અખબાર સાંપ્રત સમાચાર પ્રસારિત કરતું છાપેલું સાધન. ‘અખબાર’ અરબી શબ્દ ‘ખબર’નું બહુવચન છે. ખબર એટલે સમાચાર, બાતમી અથવા સંદેશો. પ્રચલિત અર્થમાં અખબાર એટલે છાપેલા સમાચાર અને તેનું પ્રકાશન. કાગળ પર સમાચાર છાપેલા હોવાથી તેને ગુજરાતીમાં ‘છાપું’ કહેવાય છે. સમાચાર અથવા ખબરને ‘વર્તમાન’ કહેવાય છે તેથી છાપેલા સમાચારને ‘વર્તમાન-પત્ર’ કહેવામાં આવે…
વધુ વાંચો >