શાસ્ત્રી લાલબહાદુર
શાસ્ત્રી, લાલબહાદુર
શાસ્ત્રી, લાલબહાદુર (જ. 2 ઑક્ટોબર 1904, મોગલસરાઈ, ઉત્તરપ્રદેશ; અ. 11 જાન્યુઆરી 1966, તાશ્કંદ, સોવિયેત સંઘ) : ભારતના બીજા વડાપ્રધાન. પિતા શારદાપ્રસાદનો મધ્યમવર્ગીય કાયસ્થ પરિવાર. માત્ર બે વર્ષની વયે પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ માંડ માંડ મોગલસરાઈમાં પૂરું કર્યું. મા-દીકરો મામાને ત્યાં વારાણસીમાં આવીને રહ્યાં. શરીર નીચું પણ ઇરાદાઓ ઘણા ઊંચા.…
વધુ વાંચો >