શિબિ
શિબિ
શિબિ : વેદોના સમયની એક જાતિ અને તે નામનું પ્રાચીન ગણરાજ્ય. ઘણુંખરું ઋગ્વેદના શિવ જાતિના લોકો, તે જ શિબિ હતા. તેમનું પાટનગર શિબિપુર પંજાબના ઝંગ (Jhang) જિલ્લામાં આધુનિક શોરકોટ હતું. શિબિઓ ઉશિનર લોકો સાથે ઘણો સંબંધ ધરાવતા હતા. ‘ઐતરેય બ્રાહ્મણ’માં શિબિઓના રાજા અમૃતતાપણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવપુરને શિબિપુર તરીકે…
વધુ વાંચો >