Ecology
વર્લ્ડ વેધર વૉચ (World Weather Watch, WWW)
વર્લ્ડ વેધર વૉચ (World Weather Watch, WWW) : વિશ્વ મોસમવિજ્ઞાન સંગઠન(World Meteorological Organization, WMO)નો 1963માં શરૂ કરવામાં આવેલ એક ખાસ મહત્વનો કાર્યક્રમ. વિશ્વમાં મોસમવિજ્ઞાન સંબંધી પ્રવૃત્તિના સંકલન, માનકીકરણ (standardization) અને પ્રોત્સાહન માટે 1951માં WMOની કામગીરી શરૂ થઈ હતી, જે 1873માં સ્થાપિત આંતરરાષ્ટ્રીય મોસમવિજ્ઞાન સંગઠન(International Meteorological Organization)ની અનુગામી હતી. WWWના માધ્યમ…
વધુ વાંચો >વર્ષા (Precipitation) (ક્રિયાપદ્ધતિ)
વર્ષા (Precipitation) (ક્રિયાપદ્ધતિ) : વરસાદ આવવાની પ્રક્રિયા. પૃથ્વી પરનું સમગ્ર જીવન મૂળભૂત રીતે જોતાં જળઆધારિત છે. પૃથ્વીની સપાટીનો લગભગ 70 % ભાગ જળઆચ્છાદિત છે. તેમ છતાં એક કિમી.ની ઊંડાઈ સુધીનું ભૂગર્ભીય જળ, મીઠા પાણીનાં સરોવરો, નદીઓ કે વહેણો તેમજ વાતાવરણીય ભેજ કુલ જળરાશિના માત્ર 0.3 % જેટલું જ પ્રમાણ ધરાવે…
વધુ વાંચો >વર્ષાઋતુ (Monsoon)
વર્ષાઋતુ (Monsoon) : દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં વર્ષ દરમિયાન પ્રવર્તતી ત્રણ ઋતુઓ પૈકીની એક. અમુક ચોક્કસ સમયગાળા માટે પડતા વરસાદની ઋતુ એટલે વર્ષાઋતુ. આ ઋતુ માટે વપરાતો અંગ્રેજી શબ્દ ‘Monsoon’ મૌસિમ (અર્થાત્ ઋતુ) નામના મૂળ અરબી શબ્દ પરથી ઊતરી આવેલો છે. દક્ષિણ એશિયાનું ઋતુચક્ર ત્યાં બદલાતી રહેતી પવનોની દિશા પર…
વધુ વાંચો >વર્ષાછાયા (Rain Shadow)
વર્ષાછાયા (Rain Shadow) : પર્વતોથી અવરોધાતાં વર્ષાવાદળોને લઈ જતા પવનોની વાતવિમુખ બાજુ. વાતા પવનોના માર્ગમાં પર્વતો આવતાં વર્ષાવાદળો અવરોધાય છે. પર્વતોની વાતાભિમુખ બાજુ પર વર્ષાવાદળો અવરોધાવાથી ત્યાં મોટાભાગનો વરસાદ પડી જાય છે, બાકી રહેલાં ઓછા ભેજવાળાં વર્ષાવાદળો પર્વતોને ઓળંગીને વાતવિમુખ બાજુ પર પહોંચે છે ત્યારે ત્યાં ઓછો વરસાદ પડે છે.…
વધુ વાંચો >વર્ષામાપક
વર્ષામાપક : અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન અમુક સ્થળે પડતા વરસાદનું પ્રમાણ માપવા માટેનું સાધન. આ સાધન સામાન્ય રીતે માફકસરની લંબાઈ-પહોળાઈવાળા નળાકાર પાત્રથી બનેલું હોય છે, તેની ઉપરનું ઢાંકણ તેની પર ગોઠવી કે કાઢી શકાય એવું હોય છે. નળાકારમાં એક લાંબી સાંકડી નળી હોય છે, તેનાથી વરસાદનું પ્રમાણ માપી શકાય છે.…
વધુ વાંચો >વસંતઋતુ (spring)
વસંતઋતુ (spring) : શિયાળા અને ઉનાળા વચ્ચે આવતી ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં આ ઋતુ દરમિયાન પ્રવર્તતું આહ્લાદક હવામાન ઊંચા અક્ષાંશોમાં માર્ચ, એપ્રિલ, મે અને જૂનના પ્રારંભિક દિવસોમાં માણી શકાય છે. ભારત અયનવૃત્તીય પ્રદેશમાં હોઈને મહા-ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ) માસમાં પ્રવર્તે છે. દક્ષિણ ગોળાર્ધમાં આ ઋતુ સપ્ટેમ્બરના અંતભાગથી શરૂ થઈને ડિસેમ્બરની શરૂઆત સુધી રહે…
વધુ વાંચો >વાતનિક્ષેપ
વાતનિક્ષેપ : જુઓ પવન (ઉત્પત્તિ, પ્રકાર, પ્રવર્તન અને અસરો)
વધુ વાંચો >વાતાનુકૂલન (air-conditioning)
વાતાનુકૂલન (air-conditioning) : હવાનાં તાપમાન, ભેજ, ગતિ અને સ્વચ્છતાનું એકસાથે નિયંત્રણ કરવાની પ્રક્રિયા. સંપૂર્ણ વાતાનુકૂલન ઉનાળો, શિયાળો અને વર્ષાઋતુ દરમિયાન ઉપરના ચારેય ઘટકોનું નિયંત્રણ કરે છે. ઉનાળામાં વાતાનુકૂલક (વાતાનુકૂલ યંત્ર) તાપમાનનો ઘટાડો કરે છે અને વધારાનો ભેજ હવામાંથી દૂર કરે છે, જ્યારે શિયાળા દરમિયાન તાપમાનનો વધારો કરવાની અને હવામાંના ભેજને…
વધુ વાંચો >વાતાવરણ (ગ્રહોનું)
વાતાવરણ (ગ્રહોનું) : ગ્રહોની ફરતેનું વાતાવરણ. જો ગ્રહનું દ્રવ્યમાન (Mass) બહુ ઓછું હોય તો તેના ઓછા ગુરુત્વાકર્ષણ બળને કારણે તેની આજુબાજુ વાતાવરણ ટકી શકતું નથી અને વાતાવરણના અણુ અંતરીક્ષમાં છટકી જાય છે. ઊંચા તાપમાને અણુની ગતિ વધારે હોવાથી છટકી જવાની પ્રક્રિયા ઝડપી બને છે. પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ પૃથ્વી કરતાં…
વધુ વાંચો >વાતાવરણ (ભૌગોલિક)
વાતાવરણ (ભૌગોલિક) પૃથ્વીની આજુબાજુ અંદાજે 800 કિમી. કે તેથી વધુ (આંતરગ્રહીય માધ્યમમાં ભળી જતા અંતર સુધીના) વિસ્તારમાં ફેલાયેલું હવાનું આવરણ. વાયુઓથી બનેલું આ આવરણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ-બળને કારણે અવકાશમાં છટકી જઈ શકતું નથી. શિલાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ જેવા પૃથ્વીના ચાર વિભાગો પૈકીનો આ સૌથી બહારનો વિભાગ છે. બંધારણ : વાતાવરણ…
વધુ વાંચો >