લોકોને પ્રોત્સાહન મળે, લોકોમાં રાષ્ટ્રભાવનાનું સિંચન થાય તથા દસ્તાવેજી ચિત્રોની ઝુંબેશને વેગ…
વધુ વાંચો >ફિલ્મ સોસાયટી
ફિલ્મ સોસાયટી : પ્રયોગશીલ તેમજ દેશવિદેશમાં સારી ગણાતી ફિલ્મોની અભિરુચિ ધરાવતા પ્રેક્ષકોનું મંડળ. વિશ્વના દેશોમાં ફિલ્મનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ સિનેમાને ગંભીરતાથી જોનારા પ્રેક્ષકોનો એક વર્ગ ઊભો થતો ગયો. બીજી બાજુ પ્રયોગશીલ ફિલ્મોનું પણ નિર્માણ થવા માંડ્યું. જોકે આવી ફિલ્મો થિયેટરો સુધી પહોંચી શકતી નહિ. આથી પ્રયોગશીલ…
વધુ વાંચો >ફિલ્મોત્સવ નિર્દેશાલય (Directorate of Film Festival)
ફિલ્મોત્સવ નિર્દેશાલય (Directorate of Film Festival) : દેશમાં અર્થપૂર્ણ અને સારાં ચલચિત્રોને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રની પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર ભારત સરકારે સ્થાપેલું નિર્દેશાલય. માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત ફિલ્મોત્સવ નિર્દેશાલયની સ્થાપના 1973માં કરવામાં આવી. આ સંસ્થા દેશમાં નિર્માણ પામતાં સારાં ચલચિત્રોનો દર વર્ષે રાષ્ટ્રીય મહોત્સવ યોજે છે અને…
વધુ વાંચો >ફેમસ સિને લૅબોરેટરી
ફેમસ સિને લૅબોરેટરી : ચલચિત્રક્ષેત્રની નોંધપાત્ર લૅબોરેટરી. મૂળ તો આ સંસ્થા લૅબોરેટરીની સાથોસાથ ફિલ્મ સ્ટુડિયો હતી. વર્ષો સુધી ફિલ્મ-ઉદ્યોગમાં ફેમસ સ્ટુડિયોનો ડંકો વાગતો હતો; પણ 1980ના દસકા બાદ સ્ટુડિયોનું કામ ઓછું થતું ગયું અને લૅબોરેટરીનું કાર્ય યથાવત્ ચાલતું રહ્યું. જાણીતા ચિત્રસર્જક શીરાઝઅલી હકીમે 1942માં ફેમસ સિને લૅબ ઍન્ડ સ્ટુડિયો બનાવવાની…
વધુ વાંચો >ફૅરબૅન્ક્સ, ડગ્લાસ
ફૅરબૅન્ક્સ, ડગ્લાસ (જ. 23 મે 1883, ડેનવર, કોલોરાડો; અ. 1939) : અમેરિકન મૂક ચલચિત્રોના અભિનેતા. પિતા ખ્યાતનામ યહૂદી વકીલ, માતા નર્તકી. મૂળ નામ : ડગ્લાસ એલ્ટન ઉલ્માન. પાંચ વર્ષનો હતો ત્યારે માતા-પિતા છૂટાં પડ્યાં. માતાએ ઉછેર કર્યો અને માતાએ પોતાના પ્રથમ પતિની અટક ફૅરબૅન્ક્સ અપનાવતાં તેમના નામ સાથે ફૅરબૅન્ક્સ અટક…
વધુ વાંચો >ફૉન્ડા, જેઇન
ફૉન્ડા, જેઇન (જ. 21 ડિસેમ્બર 1937, ન્યૂયૉર્ક) : હૉલિવુડની અભિનેત્રી અને સામાજિક કાર્યકર. તેણે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કર એવૉર્ડ બે વાર જીત્યો હતો. પિતા : ખ્યાતનામ અભિનેતા હૅન્રી ફૉન્ડા. નાનો ભાઈ પીટર ફૉન્ડા પણ અભિનેતા બન્યો. દસ વર્ષની હતી ત્યારે માતાએ આપઘાત કરતાં તેના પર તેની ઘેરી અસર પડી હતી અને…
વધુ વાંચો >ફૉન્ડા, હેન્રી
ફૉન્ડા, હેન્રી (જ. 16 મે 1905, ગ્રાન્ડ આઇલૅન્ડ; અ. 1982) : રંગમંચ અને ચલચિત્રોના ઑસ્કર ઍવૉર્ડ વિજેતા અભિનેતા. પિતાએ ઓમાહામાં છાપખાનું શરૂ કર્યું હોઈ હેન્રીને પત્રકાર બનવું હતું. મિનેસોટા યુનિવર્સિટીમાં પત્રકારત્વનો મુખ્ય વિષય રાખીને તેમણે અભ્યાસ શરૂ કર્યો હતો, પણ બે જ વર્ષમાં અભ્યાસ પડતો મૂકીને એક ઑફિસમાં નાનકડી નોકરી…
વધુ વાંચો >ફૉરમૅન, મિલોસ
ફૉરમૅન, મિલોસ (જ. 18 ફેબ્રુઆરી 1932, કાસ્લાવ, ચેકગણતંત્ર) : હૉલિવુડના ખ્યાતિપ્રાપ્ત ચલચિત્ર દિગ્દર્શક અને અભિનેતા. યહૂદી પિતા અને પ્રોટેસ્ટન્ટ માતાનું સંતાન. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન નાઝી યાતના શિબિરમાં માતાપિતાનું છત્ર ગુમાવી દેતાં સગાંઓએ તેમનો ઉછેર કર્યો. પ્રાગની ખ્યાતનામ સંગીત અને નાટ્યકળાની અકાદમીમાંથી સ્નાતક થયા બાદ 1950ના દાયકામાં પટકથાઓ લખવાનો પ્રારંભ…
વધુ વાંચો >