Civil engineering
સ્ટીવન્સન જ્યૉર્જ
સ્ટીવન્સન, જ્યૉર્જ (જ. 9 જૂન 1781, વિલામ, નોર્થમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 12 ઑગસ્ટ 1848, ચેસ્ટરફિલ્ડ, ડર્બિશાયર) : અંગ્રેજ એન્જિનિયર અને રેલવે-લોકોમોટિવનો શોધક. જ્યૉર્જ સ્ટીવન્સન તેના પિતા મિકૅનિક હતા. જ્યૉર્જ કિશોરવયથી કોલસાની ખાણમાં મજૂરી કરવા જતો. તે સાથે 18 વર્ષની ઉંમરે રાત્રિશાળામાં લખતાં-વાંચતાં શીખ્યો. તેણે 1814માં ખાણમાંથી કોલસો ખેંચી કાઢવાનું એંજિન બનાવ્યું…
વધુ વાંચો >સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (રૂરકી) [Structural Engineering Research Center (SERC), Roorkee]
સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (રૂરકી) [Structural Engineering Research Center (SERC), Roorkee] : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના નેજા હેઠળ સંરચનાકીય (structural) ઇજનેરીમાં સંશોધન હાથ ધરતી સંસ્થા. સંસ્થાના કાર્યક્ષેત્રમાં નીચેનાંનો સમાવેશ થાય છે : (i) અદ્યતન જ્ઞાનની માહિતી-બૅન્ક તરીકે કામ કરી ઇમારતોની સંરચના તથા બાંધકામ માટે માહિતી પૂરી પાડવી. (ii)…
વધુ વાંચો >સ્ટ્રાઉસ ઑસ્કાર
સ્ટ્રાઉસ, ઑસ્કાર (જ. 6 માર્ચ 1870, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 11 જાન્યુઆરી 1954, ઑસ્ટ્રિયા) : ઑસ્ટ્રિયન સંગીત-નિયોજક અને ઑર્કેસ્ટ્રાના તથા ગાયકવૃંદ(કોયર)ના સંચાલક. બર્લિન ખાતે સંગીતકાર મેક્સ બ્રખ પાસે તેમણે સંગીતનો અભ્યાસ કર્યો. એ પછી બર્લિનમાં તેમણે ઑર્કેસ્ટ્રાના સંચાલક તરીકે કારકિર્દી શરૂ કરી. 1940માં અમેરિકા જઈ ન્યૂયૉર્ક નગરના બ્રોડવે ખાતેનાં નાટકોમાં તેમજ …
વધુ વાંચો >સ્નાનગૃહ (swimming-pool)
સ્નાનગૃહ (swimming-pool) : સ્નાન અને સ્નાનક્રીડા માટેનું ખાસ તૈયાર કરેલ સ્થળ. સ્નાનગૃહો પુરાણકાળથી જાણીતાં છે. રાજા-મહારાજાઓનાં આવાસ-સંકુલોમાં સ્નાનગૃહોનો સમાવેશ થતો હતો. આજે પણ મોટાં ધનિક કુટુંબોના આવાસોમાં તેમજ મોટી હોટેલોમાં ખાસ સ્નાનગૃહો રાખવામાં આવે છે. સ્નાનક્રિયા એ માત્ર ચાલુ દૈનિક ક્રિયાને બદલે અમુક સમયે આનંદ-પ્રમોદ અને મોજમજા માટેની ક્રિયા બની…
વધુ વાંચો >