રસિકલાલ કે. શાહ
આયનવિનિમય
આયનવિનિમય (ion-exchange) : ઘન પદાર્થના ચલાયમાન (mobile) જલયોજિત (hydrated) આયનો અને દ્રાવણમાંના સમાન વીજભારિત આયનો વચ્ચે તુલ્ય-તુલ્ય (equivalent for equivalent) પ્રમાણમાં થતી વિનિમયરૂપ રાસાયણિક પ્રક્રિયા. આયન-વિનિમયકો (exchangers) ત્રિપરિમાણમાં જાળી જેવી રચના ધરાવે છે. વિનિમયકની ઘન આધાત્રી(matrix)ને લાગેલા વીજભારિત સમૂહોનું ચલાયમાન આયનો વડે તટસ્થીકરણ થયેલું હોય છે. વિનિમયકની સ્થાયી સમૂહો ઉપરનો…
વધુ વાંચો >આવર્તક કોષ્ટક
આવર્તક કોષ્ટક (periodic table) : રાસાયણિક તત્વોની તેમની સંજ્ઞા રૂપે (ભૌમિતિક ભાતમાં) એવી ગોઠવણી કે જે આવર્તક નિયમને પ્રતિબિંબિત કરે અને જેમાં વિવિધ આવર્તો(periods)માંના સરખા ગુણધર્મોવાળાં તત્વો એક સમૂહમાં ગોઠવાયેલાં હોય. કોષ્ટકમાં તત્વોને તેમના પરમાણુભાર (હવે પરમાણુક્રમાંક) પ્રમાણે આવર્ત (period) તરીકે ઓળખાતી આડી હારો અને સમૂહ (group) તરીકે ઓળખાતા ઊભા…
વધુ વાંચો >ત્રિવેદી, અશ્વિનકુમાર માધવલાલ
ત્રિવેદી, અશ્વિનકુમાર માધવલાલ (જ. 25 જાન્યુઆરી 1913, પાટણ (ઉ. ગુજરાત); અ. 11 ઑગસ્ટ 1971, અમદાવાદ) : રસાયણશાસ્ત્રના સુપ્રસિદ્ધ સંશોધક–અધ્યાપક. પિતા માધવલાલ તથા માતા વિમુબહેનના સુપુત્ર અશ્વિનકુમારે નાનપણમાં જ માતા ગુમાવી દીધેલી. 1929માં મુંબઈ વિશ્વવિદ્યાલયની મૅટ્રિક્યુલેશનમાં ગણિતમાં ડિસ્ટિંકશન સાથે પાસ થઈ વડોદરા સાયન્સ કૉલેજમાંથી 1933માં બી.એસસી. તથા ડૉ. એમ.ડી. અવસારેના હાથ…
વધુ વાંચો >