સુરેશ ર. શાહ
કલ્પક્કમ્ (પરમાણુ) વિદ્યુતમથક
કલ્પક્કમ્ (પરમાણુ) વિદ્યુતમથક : દક્ષિણ ભારતમાં ચેન્નાઈ (મદ્રાસ) નજીક કલ્પક્કમ્ ખાતે સાગરકાંઠે જુલાઈ 1983માં કાર્યરત કરાયેલું દેશનું ત્રીજું પરમાણુ વિદ્યુતમથક. તારાપુર ખાતેનું દેશનું સૌપ્રથમ પરમાણુ વિદ્યુતમથક (TAPS) અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ સંપૂર્ણપણે બાંધીને ચાલુ કરી આપ્યું હતું. ભારતનું બીજું પરમાણુ વિદ્યુતમથક રાજસ્થાનમાં કોટા નજીક રાણા પ્રતાપસાગર ખાતે આવેલું છે. રાજસ્થાન…
વધુ વાંચો >કલ્પિત કણો
કલ્પિત કણો (quasi-particles) : બે કરતાં વધુ કણ ધરાવતા બૃહત્તંત્ર(macrosystem)ના ક્વૉન્ટમ ગુણધર્મોના અભ્યાસ માટે સામાન્યત: ઉપયોગમાં લેવાતું એક ખૂબ જ સફળ મૉડલ. ચિરપ્રતિષ્ઠિત યંત્રશાસ્ત્ર (classical mechanics) કે ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રમાં બૃહત્તંત્રના કણ માટે ગણતરી કરવી અતિ મુશ્કેલ બને છે, કારણ કે પ્રત્યેક કણ બીજા ઘણા બધા કણ સાથે આંતરક્રિયા (interaction) કરે…
વધુ વાંચો >કવચ મૉડેલ ન્યૂક્લિયર
કવચ મૉડેલ ન્યૂક્લિયર (nuclear shell model) : ન્યૂક્લિયસની ધરા-અવસ્થાઓ(ground states)નાં ‘સ્પિન’, જુદા જુદા ન્યૂક્લિયૉન વચ્ચે થતી આંતરપ્રક્રિયા (interaction) અને ન્યૂક્લિયસની ચુંબકીય ચાકમાત્રા (magnetic moment) અંગે સમજૂતી આપતું તેમજ ન્યૂક્લિયસની ઉત્તેજિત અવસ્થાઓ (excited states) અંગે માહિતી દર્શાવતું મૉડેલ. અમેરિકામાં એમ. જી. મેયર અને જર્મનીમાં જેનસેન, સુએસ તથા હેક્સલ નામના વૈજ્ઞાનિકોએ 1949માં…
વધુ વાંચો >કવચ મૉડેલ પરમાણુ
કવચ મૉડેલ પરમાણુ (Atomic Shell Model) : તત્વોના રાસાયણિક ગુણધર્મોની આવર્તિતા (periodicity) તેમજ રાસાયણિક ગુણધર્મોની સમાનતા દર્શાવતી, પરમાણુક્રમાંક (atomic number) Z દ્વારા ઉદભવતી જાદુઈ સંખ્યા(magic numbers)નાં વિશિષ્ટ મૂલ્યો વિષેની સમજૂતી આપતું મૉડેલ. ઓગણીસમી સદીના આરંભે વૈજ્ઞાનિક ડૉલ્ટને સૂચવ્યું કે બધાં રાસાયણિક તત્વોના મૂળ ઘટકો સરળ એકમના બનેલા હોય છે, જેને…
વધુ વાંચો >કાકરાપાર (પરમાણુ) વિદ્યુતમથક
કાકરાપાર (પરમાણુ) વિદ્યુતમથક (Kakarapar Atomic Power Station) : તારાપુર (મુંબઈ નજીક), રાવત ભાટા (રાજસ્થાનમાં કોટા નજીક), કલ્પક્કમ (ચેન્નાઈ નજીક) અને નરોરા (યુ.પી.) પછીના ક્રમે આવતું, દક્ષિણ ગુજરાતમાં કાકરાપાર નજીક બંધાયેલ ભારતનું પરમાણુ વિદ્યુતમથક. આ સંકુલમાં બંધાયેલ બે એકમો(unit-1 and unit-2)માં પ્રત્યેક એકમમાં 235 મેગાવૉટ વિદ્યુત (MWe) ઉત્પન્ન કરી શકાય તેવી…
વધુ વાંચો >રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બૅંગલોર
રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બૅંગલોર : જગપ્રસિદ્ધ વિજ્ઞાની સી. વી. રામનની સ્મૃતિમાં સ્થપાયેલી બૅંગલોરસ્થિત અદ્યતન સંશોધન સંસ્થા. બૅંગલોરમાં નંદી હિલ્સ ખાતે મૈસૂરના મહારાજાએ ભેટ આપેલી 10 એકર જમીન પર આવેલી આ સંશોધન સંસ્થાની સ્થાપના એશિયાના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા મહાન ભારતીય વિજ્ઞાની સર ચંદ્રશેખર વેંકટ રામનની સ્મૃતિમાં થયેલી. 2 એપ્રિલ 1934ના…
વધુ વાંચો >