વનસ્પતિશાસ્ત્ર
ગાજર
ગાજર : દ્વિદળી વર્ગમાં આવેલા ઍપિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Daucus carota Linn. var. Sativa DC. (સં. ગાર્જર, ગૃંજન, શિખા-મૂલ; હિં., મ., બં., પં., ગુ. ગાજર; ક. ગર્જરી; તે. ગાજરગેડ્ડા, પિતકંદ; તા. ગાજરકિલાંગુ, કરેટ્ટુકીઝાંગુ; ફા. ગર્દક, ગજર; અ. જજરેબરી; અં. કૅરટ) છે. સ્વરૂપ : તે એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ (biennial)…
વધુ વાંચો >ગાર્ડીનિયા
ગાર્ડીનિયા (Gardenia L) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રૂબિયેસી કુળની પ્રજાતિ. તે ક્ષુપ અને નાનાં વૃક્ષ સ્વરૂપ ધરાવતી જાતિઓની બનેલી છે; અને ખાસ કરીને જૂની દુનિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં 6 જાતિઓ દેશજ (indigenous) છે. કેટલીક વિદેશી જાતિઓ ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. કેટલીક જાતિઓ ઇમારતી લાકડું…
વધુ વાંચો >ગાલ્ફિમિયા
ગાલ્ફિમિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મૅલ્પિથિયેસી કુળની એક પ્રજાતિ. તે મોટી શાકીય, ક્ષુપ કે નાના વૃક્ષ સ્વરૂપે મળી આવતી જાતિઓની બનેલી છે; અને દુનિયામાં તેની 26 જાતિઓ મળી આવે છે; તે પૈકી 22 જાતિઓ મેક્સિકોમાં થાય છે. Galphimia angustifolia ટૅક્સાસ સુધી, G. Speciosa નિકારાગુઆ અને ચાર જાતિઓ દક્ષિણ અમેરિકામાં…
વધુ વાંચો >ગાલ્સ્ટન, આર્થર ડબ્લ્યૂ.
ગાલ્સ્ટન, આર્થર ડબ્લ્યૂ. (જ. 21 એપ્રિલ 1920, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 15 જૂન 2008, હૅમ્ડેન, કનેક્ટિકટ) : વિશ્વવિખ્યાત અમેરિકીય વનસ્પતિ-દેહધર્મવિજ્ઞાની (plant-physiologist). વનસ્પતિ વિકાસમાં અને અંત:સ્રાવોની મુખ્ય અસરો વિશેના તે એક અધિકૃત વિજ્ઞાની ગણાય છે. તેમણે વનસ્પતિ વૃદ્ધિ અંત:સ્રાવો, પ્રકાશ જીવવિજ્ઞાન (photobiology), દૈનિક તાલબદ્ધતા (circadian rhythm) અને પ્રકાશસામયિકતા(photoperiodism)ના જૈવરસાયણ (biochemistry) પર વિસ્તૃત…
વધુ વાંચો >ગાંજો
ગાંજો : જુઓ ભાંગ.
વધુ વાંચો >ગુડમાર
ગુડમાર : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ક્લેપિયેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gymnema sylvestre R. Br. (સં. મેષશૃંગી, મધુનાશિની; હિં. ગુડમાર, મેઢાશિંગી, મેરસિંગી, છોટી દુધીલતા; બં. ગડલસિંગી, મેરા-શિંગી; મ. કાવળી, પિતાણી, વાખંડી; ગુ. ગુડમાર, ગુમાર, ખરશિંગી, ધુલેટી, મદરસિંગી; કો. રાનમોગરા; તે. પોડાપત્રી; તામ. આદિગમ, ચેરુકુરિન્જા) છે. તેના સહસભ્યોમાં ડોડી, કુંજલતા,…
વધુ વાંચો >ગુડ રોનાલ્ડ એ.
ગુડ, રોનાલ્ડ એ. (જ. 5 માર્ચ 1896, ઇંગ્લૅન્ડ; અ. 11 ડિસેમ્બર 1992, ઇંગ્લૅન્ડ) : વાનસ્પતિક-પારિસ્થિતિકી-(plantecology)ના વીસમી સદીના એક પ્રખર નિષ્ણાત. તેમના મંતવ્ય પ્રમાણે જમીન, તાપમાન અને વરસાદની પરિસ્થિતિ સરખી હોય તેવા પ્રદેશોમાં વનસ્પતિ તેમજ પ્રાણીજીવન સરખું હોય છે. આના અનુસંધાનમાં તેમણે ઉષ્ણ (tropical), ઉપોષ્ણ (sub-tropical), સમશીતોષ્ણ (temperate) અને શીત (cold)…
વધુ વાંચો >ગુડેનિયેસી
ગુડેનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળના નામથી ઇંગ્લૅન્ડના મહાન પાદરી બિશપ સૅમ્યુઅલ ગુડનૉફ(1743–1827)નું નામ ચિરસ્મરણીય બન્યું છે. બૅંથામ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા, શ્રેણી – ઇન્ફેરી, ગૉત્ર – કૅમ્પેન્યુલેલિસ, કુળ –ગુડેનિયેસી. આ કુળ પ્રાથમિકપણે ઑસ્ટ્રેલિયાનું…
વધુ વાંચો >ગુલખેરૂ
ગુલખેરૂ : દ્વિદળી વર્ગમાં આવેલા માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Althea officinalis Linn. (ગુ. મ. ગુલખેરૂ, ખૈરા; હિ. ગુલખેરીઓ, ખૈરા, ખિત્મી; ક. સીમેટુટી; ત. સિમૈટુટી; અં. માર્શમેલો) છે. તે મૃદુ રોમમય, બહુવર્ષાયુ, 60–180 સેમી. ઊંચાઈ ધરાવતી શાકીય વનસ્પતિ છે. તે હિમાલયના પ્રદેશમાં કાશ્મીરથી પંજાબ સુધી જોવા મળે છે.…
વધુ વાંચો >ગુલછડી
ગુલછડી : હિં. रजनीगंधा, गुलचबु, અં. garden lily, sea daffodil, tube rose, લૅ. Polyanthes tuberosa L. એકદળીના કુળ એમરીલિડેસીનો લગભગ ત્રીસેક સેમી. ઊંચો છોડ. તેની વચ્ચે વચ્ચે સાઠેક સેમી. ઊંચી દાંડીઓ ફૂટે છે. તે દાંડીઓ ઉપર સફેદ ચળકતાં ભૂંગળાં કે ગળણી આકારનાં સુગંધી ફૂલો ઑગસ્ટથી જાન્યુઆરી માસ સુધી આવે છે.…
વધુ વાંચો >