શિલીન નં. શુક્લ
ડેલ, સર હેન્રી હેલેટ
ડેલ, સર હેન્રી હેલેટ (જ. 9 જૂન, 1875, લંડન; અ. 23 જુલાઈ, 1968, કેમ્બ્રિજ) : ઑટો લોએવી સાથે 1936નું નોબેલ પારિતોષક મેળવનાર અંગ્રેજ વિજ્ઞાની. ડેલ અંગ્રેજ શરીરક્રિયાવિદ (physiologist) અને ઔષધવિદ (pharmacologist) હતા. તેઓ કેમ્બ્રિજ, લંડન અને ફ્રૅન્કફર્ટ ખાતે મેડિસિન ભણ્યા. 1904માં તે વેલકમ લૅબોરેટરીમાં જોડાયા. તેમણે જી. બર્જર સાથે કામ…
વધુ વાંચો >ડોઇઝી, એડવર્ડ એડેલ્બર્ટ
ડોઇઝી, એડવર્ડ એડેલ્બર્ટ (જ. 13 નવેમ્બર 1893, હ્યૂમ, ઇલિનૉઇસ, યુ. એસ.; અ. 23 ઑક્ટોબર 1986, સેન્ટ લુઈ) : અમેરિકન જૈવરસાયણશાસ્ત્રી. વિટામિન ‘કે’નું રાસાયણિક બંધારણ શોધી કાઢવા માટે તેમને 1943નું નોબેલ પારિતોષિક મળ્યું હતું. તેમના સહવિજેતા હેન્રીક કાર્લ પીટર ડામ હતા, જેમણે વિટામિન ‘કે’ શોધ્યું હતું. તે ઇલિનૉઇસમાં ભણ્યા હતા. તેમણે…
વધુ વાંચો >ડૉપ્લર પારધ્વનિ આલેખન
ડૉપ્લર પારધ્વનિ આલેખન : લોહીના વહનમાં ઉદભવતા વિકારોનું નિદાન કરવાની પદ્ધતિ. અવાજ તરંગો દ્વારા ગતિ કરે છે. આપણા કાન અવાજના બધા જ પ્રકારના તરંગો ઝીલી શકતા નથી તેથી કેટલાક અવાજના તરંગોને આપણે સાંભળી શકતા નથી. આ પ્રકારના અવાજને અશ્રાવ્યધ્વનિ અથવા પારધ્વનિ (ultrasound) કહે છે. આ પ્રકારના અશ્રાવ્યધ્વનિના તરંગો જ્યારે કોઈ…
વધુ વાંચો >ડોમાક, ગેર્હાર્ડ
ડોમાક, ગેર્હાર્ડ (જ. 30 ઑક્ટોબર 1895, લેગો, બ્રાન્ડેનબર્ગ; અ. 24 એપ્રિલ 1964, એલ્બર્ફેલ્ડ, જર્મની) : જર્મન વિજ્ઞાની. તેમને 1939નું નોબેલ પારિતોષિક તેમની પ્રૉન્ટોસિલની જીવાણુ(bacteria)વિરોધી અસરો શોધી કાઢવા માટે આપવાનું જાહેર થયું હતું. 1932માં પ્રૉન્ટોસિલ રેડ નામનું સલ્ફોનેમાઇડ જૂથ ધરાવતો એક રંગ (dye) તેમણે શોધી કાઢ્યો. 1935માં તેનાં પરિણામો પ્રકાશિત થયાં.…
વધુ વાંચો >તનુગંડિકાકાઠિન્ય
તનુગંડિકાકાઠિન્ય (tuberous sclerosis) : આંચકી આવવી, મનોબૌદ્ધિક ઊણપ તથા ત્વક્તૈલાર્બુદ (adenoma sebaceum) વાળો વારસાગત ઊતરી આવતો રોગ. તેને બાર્નેવિલનો રોગ પણ કહે છે. તે અલિંગસૂત્રીય પ્રભાવી (autosomal dominant) પ્રકારના વારસા રૂપે પેઢી-દર-પેઢી ઊતરી આવે છે. કપાળ અને ગાલ પર પતંગિયાની પાંખોના આકારવાળા વિસ્તારમાં નાની નાની ફોલ્લીઓ રૂપે ત્વક્તૈલાર્બુદો થાય છે.…
