Chemistry
તત્વો ક્રમાંક 111 અને 112
તત્વો ક્રમાંક 111 અને 112 : આવર્તક કોષ્ટકમાંની અનુઍક્ટિનાઇડ શ્રેણીનાં રાસાયણિક ધાતુતત્વો. 8થી 17 ડિસેમ્બર, 1994ના ગાળામાં GSI, ડર્મસ્ટેટ ખાતેના વૈજ્ઞાનિકોના સમૂહે શીત-સંગલન પદ્ધતિ વાપરીને તત્વ–111નું સંશ્લેષણ કરી તેનું લક્ષણચિત્રણ કર્યું હતું. પ્રક્રિયા આ પ્રમાણે છે : 209Bi(64Ni, n)272111. તે વિકિરણધર્મી હોઈ α-ક્ષય પામે છે : તત્વ–112 9 ફેબ્રુઆરી, 1996ની…
વધુ વાંચો >તત્વોનું નિષ્કર્ષણ
તત્વોનું નિષ્કર્ષણ (extraction of elements) : કુદરતમાં મળી આવતાં ખનિજોમાંથી તત્વોને શુદ્ધ સ્વરૂપમાં મેળવવાની પ્રવિધિ. પૃથ્વી પર 92 તત્વો ઉપરાંત અનુયુરેનિયમ ઉમેરતાં 103 તત્વો જાણીતાં છે. 92 તત્વોમાંથી લગભગ 80 % જેટલાં ધાતુતત્ત્વો છે. અધાતુતત્વોમાં H2, O2, N2, C1, Si, B, S, P, Cl2, Br2, F2, I2, He, Ar, Kr,…
વધુ વાંચો >તનાકા, કોઇચી
તનાકા, કોઇચી (Tanaka, Koichi) (જ. 3 ઑગસ્ટ 1959, ટોયામા શહેર, જાપાન) : જાપાની રસાયણવિદ અને 2002ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1983માં ટોહોકુ યુનિવર્સિટીમાંથી ઇજનેરી પદવી મેળવ્યા બાદ તનાકા ક્યોટોની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ઉપકરણો બનાવતી કંપની શિમાડ્ઝુ કૉર્પોરેશનમાં જોડાયા અને ત્યાં વિવિધ ક્ષેત્રોમાં સંશોધનકાર્ય કર્યું. તેમણે વીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોથી…
વધુ વાંચો >તરલ
તરલ (fluid) : સરળતાથી વહી શકે તેવો વાયુરૂપ કે પ્રવાહી પદાર્થ. થોડુંક જ બળ આપવાથી કે દબાણ કરવાથી તરલનું સ્વરૂપ ધારણ કરે છે. વળી તરલ સ્થિતિસ્થાપક હોવાથી, બળ કે દબાણ જેવું દૂર થાય કે તરત જ તે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરે છે. સામાન્ય તાપમાને પાણી તરલ અને પ્રવાહી છે.…
વધુ વાંચો >તરલનો સંગ્રહ
તરલનો સંગ્રહ : પ્રવાહી અથવા વાયુ જેવા તરલ પદાર્થોના સંગ્રહ માટેની પદ્ધતિઓ અને સાધનો. માનવી જ્યારથી ખોરાક સાથે પાણીનો સંગ્રહ કરતો થયો ત્યારથી તરલસંગ્રહ માટેનો તાંત્રિકી વિકાસ થતો રહ્યો છે. તરલસંગ્રહની જરૂરિયાત માનવીના દૈનિક જીવનમાં તથા ઉદ્યોગોમાં બંને ક્ષેત્રે રહી છે. માટલાં, નળા, વૉટર-બૉટલ, ડબ્બા, ટાંકી વગેરે ઘરમાં પાણીસંગ્રહનાં સામાન્ય…
વધુ વાંચો >તાપીય પૃથક્કરણ
તાપીય પૃથક્કરણ (thermal analysis) : પદાર્થનું તાપમાન નિયમિત દરે વધારીને તાપમાનના પરિણામ રૂપે પદાર્થમાં થતા ભૌતિક કે રાસાયણિક ફેરફારો માપીને પદાર્થની પરખ, તે કયા તાપમાન સુધી સ્થાયી છે તે તેમજ તેનું સંઘટન જાણવાની તકનીક. પદ્ધતિમાં વપરાતી ભઠ્ઠીના તાપમાન વિરુદ્ધ પદાર્થના માપેલા ગુણધર્મના આલેખને થરમૉગ્રામ કહે છે. આલેખ વડે નિર્જલીકરણ (dehydration),…
વધુ વાંચો >તુલ્યભાર
તુલ્યભાર : તત્વ અથવા સંયોજનનું જે વજન પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે 1.008 ગ્રા. હાઇડ્રોજન અથવા 8.00 ગ્રા. ઑક્સિજન સાથે સંયોજાય તે. કોઈ તત્વને એકથી વધુ સંયોજકતા હોઈ શકે. પરિણામે એકથી વધુ તુલ્યભાર પણ હોઈ શકે. નીચેનાં ઉદાહરણ દ્વારા આ સ્પષ્ટ થશે. 1. એમોનિયા(NH3)માં નાઇટ્રોજનનો 1 પરમાણુ હાઇડ્રોજનના ત્રણ પરમાણુ સાથે…
વધુ વાંચો >તૃણમણિ
તૃણમણિ : જુઓ, અંબર
વધુ વાંચો >તેલ અને ચરબી
તેલ અને ચરબી (oils and fats) સામાન્ય રીતે પાણી સાથે અમિશ્રણીય, સ્પર્શે તૈલી કે ચીકાશવાળા (greasy) અને સ્નિગ્ધ (viscous) પદાર્થો. તે ગ્લિસરોલ અને મેદ અમ્લના એસ્ટર હોવાથી તેમને ટ્રાઇગ્લિસેરાઇડ અથવા ગ્લિસેરાઇડ કહેવામાં આવે છે. જો સામાન્ય તાપમાને તે પ્રવાહી સ્વરૂપમાં હોય તો તેને તેલ કહેવામાં આવે છે; દા. ત., તલનું…
વધુ વાંચો >ત્રિવેદી, અશ્વિનકુમાર માધવલાલ
ત્રિવેદી, અશ્વિનકુમાર માધવલાલ (જ. 25 જાન્યુઆરી 1913, પાટણ (ઉ. ગુજરાત); અ. 11 ઑગસ્ટ 1971, અમદાવાદ) : રસાયણશાસ્ત્રના સુપ્રસિદ્ધ સંશોધક–અધ્યાપક. પિતા માધવલાલ તથા માતા વિમુબહેનના સુપુત્ર અશ્વિનકુમારે નાનપણમાં જ માતા ગુમાવી દીધેલી. 1929માં મુંબઈ વિશ્વવિદ્યાલયની મૅટ્રિક્યુલેશનમાં ગણિતમાં ડિસ્ટિંકશન સાથે પાસ થઈ વડોદરા સાયન્સ કૉલેજમાંથી 1933માં બી.એસસી. તથા ડૉ. એમ.ડી. અવસારેના હાથ…
વધુ વાંચો >