વનસ્પતિરોગશાસ્ત્ર

ઢાલપક્ષ ભમરા

ઢાલપક્ષ ભમરા : ડાંગરની એક ગૌણ જીવાત. તેનું વૈજ્ઞાનિક નામ ડિક્લાડીસ્પા આર્મીઝેરા (Dicladispa armigera–Oliv) છે. તેનો સમાવેશ ઢાલપક્ષ (beetle) શ્રેણીના ક્રાયસોમેલિડી કુળમાં થયેલો છે. ગુજરાત રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ કીટકનો ઉપદ્રવ જોવા મળે છે. પુખ્ત કીટક નાના (3થી4 મિમી. લંબાઈના), લંબચોરસ ઘાટના, કાળાશ પડતા ભૂરા રંગના હોય છે.…

વધુ વાંચો >

તડતડિયાં

તડતડિયાં : હેમિપ્ટેરા શ્રેણીની જીવાત. ડાંગર તથા કપાસ અને અન્ય પાકને નુકસાન કરતાં તડતડિયાંનો સમાવેશ અનુક્રમે ડેલ્ફાસીડી અને જેસીડી કુળમાં થયેલો છે. આ જીવાતનાં બચ્ચાં અને પુખ્ત કીટક ફાચર આકારનાં હોય છે, જે પાન પર ત્રાંસું ચાલતાં જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ કપાસ ડાંગર, દિવેલા, ભીંડા,  રીંગણી, મગફળી અને…

વધુ વાંચો >

તમાકુ

તમાકુ વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની શાકીય વનસ્પતિ. તે ઉત્તર અને દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે. ભારતમાં બે જાતિઓ મુખ્યત્વે ઉગાડવામાં આવે છે : (1) Nicotiana tabacum Linn. (હિ.બં.મ. ગુ. તમાકુ) અને (2) N. rustica Linn. ભારતમાં ટેબેકમની લગભગ 69 જેટલી અને રસ્ટિકાની 20 જેટલી જાતોનું સંવર્ધન થાય છે. તમાકુ…

વધુ વાંચો >

તમાકુ કિર્મીર વિષાણુ

તમાકુ કિર્મીર વિષાણુ : તમાકુમાં મોઝેક કે પચરંગિયો રોગ કરતા વિષાણુ. તે Tobacco mosaic virus — TMV તરીકે જાણીતા છે. આ વિષાણુ 300 નેનોમીટર લાંબા અને 180 નેનોમીટર પહોળા, સખ્ત નળા કે સોટાના આકારના હોય છે. તેમાં જનીનદ્રવ્ય તરીકે આર.એન.એ.નો એક કુંતલ (SS-RNA) મધ્યમાં આવેલો હોય છે. આર.એન.એ. કુંતલની આસપાસ…

વધુ વાંચો >

તરબૂચ

તરબૂચ : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબીટેસી કુળની વનસ્પતિનું ફળ. તેનું વૈજ્ઞાનિક નામ Citrulus vulgaris, Schrad (ગુ. તરબૂચ). ઉદભવ અને વિતરણ : તે આફ્રિકાની મૂલનિવાસી છે. ભારતનાં બધાં જ રાજ્યોમાં વધતાઓછા પ્રમાણમાં તેને ઉગાડવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તરબૂચની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. તરબૂચના પાકા ફળમાં 92…

વધુ વાંચો >

તલ

તલ : વનસ્પતિના દ્વિદળીવર્ગમાં આવેલ કુળ પિડાલિયેસીની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sesamum indicum Linn. syn. Sesasum orientale Linn. (સં. તિલા; હિં. તિલ; ગુ. તલ તા. જીંગલી; તે. નુગુલ્લુ; મલ. કારુએલ્લુ; ઓ-રાસી; ક. થેલ્લુ; મ. તીળ; પં. તીલ; કે તીલી) છે. ઉદભવ અને વિતરણ : તેના મૂળ નિવાસ વિશે વિવિધ મંતવ્યો…

વધુ વાંચો >

તાજ ગાંઠ

તાજ ગાંઠ (crown gall) : ચેપને કારણે ટમેટાં, રાસબરી, સફરજન વગેરે ફળવાળી વનસ્પતિના પ્રકાંડ ઉપર ઊગતી ગાંઠ Agrobacterium tumefaciens બૅક્ટેરિયાના ચેપને કારણે આ ગાંઠનો દેખાવ તાજ જેવો હોય છે, તેથી તેને તાજની ગાંઠ કહે છે. આ ગાંઠ મનુષ્યમાં થતી કૅન્સરની ગાંઠને મળતી આવે છે. ચેપ દરમિયાન આ બૅક્ટેરિયા પોતાના કોષમાં…

વધુ વાંચો >

તામ્રગેરુ

તામ્રગેરુ : આંબાના પાન પર Cephaleuros microid નામની લીલથી થતો ટપકાંનો રોગ. રોગની શરૂઆતમાં પાનની ફલક ઉપર પાણીપોચાં ધાબાં થાય છે, જે તારા આકાર અથવા ગોળ ટપકાંમાં પરિણમે છે. આ લીલ આક્રમણ બાદ પાનની સપાટી પર ગોળાકાર વૃદ્ધિ કરે છે. સમય જતાં લીલના તાંતણા નારંગી રંગ ધારણ કરે છે. તે…

વધુ વાંચો >

તુવેર

તુવેર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (પેપિલિયોનેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cajanus cajan (Linn.) Millsp. syn. C. indicus Spreng (સં. અર્વાકી, તુવેરી, તુવરિકા; હિ.બં.મ. અરહાર, તુર, તુવેર, તા. થોવારે; તે. કાદુલુ; ક. તોગારી; મલ. થુવારા; ગુ. તુવેર; અં. રેડ ગ્રામ, પીજિયન પી, કૉંગો પી) છે. તે આફ્રિકાની…

વધુ વાંચો >

તૂરિયાં

તૂરિયાં : દ્વિદળી વર્ગના કૃષ્માણ્ડાદિ (Cucurbitaceae) કુળનો શાકભાજીનો છોડ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa acutangula (linn.) Roxb. (સં. ધારાકોશાતકી; હિં. તોરઈ, તુરૈયા; મ. દોડકી, શીરાળી; બં. ઝિંગા; ક. ધારાવીરે. તે. બીરકાયા તા. પીરકુ, પીરે; મલા. પિચ્ચકં; અં. રિજડ્ ગુઅર્ડ, રિબક્ ગુઅર્ડ) છે. તે ભારતની મૂલનિવાસી જાતિ છે. તે એક વર્ષાયુ, મોટા…

વધુ વાંચો >