વનસ્પતિશાસ્ત્ર
એક્સકોલ્ઝિયા
એક્સકોલ્ઝિયા : અં. Californian poppy; લૅ. Eschscholzia californica Cham. કુળ Papayeraceaeનો, મધ્યમ ઊંચાઈનો, શિયાળુ મોસમ માટેનો એક વર્ષાયુ છોડ. હળદર જેવાં પીળાં, કેસરી પીળાં, બદામી કે ક્રીમ રંગનાં ફૂલ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં પૂરા તડકામાં લોનની કિનારી પર ખીલતાં રમણીય લાગે છે. ફૂલ રકાબી આકારનાં અને આઠ-દસ સેમી. પહોળાં થાય છે. તે…
વધુ વાંચો >એખરો
એખરો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hygrophila auriculata Heine. syn. Asteracantha longifolia Nees. (સં. કોકિલાક્ષ, ઇક્ષુ; હિં. તાલીમખાના, કૈલયા; મ. કોલસુંદા, વિખરા, તાલીમખાના; બં. દુલિયાખાડા, કુલેકાંટા, કુલક, શૂલમર્દન; ત. નિરમુલ્લિ; મલ. વાયચુલ્લિ; ક. કુલુગોલિકે, નીરગોળ ગોલિકે; અં. લાગ લિવ્ડ બાલૅરિયા) છે. તેમાં શેરડી જેવી…
વધુ વાંચો >ઍગેરિકેલ્સ
ઍગેરિકેલ્સ : બેસિડિયોમાયસિટ્સ ગદા ફૂગ (club fungus) વર્ગની અને સામાન્ય રીતે ઝાલર ફૂગ (gill-fungus) નામથી ઓળખાતી ફૂગનું એક ગોત્ર. આ ગોત્ર 16 કુળમાં અને 4,000 જાતિમાં વહેંચાયેલું છે. Agaricaceae સૌથી જાણીતું કુળ છે. આ કુળના બીજાણુ(spores)ધારી કોષો (બેસિડિયા), ઝાલર નામથી ઓળખાતા પાતળા પટ (sheet) પર છવાયેલા હોય છે. આર્થિક ધોરણે…
વધુ વાંચો >એજીરેટમ
એજીરેટમ (અજગંધા, ધોળી સાદોડી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની શાકીય કે ક્ષુપ-સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે. તેની બે જાતિઓ ભારતની પ્રાકૃતિક (naturalized) પરિસ્થિતિમાં એકરૂપ થઈ શકી છે. Ageratum conyzoides L. (ગુ. અજગંધા, ધોળી સાદોડી; બં. દોચુંટી, ઉચુંટી; ક. ઉરાલ્ગીડ્ડા; મલા. આપ્પા, મુર્યામ્પાચા; અં. ગોટ-વીડ, વ્હાઇટ…
વધુ વાંચો >એઝેડેરેક્ટા
એઝેડેરેક્ટા : જુઓ લીમડો.
વધુ વાંચો >એટ્રિપ્લૅક્સ
એટ્રિપ્લૅક્સ (સૉલ્ટબુશ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ચિનોપોડીએસી કુળની એક પ્રજાતિ. તેનું વિતરણ અધોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની લગભગ આઠેક જાતિઓ થાય છે, તે પૈકી ચાર જાતિઓનો પ્રવેશ કરાવાયો છે. કેટલીક જાતિઓ તેના રૂપેરી-ભૂખરા પર્ણસમૂહ માટે શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે. તેના સહસભ્યોમાં ચીલની ભાજી, માચા, ભોલડો, મુખુલ,…
વધુ વાંચો >ઍટ્રોપા
ઍટ્રોપા : જુઓ બેલાડોના.
વધુ વાંચો >એડીનેન્થેરા એલ.
એડીનેન્થેરા એલ. (Adenanthera L.) : જુઓ રત્નગુંજ (વાલ).
વધુ વાંચો >એડેનસોનીઆ, એલ.
એડેનસોનીઆ, એલ. (Adansonia, L.) : જુઓ રુખડો.
વધુ વાંચો >એડેન્સોનિયન વર્ગીકરણ
એડેન્સોનિયન વર્ગીકરણ : અઢારમી સદીમાં માઇકલ એડેન્સને (1727-1806) આપેલી વનસ્પતિઓની વિભિન્ન જાતિઓના સામ્ય પર આધારિત વર્ગીકરણપદ્ધતિ. માઇકલ એડેન્સન ફ્રેંચ વનસ્પતિવિજ્ઞાની અને ‘‘Academie des Sciences’’ સોર્બોન, પૅરિસના સભ્ય હતા. તેઓ ઉષ્ણકટિબંધના અગ્રિમ વનસ્પતિ-અન્વેષક હતા. તેમણે આ વર્ગીકરણપદ્ધતિ બે ખંડના બનેલા ‘Families des plantes’ (1763) નામના ગ્રંથમાં આપી છે. આ પદ્ધતિ ભૌતિક…
વધુ વાંચો >