રમેશ ર. દવે
‘દર્શક’; પંચોળી, મનુભાઈ રાજારામ
‘દર્શક’; પંચોળી, મનુભાઈ રાજારામ (જ. 15 ઑૅક્ટોબર 1914, પંચાશિયા, જિ. સુરેન્દ્રનગર; અ. 29 ઑગસ્ટ 2001, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, નાટ્યલેખક, વિવેચક, નિબંધલેખક, ચિંતક-કેળવણીકાર. પ્રાથમિક શાળાના શિક્ષકનાં આઠ સંતાનો પૈકી ચોથા મનુભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે તીથવા, લુણસર અને વાંકાનેરમાં લીધેલું. દેશની આઝાદી માટે ગાંધીજીએ ચલાવેલા રાષ્ટ્રીય આંદોલનથી પ્રભાવિત થઈને…
વધુ વાંચો >મહેતા, દિગીશ નાનુભાઈ
મહેતા, દિગીશ નાનુભાઈ (જ. 12 જુલાઈ 1934, પાટણ; અ. 26 જૂન 2001, અમદાવાદ) : ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક. માતા સુશીલાબહેન. શાળાકીય અભ્યાસ સિદ્ધપુરમાં. ઉચ્ચશિક્ષણ ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટ તથા ગુજરાત કૉલેજ અમદાવાદમાં, બી.એ. અંગ્રેજી મુખ્ય વિષય સાથે (1953). એમ.એ. અંગ્રેજી સાહિત્ય સાથે (1955). યુનિવર્સિટી ઑવ્ લીડ્ઝ (યુ.કે.)નો અનુસ્નાતક ડિપ્લોમા (1968).…
વધુ વાંચો >મહેતા, ધીરેન્દ્ર પ્રીતમલાલ
મહેતા, ધીરેન્દ્ર પ્રીતમલાલ (જ. 29 ઑગસ્ટ 1944, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ભુજમાં અનુક્રમે ઑલ્ફ્રેડ હાઈસ્કૂલ તથા સરકારી કૉલેજમાં. 1961માં મેટ્રિક ; 1966માં ગુજરાતી ભાષાસાહિત્ય સાથે બી.એ. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાંથી એ જ વિષય સાથે 1968માં એમ.એ.. ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યાસ’– એ વિષય…
વધુ વાંચો >વ્યાસ, સતીશ ઘનશ્યામભાઈ
વ્યાસ, સતીશ ઘનશ્યામભાઈ (જ. 10 ઑક્ટોબર 1943, રોજકા, તા. ધંધૂકા) : ગુજરાતી નાટ્યકાર, વિવેચક. માતા રસીલાબહેન. શાળાકીય અભ્યાસ વતન સૂરતમાં. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી ભાષાસાહિત્ય સાથે 1965માં બી.એ., એ જ વિષયમાં 1967માં એમ.એ. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉ. જયંત પાઠકના માર્ગદર્શનમાં ‘આધુનિક કવિતાની ભાષા : પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ’ વિષય પર સંશોધન-અભ્યાસ…
વધુ વાંચો >