English literature
બ્રુક, રુપર્ટ
બ્રુક, રુપર્ટ (જ. 3 ઑગસ્ટ 1887, વૉર્વિકશાયર, ઇંગ્લંડ; અ. 23 એપ્રિલ 1915, સ્કાયરોસગ્રીસ) : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લૅન્ડના કવિ-દેશભક્ત. વીસમી સદીના આરંભમાં અંગ્રેજી સાહિત્યમાં અલ્પજીવી નીવડેલી જ્યૉર્જિયન કવિતાના પ્રતિનિધિ કવિ. રગ્બીની એક શાળાના શિક્ષકનો પુત્ર. ઉચ્ચ અભ્યાસ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં. અભ્યાસકાળ દરમિયાન વિદ્વાન તરીકેની ખ્યાતિ પામનાર આ કવિ અત્યંત સોહામણો અને…
વધુ વાંચો >બ્રુચફિલ્ડ, રૉબર્ટ (વિલિયમ)
બ્રુચફિલ્ડ, રૉબર્ટ (વિલિયમ) (જ. 1923, વાંગનૂઇ, ન્યૂઝીલૅન્ડ) : કોશરચનાકાર અને વિદ્વાન અભ્યાસી. તેમણે વેલિંગ્ટન ખાતેની વિક્ટોરિયા યુનિવર્સિટી કૉલેજ ખાતે તથા ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો હતો. 1952થી 1963 દરમિયાન તેઓ ઑક્સફર્ડમાં અંગ્રેજીનું અધ્યાપન કરતા રહ્યા. પછી ત્યાં 1963થી 1979 દરમિયાન તેઓ ટ્યૂટોરિયલ ફેલો પણ બન્યા. તે પછી સેન્ટ પિટર્સ કૉલેજમાં તેમણે સીનિયર…
વધુ વાંચો >બ્રૅકન, ટૉમસ
બ્રૅકન, ટૉમસ (જ. 1843, આયર્લૅન્ડ; અ. 1898) : કવિ અને પત્રકાર. 1869માં તેમણે ન્યૂઝીલૅન્ડમાં સ્થાયી વસવાટ કર્યો. ટેનિસન તથા લાગફેલો જેવા કવિઓના સ્થાનિક સમકક્ષ કવિ તરીકે તેમની ગણના અને નામના હતી. 1930ના દાયકા પછી તે વીસરાવા લાગ્યા. પરંતુ ‘ગૉડ ડિફેન્ડ ન્યૂઝીલૅન્ડ’ નામે તેમણે લખેલા રાષ્ટ્રગીતથી તેમની સ્મૃતિ હવે કાયમી સ્વરૂપે…
વધુ વાંચો >બ્રેડબરી, માલ્કમ
બ્રેડબરી, માલ્કમ (જ. 1932, શેફિલ્ડ, ઇંગ્લૅન્ડ) : આંગ્લ લેખક અને વિવેચક. તેમણે અભ્યાસ કર્યો લિચેસ્ટર ખાતે અને ત્યાં જ અધ્યાપનકાર્ય આરંભ્યું. પછી તેઓ 1970માં ઈસ્ટ એંગ્લિયા યુનિવર્સિટીમાં ‘અમેરિકન સ્ટડીઝ’ વિષયના પ્રાધ્યાપક નિમાયા. તેમના જેવા વિદ્યાપુરુષે જે વ્યાપક પ્રવાસો કર્યા તેમાંથી તેમને કેટલીય નવલો માટેનું કથાવસ્તુ લાધ્યું. એ નવલોમાં ‘ઇટિંગ પીપલ…
વધુ વાંચો >બ્રૅડબરી, રે (ડગ્લાસ)
બ્રૅડબરી, રે (ડગ્લાસ) (જ. 22 ઑગસ્ટ 1920, વૉકગન, ઇલિનૉઇસ, અમેરિકા) : વૈજ્ઞાનિક કથાઓના અમેરિકન લેખક. તેમણે અતીતની ઝંખનાને લગતી વાતો, કાવ્યો, રેડિયો-નાટક તથા ટેલિવિઝન તેમજ ચલચિત્રો માટેની પટકથાઓ લખી છે. તેમની રચનાઓમાં માનવ-સ્વભાવમાં રહેલા વિક્ષિપ્તતા, હાસ્યાસ્પદતા તથા વેવલાપણાનાં તત્ત્વો આલેખવાની તેમની નિપુણતા જણાઈ આવે છે. તેમણે તેમની પ્રથમ વાર્તા 1940માં…
