રાસ્પુતિન ગ્રિગરી યેફિમૉવિચ
રાસ્પુતિન, ગ્રિગરી યેફિમૉવિચ
રાસ્પુતિન, ગ્રિગરી યેફિમૉવિચ (જ. 1872, પ્રોક્રોવસ્કી, સાઇબીરિયા; અ. 30 ડિસેમ્બર 1916, સેંટ પીટર્સબર્ગ) : રશિયાની ઝારશાહીનાં છેલ્લાં વરસો દરમિયાન સામ્રાજ્ય માટે વિનાશક ભાગ ભજવનાર સાધક. તે સાઇબીરિયાના ખેડૂત પરિવારમાં જન્મ્યો હતો. તે અભણ, વ્યભિચારી, સ્વાર્થી તથા લોભી હતો; પરંતુ લોકો માનતા હતા કે તે સંમોહનવિદ્યા તથા અલૌકિક શક્તિ ધરાવે છે.…
વધુ વાંચો >