વધુ વાંચો >તનુતંતુજનક
તનુતંતુજનક (fibrinogen) : લોહી ગંઠાવાની ક્રિયામાં અગત્યનો ક્રિયાશીલ ઘટક. તેના મહત્વને કારણે લોહીના ગંઠનની ક્રિયામાં ઉપયોગી વિવિધ 13 ઘટકો અને અન્ય પ્રોટીનોમાં તેને પ્રથમ ઘટક (factor -I) તરીકે ઓળખવામાં આવે છે. તેના અણુઓ 340 કિલો ડેલ્ટોન્સ કદના હોય છે. અને તેનું રુધિરજળ(plasma)માંનું પ્રમાણ 300 મિગ્રા/ડેસી લિ. અથવા 9 માઇક્રોરોમ જેટલું…
વધુ વાંચો >તમાકુસેવન
તમાકુસેવન : તમાકુ કે તેની પેદાશ કે બનાવટને ખાવી, ચાવીને તેના રસનું પાન કરવું, સૂંઘવી, દાંતે અને પેઢાં પર ઘસવી કે તેનું ધૂમ્રપાન કરવું તથા તેની આદત અથવા કુટેવ પડવી તે. 40 % કૅન્સરના દર્દીઓમાં તમાકુનું સેવન હોય છે અને તેથી તેનો નિષેધ કૅન્સર થતું રોકી શકે તેવી માન્યતા ઉત્પન્ન…
વધુ વાંચો >તરસ
તરસ : પાણી પીવાની ઇચ્છા થાય તેવી સંવેદના. શરીરમાંની વિવિધ જૈવભૌતિક સ્થિતિઓ તરસની સંવેદના ઉત્પન્ન કરે છે, જેમાં શરીરના પ્રવાહીની સાંદ્રતા (concentration) કે આસૃતિ(osmoticity)નો વધારો મુખ્ય પરિબળ ગણાય છે. તે મુખ્યત્વે બે સ્થિતિમાં થાય છે : શરીરમાંથી પાણી વધુ પ્રમાણમાં નીકળી જાય અથવા શરીરમાં ક્ષારનું પ્રમાણ વધે. શરીરમાંથી પાણી નીકળી…
વધુ વાંચો >તલ (mole, naevus)
તલ (mole, naevus) : ચામડીમાંના કાળા રંગના દ્રવ્યવાળા કૃષ્ણ-કોષો(melanocytes)ના સમૂહથી બનતો ચામડી પરનો નાનો ડાઘ. તે બે પ્રકારના હોય છે: (અ) વાહિનીરહિત (avascular) અથવા કૃષ્ણકોષી તલ અને (આ) વાહિનીકૃત (vascular). ચામડીમાં કૃષ્ણકોષોના એકઠા થવાથી થતો તલ વાહિનીરહિત તલ હોય છે. સામાન્ય રીતે તેને જ તલ તરીકે ઓળખવામાં આવે છે. તે…
વધુ વાંચો >તાનિકા પેટુ
તાનિકા પેટુ (meningocele) : કરોડરજ્જુનાં આવરણોની બનેલી એક નાની પોટલી જેવી કમરના પાછલા ભાગમાં ઉદભવતી પોલી ગાંઠ અથવા કોષ્ઠ(cyst). જ્યારે તેમાં કરોડરજ્જુની ચેતા પેશી પણ હોય ત્યારે તેને તાનિકા-મેરુ પેટુ (meningomyelocele) કહે છે. કરોડના મણકાની પાછલી બાજુએ મણકાની બે પટ્ટીઓ ભેગી થઈને મણિકાકંટક (spine) બનાવે છે, જે પીઠ તરફ હોય…
વધુ વાંચો >