રાજેન્દ્ર નાણાવટી

પ્રિયદર્શિકા

પ્રિયદર્શિકા : સ્થાણ્વીશ્વર/કનોજના વિખ્યાત સમ્રાટ હર્ષવર્ધન વિક્રમાદિત્ય(રાજ્યકાળ : ઈ. સ. 606–648)ની રચેલી પ્રણયરંગી નાટિકા. તેમાં વત્સદેશના પ્રખ્યાત પ્રેમી રાજા ઉદયનની પ્રણયકથા છે. નાટકના આરંભે વિષ્કમ્ભકમાં અંગદેશના રાજા ર્દઢવર્માનો કંચુકી જણાવે છે કે રાજા ર્દઢવર્મા પોતાની પુત્રી પ્રિયદર્શિકા રાજા ઉદયનને વરાવવા ઇચ્છતા હતા, તેથી તેમણે કલિંગરાજનું માગું પાછું ઠેલ્યું. એટલે કલિંગરાજે…

વધુ વાંચો >

ભરતાચાર્ય (ભરતમુનિ)

ભરતાચાર્ય (ભરતમુનિ) : નાટ્યશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને સંગીત તથા નૃત્ય જેવી લલિત કલાઓના પ્રાચીન આચાર્ય અને લેખક. સંસ્કૃત ‘નાટ્યશાસ્ત્ર’ના પ્રણેતા. ‘નાટ્યશાસ્ત્ર’ સંસ્કૃત નાટકને લગતા લગભગ તમામ વિષયો – અભિનયકલા, નૃત્ય, સંગીત, કાવ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર, પ્રેક્ષકગૃહ, મંચસજાવટ વગેરેના સર્વસંગ્રહ જેવો ઘણો પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત આદ્યગ્રંથ છે અને ભારતીય પરંપરામાં પ્રમાણભૂત ગણાયો છે. તેથી…

વધુ વાંચો >

ભારવિ

ભારવિ (છઠ્ઠી સદીનો ઉત્તરાર્ધ) : પ્રસિદ્ધ સંસ્કૃત કવિ. સંસ્કૃત મહાકાવ્ય ‘કિરાતાર્જુનીયમ્’ના કર્તા. ભારવિ સંસ્કૃત મહાકાવ્યોમાં  કૃત્રિમ અથવા અલંકૃત શૈલીના પ્રવર્તક મહાકવિ લેખાય છે. 634માં લખાયેલા અઈહોલના શિલાલેખમાં ભારવિનો ઉલ્લેખ છે. 776માં લખાયેલા દાનના તામ્રપત્રમાં લેખકે પોતાની સાતમી પેઢીના પૂર્વજ રાજા દુર્વિનીતે ભારવિના ‘કિરાતાર્જુનીયમ્’ ના 15મા સર્ગ પર ટીકા લખી હોવાનો…

વધુ વાંચો >

રાસક (નાટ્યશાસ્ત્રની ભારતીય પરંપરા અનુસાર)

રાસક (નાટ્યશાસ્ત્રની ભારતીય પરંપરા અનુસાર) : ઉપરૂપકનો એક પ્રકાર. ‘રાસક’ની ઉત્પત્તિ કેટલાક ‘रसानां समूहो रास:’ અથવા ‘रासयति सभ्यभ्यो रोचयति ।’ (પ્રેક્ષકોને ખુશ કરે તે) એવી આપે છે, પણ તે બરાબર નથી. પણ આને ગુજરાતમાં પ્રચલિત (ગરબા અને) રાસ સાથે ચોક્કસ સંબંધ છે. લાસ્ય-માર્દવયુક્ત મધુર નૃત્ય સાથે  रासक સીધું જોડાય છે.…

વધુ વાંચો >

રીતિ અને રીતિસિદ્ધાંત

રીતિ અને રીતિસિદ્ધાંત : ચોક્કસ વર્ણો, સમાસો અને ગુણોવાળી કાવ્યરચનાની પદ્ધતિ. કાવ્યના આત્મભૂત તત્વ અંગે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો એક મહત્વનો સિદ્ધાંત. પોતાના ગ્રંથ ‘કાવ્યાલંકારસૂત્ર’ અને તેના ઉપરની સ્વરચિત ‘વૃત્તિ’માં આચાર્ય વામને (આશરે ઈ. સ. 800) આ સિદ્ધાંત સ્થાપ્યો. વામન કાશ્મીરના રાજા જયાપીડના દરબારમાં અમાત્ય હતા. વામનના મતે ભાષાની પદરચનામાં દોષોના ત્યાગથી…

વધુ વાંચો >