Botany

પ્રત્યારોપણ

પ્રત્યારોપણ : સજીવના અંગ કે ભાગને કાઢી લઈ તે જ સજીવના અથવા અન્ય સજીવના શરીરમાં તેનું વિસ્થાપન. પ્રથમ પ્રકારના પ્રત્યારોપણને સ્વરોપણ (autograft) અને બીજા પ્રકારના પ્રત્યારોપણને પરરોપણ (allograft) કહે છે. સંયુક્ત જીવન(parabiosis)ને પ્રત્યારોપણનું ચરમ સ્વરૂપ ગણવામાં આવે  છે; જેમાં બે વ્યક્તિઓનું શલ્યવિધિ દ્વારા એવું જોડાણ કરવામાં આવે છે જેથી તેમના…

વધુ વાંચો >

પ્રવાલ-શૈલસૃષ્ટિ

પ્રવાલ-શૈલસૃષ્ટિ : દરિયામાં થતાં પરવાળાં અને લીલના સહજીવનથી બનતું વિશિષ્ટ નિવસનતંત્ર. તે પૃથ્વી પર જોવા મળતાં અનેક નિવસનતંત્રો પૈકીનું એક અનોખું નિવસનતંત્ર છે, જેમાં પરવાળાં અને લીલ ઉપરાંત ઘણાં પ્રાણીઓ અને વનસ્પતિઓ સંકળાયેલાં હોય છે. ટી. વૅલેંડ વૉઘન(1917)ના મંતવ્ય પ્રમાણે, પ્રવાલ-શૈલ દરિયાની સપાટી નજીક આવેલા ચૂનાના ખડકો છે. તે મુખ્યત્વે…

વધુ વાંચો >

પ્રવ્રણ (canker)

પ્રવ્રણ (canker) : વનસ્પતિ પર ચાઠાં પાડતો જીવાણુજન્ય રોગ. મનુષ્ય તથા પ્રાણીઓની માફક વનસ્પતિને પણ વિવિધ રોગો થાય છે. આ રોગકારકોમાં જીવાણુ, ફૂગ, વિષાણુ, પ્રજીવો તથા લીલ મુખ્ય છે. વનસ્પતિને જ્યારે કોઈ પણ કારકથી ચેપ લાગે ત્યારે તેનાં બાહ્ય લક્ષણોમાં ફેરફાર થાય છે. આવું એક અગત્યનું લક્ષણ પ્રવ્રણ છે. આમાં…

વધુ વાંચો >

પ્રસરણ (1)

પ્રસરણ (1) : કોઈ પણ વાયુ, પ્રવાહી કે ઘન દ્રાવ્ય પદાર્થની ઊંચી સાંદ્રતાવાળા વિસ્તાર તરફથી ઓછી સાંદ્રતાવાળા વિસ્તાર તરફ થતી ચોખ્ખી ગતિ. તે અણુઓ, આયનો કે પરમાણુઓની યાર્દચ્છિક (random), સ્થાનાંતરીય (translational) ક્રિયાત્મક ગતિ(kinetic motion)નું પરિણામ છે અને બંધ તંત્રમાં તેમની સાંદ્રતા બંને વિસ્તારોમાં સરખી ન બને ત્યાં સુધી ચાલુ રહે…

વધુ વાંચો >

પ્રાઇમ્યુલેસી

પ્રાઇમ્યુલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે લગભગ 28 પ્રજાતિ અને 800 જાતિઓ ધરાવે છે. તેનું બધા જ ખંડોમાં બહોળું વિતરણ થયું હોવા છતાં ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશોમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે. કેટલીક જાતિઓ ઉત્તર ધ્રુવ અને ઉચ્ચપર્વતીય (alpine) પ્રદેશોમાં થાય છે; પરંતુ ઉષ્ણકટિબંધ અને દક્ષિણ ગોળાર્ધમાં ભાગ્યે જ…

