હરગોવિંદ બે. પટેલ

લીડન જાર

લીડન જાર : વિદ્યુતભારનો સંગ્રહ કરવા માટેની પ્રયુક્તિ. તેની શોધ 1746માં લીડન(નૅધરલેન્ડ્ઝ)માં થઈ હતી. લીડન જાર એ કાચની બરણી છે, જેને બૂચ વડે બંધ કરવામાં આવેલી હોય છે. બરણીને અંદર અને બહારથી અડધે સુધી ધાતુના પતરાથી ઢાંકવામાં આવે છે. ધાતુના પતરામાંથી વિદ્યુતનું વહન થાય છે, પણ કાચમાંથી થતું નથી. બૂચમાંથી…

વધુ વાંચો >

લૅગ્રાંઝ, જોસેફ લૂઈ

લૅગ્રાંઝ, જોસેફ લૂઈ (Lagrange, Joseph Louis) (જ. 25 જાન્યુઆરી 1736, તુરીન-સાર્ડિનિયા, ઇટાલી; અ. 10 એપ્રિલ 1813, પૅરિસ) : ન્યૂટન પછીના સમયમાં થયેલા અને ‘વૈશ્ર્લેષિક યંત્રવિદ્યા’ (Mecanique Analytique) નામના પુસ્તકથી જાણીતા થયેલા ગણિતશાસ્ત્રી. પિતૃપક્ષે તેઓ ફ્રેન્ચ હતા. તેમના પિતા સાર્ડિનિયાના રાજાના કોષાધ્યક્ષ હતા. તેમણે સટ્ટાખોરીમાં પોતાની બધી મિલકત ગુમાવી હતી. આથી…

વધુ વાંચો >

લોલક

લોલક : દૃઢ (rigid) આધાર પરથી નગણ્ય (negligible) વજનની અવિતાન્ય (inextensible) દોરીના બીજા છેડે લટકાવેલો અને ઊર્ધ્વ સમતલમાં દોલનો કરી શકે તેવો ભારે પદાર્થ. આ રીતે લટકાવેલા ભારે પદાર્થને એક બાજુ પર લઈ જઈને છોડી દેતાં તે આગળ-પાછળ દોલનો કરે છે. આધાર આગળ બિલકુલ ઘર્ષણ ન હોય અને માધ્યમનો અવરોધ…

વધુ વાંચો >

વિખંડન-દ્રવ્યો

વિખંડન-દ્રવ્યો : એવાં દ્રવ્યો જેના પારમાણ્વિક ન્યૂક્લિયસ વિખંડનશીલ હોય, ન્યૂટ્રૉનના મારાથી ભારે ન્યૂક્લિયસનું બે લગભગ સમાન ભાગોમાં વિભાજન થાય તેને ન્યૂક્લિયર વિખંડન કહે છે. સામાન્યત: તેની સાથે કેટલાક ન્યૂટ્રૉન અને ગૅમા કિરણો ઉત્સર્જિત થાય છે. આ પ્રક્રિયામાં કિરણોત્સર્ગતા(radioactivity)માં ન્યૂક્લિયસના રૂપાંતરમાં ઉદ્ભવતી ઊર્જા કરતા ઘણી વધારે ઊર્જા ઉદ્ભવે છે. યુરેનિયમ-235, પ્લૂટોનિયમ-239…

વધુ વાંચો >

વિખંડન-બૉમ્બ

વિખંડન-બૉમ્બ : ન્યૂક્લિયર વિખંડનના સિદ્ધાંત પર આધારિત સામૂહિક વિનાશ માટેનું વિસ્ફોટક શસ્ત્ર. ન્યૂક્લિયસનું વિખંડન કરી તેનાથી ઉત્પન્ન થતી ઊર્જા ઉપર વિજય અને વિનાશ પેદા કરી શકાય છે. પરમાણુ રિઍક્ટર દ્વારા ન્યૂક્લિયર ઊર્જા પેદા કરી તેમાંથી વિદ્યુત-ઊર્જા મેળવીને તેનો શાંતિમય ઉપયોગ સુનિશ્ચિતપણે કરી શકાય છે. ન્યૂક્લિયર બૉમ્બનું નિર્માણ કરી તેનો વિનાશક…

