વૈદ્ય બળદેવપ્રસાદ પનારા

હેમગર્ભ પોટલી રસ (રસૌષધિ)

હેમગર્ભ પોટલી રસ (રસૌષધિ) : આયુર્વેદની રસ-ઔષધિ પ્રકારની એક વિશિષ્ટ ઔષધિ. તે રસવિજ્ઞાનના અમૂલ્ય ઔષધિરત્નોમાંનું એક ઉત્તમ રત્ન છે. આ એક જ નામની ઔષધિના વિવિધ રસગ્રંથોમાં તેમાં પડનારા દ્રવ્યોના પ્રકાર અને તેમની લેવાતી માત્રાની વિવિધતાને કારણે લગભગ 10થી પણ વધુ પ્રકાર જોવા મળે છે. એકલા ‘આર્યભિષક’ ગ્રંથમાં તેના 10 પ્રકાર…

વધુ વાંચો >

હેમાદ્રિ

હેમાદ્રિ : આયુર્વેદિક ટીકાકાર. આયુર્વેદના પ્રાચીનતમ સાહિત્યમાં ‘બૃહદ્ત્રયી’ ગ્રંથોમાંના એક ‘અષ્ટાંગહૃદય’(લેખક : મહર્ષિ વાગ્ભટ્ટ)ના ગ્રંથ ઉપર હેમાદ્રિએ ‘આયુર્વેદ રસાયન’ નામની સુંદર ટીકા ઈ. સ. 1271થી 1309ની વચ્ચે લખી છે. શ્રી હેમાદ્રિ દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ખૂબ પ્રસિદ્ધ મહા પંડિત ગણાય છે; જેમણે ઉપર્યુક્ત ટીકા ઉપરાંત ‘ચતુર્વર્ગ ચિન્તામણિ’ નામનો બીજો…

વધુ વાંચો >

હોમિયોપથી (સમચિકિત્સાવિજ્ઞાન)

હોમિયોપથી (સમચિકિત્સાવિજ્ઞાન) : રોગોપચારનું એક વિલક્ષણ ચિકિત્સાવિજ્ઞાન. ગ્રીક શબ્દ ‘homois’ એટલે like (= સમ) અને ‘pathos’ એટલે suffering (= દર્દ) પરથી તેનું નામ હોમિયોપથી આપવામાં આવ્યું છે. તે ઍલૉપથી (allopathy) અને આયુર્વેદ પછી ત્રીજા ક્રમે આવતું વૈકલ્પિક ચિકિત્સાવિજ્ઞાન છે. હોમિયોપથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હૉનેમાનના નામ પરથી આ ચિકિત્સાપદ્ધતિને હૉનેમાનની ચિકિત્સાપદ્ધતિ…

વધુ વાંચો >