વધુ વાંચો >

પ્રાકૃતિક પસંદગી (natural selection)

પ્રાકૃતિક પસંદગી (natural selection) : ચાર્લ્સ ડાર્વિન દ્વારા સૌપ્રથમ વૈજ્ઞાનિક ર્દષ્ટિકોણથી પ્રતિપાદિત સજીવોની ઉત્ક્રાંતિના પ્રક્રમને સમજાવતો સિદ્ધાંત. ડાર્વિન (1809–1882) શરૂઆતથી પૃથ્વી પર વસતાં સજીવો, વીતી ગયેલાં કરોડો વર્ષો દરમિયાન સજૈવ ઉત્ક્રાંતિને અધીન વિકાસ પામ્યાં છે તેવી માન્યતા ધરાવતા હતા. 1831થી 1836 દરમ્યાન એચ. એમ. એસ. બીગલ દ્વારા આયોજિત બ્રિટિશ વૈજ્ઞાનિકોના…

વધુ વાંચો >

પ્રાકૃતિક સંયોજનોનું રસાયણ અને તેમના ઔષધીય ઉપયોગ

પ્રાકૃતિક સંયોજનોનું રસાયણ અને તેમના ઔષધીય ઉપયોગ વનસ્પતિનાં મૂળ, પર્ણ વગેરેમાં કુદરતી રીતે મળી આવતાં સંયોજનોનું રાસાયણિક અન્વેષણ અને તેમની ઔષધીય ઉપયોગિતા. પ્રાચીન ભારતમાં વનસ્પતિના ઔષધીય ઉપયોગો પર આધારિત એક શ્રેષ્ઠ ચિકિત્સાપદ્ધતિ વિકસાવાઈ હતી, જે આયુર્વેદ તરીકે ઓળખાય છે. ચાર હજાર વર્ષ પુરાણી આ પદ્ધતિ વિશ્વવિખ્યાત છે. ચરક, સુશ્રુત, વાગ્ભટ્ટ…

વધુ વાંચો >

પ્રિયદર્શિની

પ્રિયદર્શિની : દ્વિદળી વર્ગના સોલેનેસી કુળની વનસ્પતિની એક પ્રજાતિ. તેની એક શોભન-જાતિનું વૈજ્ઞાનિક નામ Petunia violacea Lindl. (ગુ. પ્રિયદર્શિની) છે. તે એકવર્ષાયુ 30થી 35 સેમી. ઊંચી શાકીય જાતિ છે અને જમીન પર ફેલાય છે. શરૂઆતમાં ઉપરની ટોચ કાપી નાખવામાં આવે તો છોડ વધારે ભરાવદાર બને છે. પર્ણો એકાંતરિક અથવા ઉપરના…

વધુ વાંચો >

પ્રોટિસ્ટા

પ્રોટિસ્ટા : સરળ દેહરચના ધરાવતા એકકોષી કે બહુકોષી પેશીરહિત સજીવોનો એક સમૂહ. જર્મન પ્રાણીવિજ્ઞાની હેકલે (1866) તેને ‘સૃષ્ટિ’નો દરજ્જો આપ્યો. એક વર્ગીકરણ પ્રમાણે આદિકોષકેન્દ્રી (prokaryotic) સજીવોને નિમ્ન પ્રોટિસ્ટામાં અને સુકોષકેન્દ્રી (eukaryotic) પ્રોટિસ્ટાને ઉચ્ચ પ્રોટિસ્ટામાં મૂકવામાં આવ્યા. આ વર્ગીકરણ-પદ્ધતિ આ પ્રમાણે દર્શાવવામાં આવે છે : સૃષ્ટિ : પ્રોટિસ્ટા; ઉપસૃષ્ટિ : નિમ્નપ્રોટિસ્ટા;…

વધુ વાંચો >

પ્રોસોપીસ

પ્રોસોપીસ : જુઓ ખીજડો

વધુ વાંચો >