વધુ વાંચો >

વિલોપન

વિલોપન : કણ અને પ્રતિકણ અથડાતાં ઊર્જાના ઉત્સર્જન સાથે અદૃશ્ય થવાની ઘટના જેમાં થતી હોય એવી પ્રક્રિયા. ઇલેક્ટ્રૉન અને તેના પ્રતિકણ પૉઝિટ્રૉન સાથે અથડાતાં ગૅમા કિરણની ઉત્પત્તિની ઘટના, પૃથ્વી ઉપર જોવા મળતી સામાન્ય ઘટના છે. રેડિયો-ઍક્ટિવ ક્ષય દરમિયાન ઉત્સર્જિત થતો પૉઝિટ્રૉન ઘણી વખત ઇલેક્ટ્રૉન સાથે જોડાતાં તે કલ્પ-પરમાણુ (quasi-atom) પૉઝિટ્રૉનિયમનું…

વધુ વાંચો >

વિવર્તન

વિવર્તન : રંધ્ર-રેખા છિદ્ર(slit)ની ધાર જેવા અંતરાય (નડતર) આસપાસ પ્રકાશ-તરંગની વાંકા વળવાની ઘટના. દૂરના પ્રકાશ-ઉદ્ગમ સામે બે પાસપાસેની આંગળીઓની ચિરાડમાંથી જોતાં વિવર્તનની ઘટના જોવા મળે છે અથવા શેરી-પ્રકાશ સામે સુતરાઉ કાપડની છત્રીમાંથી જોતાં વિવર્તનની ઘટનાનો ખ્યાલ આવે છે. વિવર્તનની અસરો સામાન્ય રીતે ખૂબ જ નાની હોય છે. તેથી કાળજીપૂર્વક તેનું…

વધુ વાંચો >

વિવર્તન-ગ્રેટિંગ

વિવર્તન–ગ્રેટિંગ : સમાન્તર અને સરખા અંતરે ગોઠવેલી સંખ્યાબંધ ‘સ્લિટો’ની રચના અથવા વર્ણપટીય (spectral) ઘટકોનું વિભાજન કરતી રચના અથવા એકવર્ણી (monochromatic) વિકિરણનું એક અથવા વધુ દિશામાં આવર્તન કરતી રચના. NaCl જેવા સ્ફટિકમાં આવર્તક રીતે ગોઠવાયેલા પરમાણુઓ-વિકિરકો(radiators)ની ત્રિ-પરિમાણવાળી રચના પણ વિવર્તન-ગ્રેટિંગ તરીકે કાર્ય કરે છે. સ્ફટિકમાં ક્રમિક મૂળભૂત વિકિરકો વચ્ચેનું અંતર દૃશ્ય…

વધુ વાંચો >

વિસરણ (dispersion)

વિસરણ (dispersion) : વિદ્યુતચુંબકીય અથવા ધ્વનિતરંગોના સંકુલને તેના વિવિધ આવૃત્તિ-ઘટકોમાં અલગ પાડવા તે. દાખલા તરીકે શ્વેત પ્રકાશની કિરણાવલીનું ઘટક રંગોમાં વિઘટન. આવી રંગીન કિરણાવલી વિખેરાતાં વર્ણપટ રચે છે. તેનું દૃષ્ટાંત વર્ણ-વિપથન (chromatic aberration) છે. વધુ વ્યાપક રીતે કહેતાં તે તરંગલંબાઈ (λ) સાથે વક્રીભવનાંક (n)ના વિચરણનું વર્ણન કરે છે. જ્યારે nને…

વધુ વાંચો >

વિસ્પંદ (beats)

વિસ્પંદ (beats) : સ્હેજ જુદી જુદી આવૃત્તિવાળા બે તરંગોથી રચાતા સંયુક્ત તરંગની તીવ્રતામાં થતી નિયમિત વધઘટ. એક તબક્કે તીવ્રતા અધિકતમ થાય છે, તો બીજે તબક્કે તીવ્રતા ન્યૂનતમ થાય છે. પ્રતિ સેકન્ડે અધિકતમ અને ન્યૂનતમની સંખ્યાને વિસ્પંદ કહે છે. સૌપ્રથમ વાર વિસ્પંદની ઘટના ધ્વનિતરંગોની બૉંબતે જોવા મળી. તેમાં જુદી જુદી આવૃત્તિવાળા…

વધુ વાંચો >