રાષ્ટ્રીય ધાતુકર્મીય પ્રયોગશાળા (National Metallurgical Laboratory) : જમશેદપુરમાં આવેલી રાષ્ટ્રીય કક્ષાની ધાતુશોધન પ્રયોગશાળા. સ્થાપના : 1950. આ પ્રયોગશાળાનાં કર્તવ્યોમાં ખનિજો અને ધાતુખનિજોનાં ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોનાં લક્ષણોનું નિર્ધારણ કરવું; તેની પેદાશો-આડપેદાશોના નિર્માણ માટેની પ્રક્રિયાઓનો વિકાસ કરવો; ખનિજખનન માટે કાર્યરત ખાણસંકુલોનું પદ્ધતિસરનું આલેખન કરવું; ખનિજીય પ્રક્રિયાઓ માટે વેપારી અને તક્નીકી સંભાવનાઓની…
વધુ વાંચો >