હચિન્સન જ્હૉન
હચિન્સન જ્હૉન
હચિન્સન, જ્હૉન (જ. 7 એપ્રિલ 1884, બ્લિન્ડબર્ન; અ. 2 સપ્ટેમ્બર 1972, લંડન) : ખ્યાતનામ અંગ્રેજ વનસ્પતિવિજ્ઞાની, વર્ગીકરણવિજ્ઞાની (taxonomist) અને લેખક. તેમનો જન્મ બ્લિન્ડબર્ન, વૉર્ક ઓન-ટાઇન, નૉર્થમ્બરલૅંડ, ઇંગ્લૅન્ડમાં થયો હતો. તેમણે ઉદ્યાનકૃષિવિદ્યાકીય (horticultural) તાલીમ નૉર્થમ્બરલૅંડ અને ડુરહામમાંથી મેળવી અને 1904માં ક્યૂમાં શિખાઉ માળી તરીકે નિયુક્ત થયા. તેમની વર્ગીકરણવિદ્યાકીય અને ચિત્રણની કુશળતાઓ…
વધુ વાંચો >