શિલીન નં. શુકલ

બહુચેતારુગ્ણતા

બહુચેતારુગ્ણતા (polyneuropathy) : પેશીમાંની ચેતાના વિકારો. ચેતાતંત્ર(nervous system)ને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે – કેન્દ્રીય અને પરિઘીય (peripheral). કેન્દ્રીય ચેતાતંત્ર વિવિધ ક્રિયાઓનાં નિયંત્રણ, અર્થઘટન અને આદેશસર્જનનું કાર્ય કરે છે. પરિઘીય ચેતાતંત્ર કેન્દ્રીય ચેતાતંત્ર તથા પેશીઓ વચ્ચે આવતા-જતા સંદેશાઓનું વહન કરે છે. તેમાં વિવિધ ચેતાઓ (nerves) આવેલી છે. આ ચેતાઓના વિકારોને…

વધુ વાંચો >

બાળશોષ

બાળશોષ (marasmus) : પાતળા પડેલા સ્નાયુવાળો તથા હાડકાંને જાણે ઢીલી કરચલીવાળી ચામડી વડે વીંટાળ્યાં હોય એવો દેખાવ ઉપજાવતો, ઉમરના પ્રમાણમાં 60 % કે તેથી ઓછું વજન ધરાવતો, ફૂલેલા પેટવાળો, અતિશય ભૂખ તથા અકળામણ(irritation)નાં લક્ષણો દર્શાવતો બાળકોનો રોગ. તેને શિશૂર્જા-ઊણપ પણ કહે છે (વિશ્વકોશ ખંડ 10, પૃ. 514–524 : ન્યૂનતાજન્ય રોગો).…

વધુ વાંચો >

બેભાન-અવસ્થા

બેભાન-અવસ્થા બાહ્ય કે આંતરિક ઉત્તેજનાઓ છતાં દર્દી સચેતન ન થાય અને પ્રતિભાવ ન આપે તેવી સ્થિતિ. તેને અચેતનતા (unconsciousness) કહે છે. એવું મનાય છે કે જાહેર હૉસ્પિટલોના સંકટકાલીન સારવાર કક્ષ(intensive care unit)માં દાખલ થતા દર્દીઓમાંથી લગભગ 3 % દર્દીઓ બેભાનાવસ્થા(unconsciousness)માં હોય છે. મોટાભાગના કિસ્સામાં થતી બેભાનાવસ્થા શરીરમાંની રાસાયણિક પ્રક્રિયાઓના વિકારોને…

વધુ વાંચો >