સંસ્કૃતિ (સામાન્ય)
સ્વરૂપાનંદ સ્વામી
સ્વરૂપાનંદ સ્વામી (જ. ? ; અ. 15 ઑગસ્ટ 1974, પાવસ, જિલ્લો રત્નાગિરિ, મહારાષ્ટ્ર) : પ્રખર રાષ્ટ્રભક્ત, સ્વાતંત્ર્યસેનાની અને નાથસંપ્રદાયની પરંપરામાં ઊછરેલા મહારાષ્ટ્રના સંત. મૂળ વતન પાવસ, જે રત્નાગિરિથી 14 કિમી. અંતર પર આવેલું નાનું ગામ છે. સ્વામી સ્વરૂપાનંદે ત્યાં આશ્રમની સ્થાપના કરી છે. ગોડબોલે પરિવારમાં જન્મેલા આ સંતની આઠ પેઢીઓ…
વધુ વાંચો >હયગ્રીવ (વિષ્ણુ)
હયગ્રીવ (વિષ્ણુ) : હયગ્રીવ રાક્ષસને મારવા એના જેવું જ સ્વરૂપ ધારણ કરેલા અષ્ટભુજ વિષ્ણુ. આ સ્વરૂપનું મૂર્તિવિધાન આપતાં વિષ્ણુધર્મોત્તર જણાવે છે કે હયગ્રીવનો વર્ણ શ્વેત હોય છે અને તેઓ નીલવર્ણનાં વસ્ત્રો ધારણ કરે છે. એમને અશ્વમુખ અને આઠ હાથ હોય છે જેમાંના ચારમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હોય છે.…
વધુ વાંચો >હિરણ્યકશિપુ
હિરણ્યકશિપુ : કશ્યપ અને દિતિનાં સંતાનોમાં સૌથી મોટો દૈત્યકુલનો આદિપુરુષ. દૈત્યોમાં ત્રણ ઇંદ્ર થયા છે. (1) હિરણ્યકશિપુ, (2) પ્રહલાદ અને (3) બલિ. એમના પછી ઇંદ્ર પદ સદાને માટે દેવતાઓ પાસે ચાલ્યું ગયું. હિરણ્યકશિપુના જન્મ વખતે કશ્યપ ઋષિ અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા અને તે વખતે દિતિ હિરણ્ય (સોનાના) આસન પર…
વધુ વાંચો >