વધુ વાંચો >બ્રૅડલી, એન્ડ્રુ સેસિલ
બ્રૅડલી, એન્ડ્રુ સેસિલ (જ. 26 માર્ચ 1851, ચૅલ્ટનહેમ, ગ્લૉસેસ્ટર-શાયર, ઇંગ્લૅન્ડ; અ. 2 સપ્ટેમ્બર 1935, લંડન) : સાહિત્યના અને તેમાંયે શેક્સપિયરના નાટ્યસર્જનના અગ્રગણ્ય વિવેચક. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અને વીસમીના પૂર્વાર્ધમાં તેમની વિવેચક તરીકે નામના. શિક્ષણ ઑક્સફર્ડમાં. યુનિવર્સિટી ઑવ્ લિવરપુલમાં અંગ્રેજી ભાષા અને સાહિત્યના પ્રાધ્યાપક (1882–1890). યુનિવર્સિટી ઑવ્ ગ્લાસગૉ (1890–1900) અને ઑક્સફર્ડ…
વધુ વાંચો >બ્રૉન્ટ એમિલી
બ્રૉન્ટ એમિલી (જ. 30 જુલાઈ 1818, થૉર્નટન, યૉર્કશાયર; અ. 19 ડિસેમ્બર 1848) : નવલકથાકાર, કવયિત્રી. ઉપનામ ‘એલિસ બેલ’. આઇરિશ પિતા બ્રૉન્ટ પૅટ્રિક, માતા મારિયા બ્રાનવેલ. 1820માં પિતા હાવર્થ(બ્રેડફૉર્ડ પાસે, યૉર્કશાયર)ના પાદરી બન્યા ને ત્યાં જ રહ્યા. 1821માં 15મી સપ્ટેમ્બરે કૅન્સરથી માતાનું અવસાન. ત્યારબાદ માસી એલિઝાબેથ બ્રાનવેલ ઘર સંભાળતી. બાળપણ માતાની…
વધુ વાંચો >બ્રૉન્ટ, શાર્લોટ
બ્રૉન્ટ, શાર્લોટ (જ. 21 એપ્રિલ 1816, થૉર્નટન, યૉર્કશાયર; અ. 31 માર્ચ 1855) : આઇરિશ અંગ્રેજ નવલકથાકાર અને કવયિત્રી. પિતા પૅટ્રિક, પાદરી. માતા મારિયાનું અવસાન થયું ત્યારે શાર્લોટની વય પાંચ વર્ષની હતી. શિક્ષણ કાઉઆન બ્રિજની ‘કવર્જી ડૉટર્સ સ્કૂલ’માં. જેન આયર’ નવલકથામાંની લોવુડની શાળા તે આ જ. પાછળથી શાળાએ જવાનું બંધ થતાં…
વધુ વાંચો >બ્લન્ડન, એડમંડ ચાર્લ્સ
બ્લન્ડન, એડમંડ ચાર્લ્સ (જ. 1896, કૅન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1974) : આંગ્લ કવિ અને વિવેચક. તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. પછી 1924થી 1927 સુધી તેમણે ટોકિયો યુનિવર્સિટી ખાતે અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું. 1931માં તેઓ ઑક્સફર્ડની મેટ્રૉન કૉલેજમાં ફેલો નિમાયા. 1943માં તેઓ ‘ધ ટાઇમ્સ લિટરરી સપ્લિમેન્ટ’ના સ્ટાફમાં જોડાયા. 1953માં…
વધુ વાંચો >બ્લૅસ્કો ઇવાન્યેન્થ, વિસેન્ટ
બ્લૅસ્કો ઇવાન્યેન્થ, વિસેન્ટ (જ. 1867, વૅલેન્શિયા, સ્પેન; અ. 1928) : વાસ્તવવાદી નવલકથાલેખક. તેમની વિશેષતા એ રહી છે કે સ્પેનના ગ્રામીણ જીવન તેમજ સામાજિક ક્રાંતિનું તેમણે વાસ્તવલક્ષી ચિત્રણ કર્યું છે. તેમની નોંધપાત્ર કૃતિ તે ‘બલ્ડ ઍન્ડ સૅન્ડ’ (1909) તથા ‘ધ ફોર હૉર્સમેન ઑવ્ ધ એપૉકેલિપ્સ’ (1916). તેમાં પ્રથમ વિશ્વયુદ્ધનું અત્યંત જીવંત…
વધુ વાંચો >